MI vs SRH IPL 2023 Highlights : કેમરુન ગ્રીનનું ઓલરાઉન્ડર પરફોર્મન્સ, અર્જુન તેંડુલકરની ઓવરમાં 2 વિકેટ પડી, માર્કરમ-ડેવિડે 3-3 કેચ પકડયા

|

Apr 18, 2023 | 11:33 PM

Sunrisers Hyderabad vs Mumbai Indians Match Highlights In Gujarati : 20 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 5 વિકેટના નુકશાન સાથે 192 રન રહ્યો હતો. 193 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ 10 વિકેટના નુકશાન સાથે 178 રન બનાવી શકી હતી. કેમરુન ગ્રીને મુંબઈ ઈન્ડિયન્સ માટે ઓલરાઉન્ડર પરફોર્મન્સ કર્યું હતું.

MI vs SRH IPL 2023 Highlights : કેમરુન ગ્રીનનું ઓલરાઉન્ડર પરફોર્મન્સ, અર્જુન તેંડુલકરની ઓવરમાં 2 વિકેટ પડી, માર્કરમ-ડેવિડે 3-3 કેચ પકડયા
MI vs SRH IPL 2023 Live Score Updates

Follow us on

આજે આઈપીએલની 25મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદની ટીમ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવા ઉતરી હતી. પ્રથમ ઈનિંગમાં રોહિત શર્માએ 6000 રન અને ઈશાન કિશને 4000 રન પૂરા કર્યા હતા. 20 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 5 વિકેટના નુકશાન સાથે 192 રન રહ્યો હતો. 193 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ 10 વિકેટના નુકશાન સાથે 178 રન બનાવી શકી હતી. કેમરુન ગ્રીને મુંબઈ ઈન્ડિયન્સ માટે ઓલરાઉન્ડર પરફોર્મન્સ કર્યું હતું.

મયંક અગ્રવાલ અને હેનરિક ક્લાસેને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે તોફાની ઈનિંગ રમી હતી. મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર બોલિંગ અને ફિલ્ડિંગને કારણે હૈદરાબાદના ખેલાડીઓ ટાર્ગેટ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યાં હતા. બીજી ઈનિંગની અંતિમ ઓવર સચિનના દીકરા અર્જુન તેંડુલકરે ફેંકી હતી અંતિમ ઓવરમાં 6 બોલમાં 20 રનની જરુર હતી. પણ અર્જુન તેંડુલકરે આઈપીએલ કરિયરની પ્રથમ વિકેટ લઈને મુંબઈને 14 રનથી જીત અપાવી હતી.

મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેપ્ટન રોહિત શર્માએ 28 રન, ઈશાન કિશાને 28 રન, સૂર્યાકુમાર યાદવે 7 રન, તિલક વર્માએ 37 રન, કેમરુન ગ્રીને 64 રન અને ટિમ ડેવિડે 16 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 9 સિક્સર અને 19 ચોગ્ગા જોવા મળ્યા હતા. તિલક વર્મા અને ગ્રીન વચ્ચે 50 રનની પાર્ટનરશીપ પણ થઈ હતી.

બીજી ઈનિંગમાં અર્જુન તેંડુલકરે 2.5 ઓવરમાં 18 રન આપીને 1 વિકેટ લીધી હતી. જેસન બેહરેનડોર્ફ અને રિલે મેરેડિથે 2-2 વિકેટ લીધી હતી. પિયુશ ચાવલાએ 4 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે કેમરુન ગ્રીને 4 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ લીધી હતી. ટિમે ડેવિડે આ ઈનિંગમાં 3 કેચ પકડયા હતા.

સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં હૈદરાબાદ તરફથી માર્ક જાનસેને 4 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે નટરાજન અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ લીધી હતી. કેપ્ટન એડન માર્કરમે 3 શાનદાર કેચ પણ પકડયા હતા.

