Cricket: IPLમાં છેલ્લા 3 વર્ષથી અનસોલ્ડ, ‘MLC’માં તક મળી અને રનની વણઝાર વચ્ચે ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડ્યો – જુઓ Video

IPLમાં છેલ્લા 3 વર્ષથી અનસોલ્ડ રહેલા કિવિ પ્લેયરે MLC (Major League Cricket)માં તોફાની બેટિંગ કરી હતી. જણાવી દઈએ કે, કિવિ બેટ્સમેને આ ઇનિંગ્સ રમીને વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડી કાઢ્યો હતો.

Cricket: IPLમાં છેલ્લા 3 વર્ષથી અનસોલ્ડ, MLCમાં તક મળી અને રનની વણઝાર વચ્ચે ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડ્યો - જુઓ Video
| Updated on: Jun 13, 2025 | 7:48 PM

IPLમાં છેલ્લા 3 વર્ષથી અનસોલ્ડ રહેલા ફિન એલને પોતાના બેટથી ધમાલ મચાવી દીધી છે. મેજર લીગ ક્રિકેટની પહેલી મેચમાં જ તેણે T20માં સૌથી વધુ છગ્ગા મારવાનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો હતો. સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ માટે રમતા ન્યૂઝીલેન્ડના ઓપનર ફિન એલને શુક્રવારે ઓકલેન્ડ કોલિસિયમ ખાતે વોશિંગ્ટન ફ્રીડમના બોલિંગ આક્રમણને વેરવિખેર નાખ્યું હતું.

ક્રિસ ગેઇલનો જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો

તેણે T20 ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા મારવાનો ક્રિસ ગેઇલનો જૂનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. એલને 51 બોલમાં 151 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સ દરમિયાન એલને 19 છગ્ગા ફટકાર્યા હતા. તેણે ક્રિસ ગેઇલ અને એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના 18 છગ્ગાના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

સૌથી ઝડપી સદી ફટકારી

એલને માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પછી, તે વધુ આક્રમક રમ્યો અને માત્ર 34 બોલમાં પોતાની કારકિર્દીની ચોથી ટી-20 સદી ફટકારી દીધી હતી. જણાવી દઈએ કે, આ ‘MLC’ના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી ઝડપી સદી છે. આ સાથે જ તેણે નિકોલસ પૂરનને પણ પાછળ છોડી દીધો છે. ગયા સિઝનમાં નિકોલસ પૂરને 40 બોલમાં સદી ફટકારી હતી.

IPLમાં અનસોલ્ડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL-2021માં જોશ ફિલિપના સ્થાને એલનને સાઈન કર્યો હતો. જો કે, એલન કોઈ મેચ રમ્યો ન હતો. ગયા વર્ષે પણ યોજાયેલ મેગા ઓક્શનમાં એલન અનસોલ્ડ રહ્યો હતો. તેણે તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી હતી.

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો