USA માં જોવા મળશે IPL ની 4 ટીમોનો દમ, કઈ ટીમોની સાથે કયા મોટા ખેલાડી? જાણો

મેજર લીગ ક્રિકેટ (MLC 2023) ની શરુઆત જુલાઈ મહિનાથી થવા જઈ રહી છે. 18 દિવસની આ ટૂર્નામેન્ટમાં 6 ટીમો હિસ્સો લેશે, જેમાંથી 4 ટીમોના માલિક IPL ફ્રેન્ચાઈઝીઓ છે.

USA માં જોવા મળશે IPL ની 4 ટીમોનો દમ, કઈ ટીમોની સાથે કયા મોટા ખેલાડી? જાણો
MLC Draft 6 teams full list of drafted players
| Edited By: | Updated on: Mar 20, 2023 | 11:33 PM

વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPL છે. આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓ વિશ્વની અનેક લીગમાં પોતાની ટીમો ધરાવતી બની છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની લોકપ્રિયતા અને તેમાં મળેલી સફળતા ફ્રેન્ચાઈઝીઓ વિદેશી લીગોમાં પણ પોતાની માલિકીની ટીમો ખરીદી રહી છે. હવે અમેરિકામાં પણ ક્રિકેટ લીગની શરુ થઈ રહી છે. અમેરિકામાં આગામી જુલાઈમાં મેજર ક્રિકેટ લીગની શરુઆત થવા જઈ રહી છે. આ લીગમાં છ ટીમો હિસ્સો લેનારી છે અને જેમાંથી 4 ટીમો આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓની માલિકીની છે.

મેજર લીગ ક્રિકેટની પ્રથમ સિઝન 18 દિવસ ચાલનારી છે. જુલાઈ માસમાં ચાલનારી આ લીગનો પ્રથમ ડ્રાફ્ટ સોમવારે થયો છે. આ લીગની ફાઈનલ મેચ 30 જુલાઈએ રમાશે અને જેની શરુઆત 13 જુલાઈથી થશે. આ માટે ટીમોએ ખેલાડીઓની ખરીદી કરી લીધી છે અને તમામ છ ટીમોના હિસ્સાના ખેલાડીઓ નિશ્વિત કરી લીધા છે.

ખેલાડીઓને ખરીદવા 9 રાઉન્ડ

લીગ માટે ખેલાડીઓની ખરીદી તમામ છ ટીમોએ કરી લીધી છે. આ માટે 9 રાઉન્ડ સાથેના પ્રથમ ડ્રાફ્ટમાં ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ પાંચ રાઉન્ડરમાં 3 મિનિટ ખેલાડીઓને ખરીદવા માટે સમય રાખવામાં આવ્યો હતો. જ્યારે 6 થી 9 રાઉન્ડ દરમિયાન ખેલાડીઓને ખરીદવા માટે 2 મિનિટનો સમય રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા.

જાણો કઈ ટીમોના હિસ્સામાં કયા ખેલાડી આવ્યા

લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ

અલી ખાન, ઉન્મુક્ત ચંદ, જસકરણ મલ્હોત્રા, નીતીશ કુમાર, કોર્ને ડ્રાય, અલી શેખ, સૈફ બાદર, શેડલી વાન શૈલ્ચ્વેન, ભાસ્કર યાદરામ.

સિએટલ ઓકર્સ

ક્વિન્ટન ડિકોક, મિશેલ માર્શ, હરમીત સિંહ, શેહાન જયસૂર્યા, શુભમ રંજાણી, કેમેરોન ગેનન, એરોન જોન્સ, નૌમાન અનવર, ફાની સિમ્હદરી, એન્જેલો પરેરા, મેથ્યુ ટ્રોમ્પ.

MI ન્યૂ યોર્ક

સ્ટીવન ટેલર, હમ્માદ આઝમ, એહસાન આદિલ, નોથસ હેન્ઝીગે, મોનાંક પટેલ, સરબજીત લડ્ડા, શયાન જહાંગીર, ઉસ્માન રફીક, સાઈદીપ ગણેશ.

ટીમ ટેક્સાસ

રસ્ટી થેરોન, કેલ્વિન સેવેજ, લાહિરુ મિલાન્થા, મિલિંદ કુમાર, સમી અસલમ, કેમેરોન સ્ટીવેન્સન, કોડી ચેટ્ટી, ઝિયા શહઝાદ, સાઈતેજા મુકમાલા.

 

વોશિંગ્ટન ફ્રિડમ

એનરિક નોરખિયા, વાનિન્દુ હસરાંગા, એન્ડ્રેસ ગોસ, મુખ્તાર અહેમદ, ઓબુસ પિનાર, સૌરભ નેત્રવલ્હાર, સાદ અલી, ડેન પીએડટ, સુજીત ગૌડ, જસ્ટિન ડિલસ, અખિલેશ બોદુગમ.

સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન

એરોન ફિન્ચ, માર્કસ સ્ટોઇનિસ, કોરી એન્ડરસન, લિયામ પ્લંકેટ, તેજિંદર સિંહ, ચેતન્ય બિશ્નોઈ, કાર્મી લે રોક્સ, બ્રોડી કાઉચ, ડેવિડ વ્હાઇટ, સ્મિત પટેલ, સંજય કૃષ્ણમૂર્તિ.