બીજી ઈનિંગમાં હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલે 48 રન, હેરી બ્રુક 9 રન, રાહુલ ત્રિપાઠી 7 રન , એડન માર્કરામે 22 રન, હેનરિક ક્લાસેને 36 રન, અભિષેક શર્માએ 1 રન, માર્કો જેન્સને 13 રન , સુંદર 10,  ભુવનેશ્વરે 2 રન અને   સમદે 9 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 9 સિક્સર અને 19 ચોગ્ગા જોવા મળ્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Apr 2023 11:24 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : અર્જુન તેંડુલકરે લીધી પ્રથમ આઈપીએલ વિકેટ

    સનરાઈઝર્સ હૈદરાબાદની અંતિમ વિકેટ લઈને અર્જુન તેંડુલકરે મુંબઈને 14 રનથી જીત અપાવી છે. હૈદરાબાદની ટીમ 178 રન પર ઓલઆઉટ થઈ હતી.

  • 18 Apr 2023 11:16 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 19 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 173/8

     

    હૈદરાબાદ તરફથી અબદુલ સમદ 8 રન અને ભુવનેશ્વર 2 રન સાથે રમી રહ્યાં છે.19 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 173/8. અંતિમ ઓવરમાં 6 બોલમાં 20 રનની જરુર.

  • 18 Apr 2023 11:07 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : હૈદરાબાદની આઠમી વિકેટ પડી

    હૈદરાબાદની આઠમી વિકેટ પડી, વોશિંગ્ટન સુંદર 10 રન બનાવી આઉટ થયો. જીત માટે 12 બોલમાં 24 રનની જરુર.

  • 18 Apr 2023 10:59 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : હૈદરાબાદની સાતમી વિકેટ પડી

    હૈદરાબાદની સાતમી વિકેટ પડી, માર્ક જેન્સન 7 રન બનાવી આઉટ થયો. ફરી ટિમ ડેવિડે મેચમાં ત્રીજો કેચ પકડી ટીમને સફળતા અપાવી. 17 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 150/7. જીત માટે 18 બોલમાં 43 રનની જરુર.

  • 18 Apr 2023 10:55 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 16 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 143/6

     

    હૈદરાબાદ તરફથી અબદુલ સમદ 2 રન અને માર્કો જાનસેન 9 રન સાથે રમી રહ્યાં હતા. આ ઓવરમાં 2 ચોગ્ગા અને જોવા મળ્યા. જીત માટે હૈદરાબાદને 23 બોલમાં 50 રનની જરુર.

  • 18 Apr 2023 10:46 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : મયંક અગ્રવાલ ફિફટી ચૂક્યો

    મેરેડીથની ઓવરમાં હૈદરાબાદનો ઓપનર મયંક અગ્રવાલ 48 રન બનાવી આઉટ થયો હતો. ફરી ટિમ ડેવિડે બ્રાઉન્ડ્રી પર કેચ પકડીને ટીમને સફળતા અપાવી હતી.

  • 18 Apr 2023 10:42 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 14 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 127/5

     

    હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલ 46 રન અને હેનરિક ક્લાસેને 36 રન સાથે રમી રહ્યાં હતા.. આ ઓવરમાં 2 ચોગ્ગા અને 2 સિક્સર જોવા મળી. નરિક ક્લાસેને 36 રન બનાવી આઉટ થયો.14 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 127/5

  • 18 Apr 2023 10:32 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 12 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 96/4

     

    હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલ 44 રન અને હેનરિક ક્લાસેને 14 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. 12 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 96/4

  • 18 Apr 2023 10:18 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : અભિષેક શર્મા આઉટ

    પિયુશ ચાવલાની ઓવરમાં અભિષેક શર્મા 1 રન બનાવી કેચ આઉટ થયો. ટિમ ડેવિડે શાનદાર કેચ પકડી ટીમને સફળતા અપાવી. જીત માટે હૈદરાબાદને 65 બોલમાં 121 રનની જરુર.

