સિરાજ કે શમી – પાકિસ્તાન સામે કોને મળશે તક? રોહિત-દ્રવિડ સામે સૌથી મોટો સવાલ

|

Aug 25, 2023 | 10:36 AM

મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે ટીમ ઈન્ડિયા માટે સતત શાનદાર પ્રદર્શન કર્યું છે પરંતુ ટીમ ઈન્ડિયા સમક્ષ પડકાર એશિયા કપ માટે પ્લેઈંગ ઈલેવનમાં બેમાંથી કોઈ એકને પસંદ કરવાનો છે. ટીમ ઈન્ડિયા કોને તક આપશે તે જોવું રોમાંચક રહેશે.

સિરાજ કે શમી - પાકિસ્તાન સામે કોને મળશે તક? રોહિત-દ્રવિડ સામે સૌથી મોટો સવાલ
Shami-Siraj

Follow us on

એશિયા કપ (Asia Cup 2023)ની તૈયારી માટે ભારતીય ક્રિકેટ ટીમનો કેમ્પ બેંગલુરુમાં શરૂ થઈ ગયો છે. જેના પ્રથમ દિવસે યો-યો સહિત અનેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેથી તેમની ફિટનેસ જાણી શકાય. હવે આજથી બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ પ્રેક્ટિસની સાથે પ્લેઈંગ ઈલેવન જેવા સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ થશે. જેમાં મોહમ્મદ શમી (Mohammed Shami) અને મોહમ્મદ સિરાજમાંથી કોને તક આપવી તે સવાલનો જવાબ મેળવવા કેપ્ટન અને કોચ પ્રયત્ન કરશે.

પ્લેઈંગ 11માં સ્થાનને લઈ થશે ચર્ચા

એશિયા કપ માટે સિલેકટ થયેલ ટીમ ઈન્ડિયામાં ફાસ્ટ બોલરોમાં જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ સિવાય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર અને હાર્દિક પંડ્યા પસંદગી માટે ઉપલબ્ધ છે, જેમાંથી ત્રણ ફાસ્ટ બોલરોને તક મળી શકે છે. બુમરાહ અને પંડ્યાનું સ્થાન નિશ્ચિત છે. આ સિવાય બે સ્પિનરોમાં કુલદીપ, જાડેજા અને અક્ષરમાંથી બે ખેલાડીને તક મળશે, એવામાં સિરાજ અને શમીમાંથી કોઈ એક ફાસ્ટ બોલરને જ તક મળશે એવું લાગી રહ્યું છે. ટીમ બંનેને પણ રમાડી શકે છે, પરંતુ આવું કરવાથી ટીમની બેટિંગમાં તાકાત ઓછી થઈ જશે. એવામાં કોને તક મળશે એ મોટો પ્રશ્ન છે.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

શમીનો અનુભવ અને મજબૂત રેકોર્ડ

32 વર્ષીય અનુભવી પેસર શમીએ અત્યાર સુધી 90 વનડે રમી છે અને 162 વિકેટ લીધી છે. તેની એવરેજ 26 છે અને સ્ટ્રાઈક રેટ 27.80 છે. શમીની ખાસિયત નવા બોલ સાથે સ્વિંગનો ઉપયોગ છે, જે બેટ્સમેનો માટે મુશ્કેલી બની જાય છે. ઉપરાંત તે વચ્ચેની ઓવરોમાં પણ ટૂંકા બોલનો સારો ઉપયોગ કરે છે. જોકે, ડેથ ઓવરોમાં તે બહુ અસરકારક રહ્યો નથી. શમીએ 2019ના વર્લ્ડ કપ બાદ માત્ર 23 ODI રમી છે, જેમાં તેણે 30ના સ્ટ્રાઈક રેટ અને 30ની એવરેજથી 35 વિકેટ લીધી છે. છેલ્લા કેટલાક સમયમાં તેનું ફોર્મ બહુ એવરેજ રહ્યું છે.

સિરાજ છેલ્લા દોઢ વર્ષમાં શાનદાર ફોર્મમાં

તેની સરખામણીમાં સિરાજે 2019માં પ્રથમ વનડે રમ્યા બાદ 2022થી અત્યાર સુધીમાં છેલ્લા દોઢ વર્ષમાં 23 વનડે રમી છે અને તે સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર સાબિત થયો છે. 1 જાન્યુઆરી, 2022થી બુમરાહ ICC રેન્કિંગમાં બીજા નંબરનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે આ 23 મેચોમાં 19ની એવરેજ અને 24ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 43 વિકેટ લીધી છે. તેની ઈકોનોમી પણ 4.62ની છે. સિરાજ આ વર્ષની શરૂઆતમાં ICC રેન્કિંગમાં પણ નંબર વન પર પહોંચી ગયો હતો. નવા બોલથી પાવરપ્લેમાં વિકેટ લેવામાં તે સતત સફળ રહ્યો છે.

આ પણ વાંચો : PAK vs AFG: બાબર આઝમ અફઘાનિસ્તાનના હાથે અપમાનથી બચી ગયો, છેલ્લી ઓવરમાં અદ્ભુત ડ્રામા

પાકિસ્તાન સામે કોણ રમશે?

આવી સ્થિતિમાં બુમરાહ સાથે તેની જોડી ટીમ માટે મજબૂત સાબિત થઈ શકે છે. આમ છતાં શમીનો અનુભવ અને ટ્રેક રેકોર્ડને અવગણી શકાય તેમ નથી. ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમવાની છે અને તે પહેલા આ કેમ્પમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને આ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article