ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023 (Asia Cup 2023) ની ફાઈનલમાં જોવા મળેલું દ્રશ્ય ભારત અને શ્રીલંકાના ખેલાડીઓ અને ચાહકો ક્યારેય ભૂલી શકશે નહીં. 17 સપ્ટેમ્બર, રવિવારના રોજ કોલંબોમાં યોજાયેલી આ ફાઇનલમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે (Mohammad Siraj) એકલા હાથે શ્રીલંકાની બેટિંગને ધ્વસ્ત કરી નાખી હતી. સિરાજે તેની ODI કારકિર્દીમાં પ્રથમ વખત 5 વિકેટનો આંકડો સ્પર્શ કર્યો અને આ રીતે 8 મહિના પહેલા બાકી રહેલું કાર્ય પૂર્ણ કર્યું. તેમજ સિરાજે પોતાની જીદથી કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ને પરેશાન કરી દીધો હતો. આ વખતે કેપ્ટન પોતે જ સિરાજની માંગને કોઈ પણ આનાકાની વગર પૂરી કરતો જોવા મળ્યો હતો.
પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું અને રેકોર્ડ આઠમી વખત ટાઇટલ જીત્યું હતું. ટીમ ઈન્ડિયાની જીતનો સ્ટાર ફાસ્ટ બોલર સિરાજ હતો જેણે માત્ર 16 બોલમાં શ્રીલંકાની પાંચ વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાની જીત પર મહોર મારી હતી. સિરાજે 7 ઓવરમાં માત્ર 21 રન આપ્યા અને 6 વિકેટ લીધી, જેમાંથી 4 વિકેટ તો એક જ ઓવરમાં ઝડપી હતી. સિરાજની કારકિર્દીની આ સર્વશ્રેષ્ઠ બોલિંગ છે.
This guys @ImRo45 hasn’t changed a bit. Loved every bit of that interview. Pura interview @StarSportsIndia pic.twitter.com/U4lN1ept7c
— Irfan Pathan (@IrfanPathan) February 11, 2023
સિરાજે ફાઇનલમાં જે કર્યું તેનો પાયો છેલ્લા દોઢ વર્ષમાં નખાયો હતો કારણ કે સિરાજ ગયા વર્ષથી આ ફોર્મેટમાં ભારતનો સૌથી સફળ બોલર રહ્યો હતો. ત્યારબાદ 15 જાન્યુઆરી 2023ના રોજ સિરાજે તિરુવનંતપુરમમાં શ્રીલંકા સામે તબાહી મચાવી હતી. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ 390 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને માત્ર 73 રનમાં આઉટ કરી દીધી હતી. આ મેચમાં પ્રથમ વખત સિરાજે એકલા હાથે બેટિંગ ઓર્ડરનો નાશ કર્યો અને 4 વિકેટ પોતાના નામે કરી હતી.
આ પણ વાંચો : Asia Cup 2023: ગિલનો ધડાકો, પ્લેઈંગ-11નું ટેન્શન ગયું, એશિયા કપ જીતીને ટીમ ઈન્ડિયાએ શું હાંસલ કર્યું?
તે મેચમાં પણ શ્રીલંકાએ 10મી ઓવર સુધી 5 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાંથી સિરાજે તેની 5 ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ તે મેચમાં શ્રીલંકાને 22 ઓવરમાં હરાવ્યું હતું, જેમાંથી સિરાજે સતત 10 ઓવર ફેંકી હતી. થોડા દિવસો પછી, કેપ્ટન રોહિત શર્માએ ખુલાસો કર્યો હતો કે કેવી રીતે સિરાજ તે મેચમાં તેને પરેશાન કરી રહ્યો હતો અને વારંવાર બોલિંગ માટે પૂછતો હતો કારણ કે સિરાજને પ્રથમ વખત 5 વિકેટ લેવાની હતી.
તે મેચમાં સિરાજ આ કામ કરી શક્યો ન હતો પરંતુ તેણે 8 મહિના પછી પોતાનું અધૂરું કામ પૂરું કર્યું. એટલું જ નહીં, આ વખતે કેપ્ટન રોહિતે પોતે તેને સતત બોલિંગ આપી. સિરાજે શ્રીલંકાના દાવની 15.2 ઓવરમાંથી 7 ઓવર નાંખી અને ટીમને આ યાદગાર જીત અપાવી હતી.