  • 18 Apr 2023 10:14 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : કેપ્ટન એડન માર્કરમ આઉટ

    કેમરુન ગ્રીનની ઓવરમાં હૈદરાબાદના કેપ્ટન એડમ માર્કરમ 22 રન બનાવી કેચ આઉટ થયો. હ્તિક સોકીને તેનો કેચ પકડીને મુંબઈને સફળતા અપાવી છે. 9 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 72/3

  • 18 Apr 2023 10:07 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 8 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 64/2

     

    હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલ 28 રન અને એડન માર્કરમ 17 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. 8 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 64/2

  • 18 Apr 2023 10:02 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 7 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 52/2

     

    હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલ 22 રન અને એડન માર્કરમ 13 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક સિક્સર જોવા મળી. 7 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 52/2

  • 18 Apr 2023 09:54 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 5 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 35/2

     

    હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલ 14 રન અને એડન માર્કરમ 2 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક સિક્સર જોવા મળી. 5 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 35/2

  • 18 Apr 2023 09:48 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : રાહુલ ત્રિપાઠી આઉટ

    બેહરનડોર્ફની ઓવરમાં રાહુલ ત્રિપાઠી 7 રન બનાવી કેચ આઉટ થયો. વિકેટકીપર ઈશાન કિશને કેચ પકડીને ટીમને સફળતા અપાવી. 4 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 26/2

  • 18 Apr 2023 09:44 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : અર્જુન તેંડુલકરે બીજી ઓવરમાં આપ્યા 9 રન

    3 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 22/1, હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલ 4 રન અને રાહુલ ત્રિપાઠી 6 રન સાથે રમી રહ્યાં છે. અર્જુન તેંડુલકરે બીજી ઓવરમાં આપ્યા 9 રન.

  • 18 Apr 2023 09:34 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : હેરી બ્રુક આઉટ

    બેહરનડોર્ફની ઓવરમાં હેરી બ્રુક 9 રન બનાવી આઉટ થયો. આ પહેલાના બોલ પર તેણે એક ચોગ્ગો ફટકાર્યો હતો. સૂર્યકુમારે કેચ પકડીને મુંબઈને પ્રથમ જીત અપાવી. 2 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 13 /1

  • 18 Apr 2023 09:30 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : અર્જુનની ઓવરમાં 6 રન મળ્યા

     

    હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલ 0 રન અને હેરી બ્રુક 5 રન બનાવી રમી રહ્યાં છે. અર્જુન તેંડુલકરની ઓવરમાં એક ચોગ્ગો પણ જોવા મળ્યો.

     

  • 18 Apr 2023 09:12 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 20 ઓવર બાદ મુંબઈનો સ્કોર 192/5

     

    ડેવિડ 16 રન બનાવી રન આઉટ થયો છે. 20 ઓવર બાદ મુંબઈનો સ્કોર 192/5. હૈદરાબાદને મળ્યો 193 રનનો ટાર્ગેટ. 20 ઓવર બાદ મુંબઈનો સ્કોર 192/5

  • 18 Apr 2023 09:05 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 19 ઓવર બાદ મુંબઈનો સ્કોર 178/4

     

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેવિ઼ડ 6 રન અને કેમરુન ગ્રીન 60 રન સાથે રમી રહ્યાં છે.19 ઓવર બાદ મુંબઈનો સ્કોર 178/4. ભુવનેશ્વરની ઓવરમાં માત્ર 6 રન મળ્યા.

  • 18 Apr 2023 09:00 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 18 ઓવર બાદ મુંબઈનો સ્કોર 172/4

     

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેવિ઼ડ 2 રન અને કેમરુન ગ્રીન 58 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 3 ચોગ્ગા અને 1 સિકસર જોવા મળી. નટરાજનની આ ઓવરમાં મુંબઈને 20 રન મળ્યા. 18 ઓવર બાદ મુંબઈનો સ્કોર 172/4

  • 18 Apr 2023 08:52 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : તિલક વર્મા આઉટ

