ઓકલેન્ડમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત (AUSWvINDW) ને 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ મહિલા વર્લ્ડ કપ-2022 માં સતત પાંચમી જીત નોંધાવી છે. આ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર યથાવત છે. ભારતીય ટીમ ભલે મેચ હારી ગઈ હોય પરંતુ ભારતીય ટીમની સુકાની મિતાલી રાજે એક મોટું સ્થાન હાંસલ કર્યું છે. મિતાલી રાજ (Mithali Raj) મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ અર્ધ સદી ફટકારવાના મામલામાં સંયુક્ત રીતે નંબર-1 ખેલાડી બની ગઈ છે.
તમને જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કરતા ભારતને 6 વિકેટે માત આપી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા સૌથી પહેલી ટીમ બની કે સેમિ ફાઇનલમાં પહોંચી હોય. તો ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 278 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો, જે મહિલા વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટો ચેઝ છે.
મિતાલી રાજે 96 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 68 રનની ઇનિંગ રમી હતી. આ સાથે તેણે વર્લ્ડ કપમાં 12 વખત અડધી સદી ફટકારી છે. આ મામલામાં તેણે ન્યૂઝીલેન્ડની પૂર્વ ક્રિકેટર ડેબી હોકલી (Debbie Hockley) ના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
5⃣0⃣-run stand! 👍 👍@YastikaBhatia & captain @M_Raj03 complete a solid half-century partnership. 👏 👏#TeamIndia 83/2 after 18 overs. #CWC22 | #INDvAUS
Follow the match ▶️ https://t.co/SLZ4bayb4f pic.twitter.com/v8PytaWJxf
— BCCI Women (@BCCIWomen) March 19, 2022
મેચમાં ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ મેદાને ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 277 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ભારત તરફથી સુકાની મિતાલી રાજ (68) સિવાય યસ્તિકા ભાટિયાએ 59 રન બનાવ્યા હતા. જ્યારે હરમનપ્રીત કૌરે અણનમ 57 રન બનાવ્યા હતા. વિરોધી ટીમ તરફથી ડાર્સી બ્રાઉને 3 વિકેટ લીધી હતી
ભારતે આપેલા લક્ષ્યાંકના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 3 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. રશેલ હેન્સે 43 જ્યારે એલિસા હેલીએ 72 રન બનાવ્યા હતા. તે જ સમયે, સુકાની મેગ લેનિંગ 107 બોલમાં 97 રન બનાવીને આઉટ થઇ હતી. ભારત તરફથી પૂજા વસ્ત્રાકરે 2 જ્યારે મેઘના સિંહ અને સ્નેહ રાણાને 1-1 વિકેટ મળી હતી.
આ પણ વાંચો : All England Championship: ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન સેમિ ફાઈનલમાં પહોંચ્યો
આ પણ વાંચો : Dhoni પ્રત્યેના અણગમાને લઇ ગૌતમ ગંભીરે કહ્યુ, હું હંમેશા ધોની સાથે છુ, અફવાભરી વાતો બકવાસ!