    ભુવનેશ્વરની ઓવરમાં તિલક વર્મા 37 રન બનાવી આઉટ થયો. મયંક અગ્રવાલે કેચ પકડીને હૈદરાબાદની આ સફળતા અપાવી. 17 ઓવર બાદ મુંબઈનો સ્કોર 152/4

  • 18 Apr 2023 08:48 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 16 ઓવર બાદ મુંબઈનો સ્કોર 144/3

     

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તિલક વર્મા 31 રન અને કેમરુન ગ્રીન 38 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 1 ચોગ્ગો અને 1 સિકસર જોવા મળી. 16 ઓવર બાદ મુંબઈનો સ્કોર 144/3

  • 18 Apr 2023 08:42 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 15 ઓવર બાદ મુંબઈનો સ્કોર 130/3

     

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તિલક વર્મા 13 રન અને કેમરુન ગ્રીન 37 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 2 ચોગ્ગા અને 2 સિકસર જોવા મળી. 15 ઓવર બાદ મુંબઈનો સ્કોર 130/3

  • 18 Apr 2023 08:34 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 13 ઓવર બાદ મુંબઈનો સ્કોર 103/3

     

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તિલક વર્મા 1 રન અને કેમરુન ગ્રીન 16 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 1 ચોગ્ગો જોવા મળ્યો. 13 ઓવર બાદ મુંબઈનો સ્કોર 103/3

  • 18 Apr 2023 08:27 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : સૂર્યકુમાર યાદવ આઉટ

    માર્ક જેન્સનની ઓવરમાં સૂર્યકુમાર યાદવ  7 રન બનાવી આઉટ થયો. આ ઓવરમાં કેપ્ટન એડન માર્કરમે ફરી કેચ પકડીને ટીમને સફળતા અપાવી હતી. 12 ઓવર બાદ મુંબઈનો સ્કોર 95/3

  • 18 Apr 2023 08:24 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : ઈશાન કિશન આઉટ

    જાનસેનની ઓવરમાં ઈશાન કિશાન 38 રન બનાવી કેચ આઉટ થયો છે. કેપ્ટન માર્કરમે મેચનો બીજો કેચ પકડયો. 11.1 ઓવરમાં મુંબઈનો સ્કોર 87/2

  • 18 Apr 2023 08:16 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 10 ઓવર બાદ મુંબઈનો સ્કોર 80/1

     

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન 35 રન અને કેમરુન ગ્રીન 16 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં ઈશાને સતત 2 ચોગ્ગા ફટકાર્યા.10 ઓવર બાદ મુંબઈનો સ્કોર 80/1

  • 18 Apr 2023 08:09 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 9 ઓવર બાદ મુંબઈનો સ્કોર 69/1

     

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન 25 રન અને કેમરુન ગ્રીન 15 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં અંતિમ બોલ પર એક સિક્સર જોવા મળી. 9 ઓવર બાદ મુંબઈનો સ્કોર 69/1

  • 18 Apr 2023 08:02 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 7 ઓવર બાદ મુંબઈનો સ્કોર 56/1

     

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન 22 રન અને કેમરુન ગ્રીન 5 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં મુંબઈને માત્ર 3 રન મળ્યા. 7 ઓવર બાદ મુંબઈનો સ્કોર 56/1

  • 18 Apr 2023 07:59 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 6 ઓવર બાદ મુંબઈનો સ્કોર 53/1

     

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન 21 રન અને કેમરુન ગ્રીન 3 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં ઈશાન કિશને એક શાનદાર સિક્સર ફટકારી. 6 ઓવર બાદ મુંબઈનો સ્કોર 53/1

  • 18 Apr 2023 07:52 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : કેપ્ટન રોહિત શર્મા આઉટ

    નટરાજનની ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા 28 રન બનાવી આઉટ થયો છે. કેપ્ટન એડમ માર્કરામે તેનો કેસ પકડયો હતો. 5 ઓવર બાદ મુંબઈનો સ્કોર 42/1

  • 18 Apr 2023 07:49 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 4 ઓવર બાદ મુંબઈનો સ્કોર 33/0

     

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન 12 રન અને કેપ્ટન રોહિત શર્મા 20 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. આ ઓવરના ચોથા બોલ પર ઈશાનને શોર્ટને કારણે રોહિત શર્માને પગના ભાગે બોલ વાગ્યો હતો. 4 ઓવર બાદ મુંબઈનો સ્કોર 33/0

  • 18 Apr 2023 07:44 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 3 ઓવર બાદ મુંબઈનો સ્કોર 28/0

     

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન 8 રન અને કેપ્ટન રોહિત શર્મા 6 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં શાનદાર સિક્સર અને ચોગ્ગા જોવા મળ્યા. રોહિત શર્માએ આઈપીએલમાં 6000 રન આજે પૂરા કર્યા. 3 ઓવર બાદ મુંબઈનો સ્કોર 28/0

  • 18 Apr 2023 07:39 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 2 ઓવર બાદ મુંબઈનો સ્કોર 15/0

     

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન 8 રન અને કેપ્ટન રોહિત શર્મા 6 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરની અંતિમ બોલ પર ઈશાનની બેટથી એક સિક્સર જોવા મળી. 2 ઓવર બાદ મુંબઈનો સ્કોર 15/0

  • 18 Apr 2023 07:34 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : 1 ઓવર બાદ મુંબઈનો સ્કોર 6/0

     

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન અને કેપ્ટન રોહિત શર્મા મેદાન પર ઉતર્યા છે. આ ઓવરના અંતિમ બોલ પર રોહિત શર્માની બેટથી એક ચોગ્ગો જોવા મળ્યો. 1 ઓવર બાદ મુંબઈનો સ્કોર 6/0

  • 18 Apr 2023 07:12 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

    સનરાઇઝર્સ હૈદરાબાદ : મયંક અગ્રવાલ, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, માર્કો જેન્સન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ટી નટરાજન

    મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, અર્જુન તેંડુલકર, નેહલ વાધેરા, હૃતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ

  • 18 Apr 2023 07:02 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : હૈદરાબાદે જીત્યો ટોસ

     

     

    સનરાઈઝર્સ હૈદરાબાદે જીત્યો ટોસ, મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ બેટિંગ માટે ઉતરશે

  • 18 Apr 2023 06:50 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : ટૂંક સમયમાં થશે ટોસ

    હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાનારી આજની મેચનો ટોસ 7 કલાકે થશે. જ્યારે આ રોમાંચક મેચ 7.30 કલાકની રમાવાની શરુઆત થશે.

  • 18 Apr 2023 06:35 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન

     

    સનરાઈઝર્સ હૈદરાબાદની સંભવિત XI: હેરી બ્રુક, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, માર્કો જેન્સન, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, ટી નટરાજન

    મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત XI: ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, અર્જુન તેંડુલકર, ડુઆન જેન્સેન/જોફ્રા આર્ચર, રિતિક શોકીન, પીયૂષ ચાવલા, રિલે મેરેડિથ

     

  • 18 Apr 2023 06:11 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : મુંબઈ-હૈદરાબાદનો હેડ ટુ હેડ રેકોર્ડ

    મેચ મેચ હૈદરાબાદની જીત મુંબઈની જીત ટાઈ
    ઓવરઓલ 19 9 10 0
    રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ 7 3 4 0
    છેલ્લી 5 મેચમાં 5 2 3 0
    આઈપીએલ 2022 1 1 0 0

    બંને ટીમો વચ્ચે 19 મેચ રમાઈ છે. 9 મેચમાં હૈદરાહાદની જીત થઈ છે જ્યારે 10 મેચમાં મુંબઈની જીત થઈ છે. હૈદરાબાદની ટીમ હેડ ટુ હેડ રેકોર્ડ બરાબરી પર કરવા માટે મેદાન પર ઉતરશે.

  • 18 Apr 2023 06:06 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : આઈપીએલ ટુર્નામેન્ટને આજે 15 વર્ષ પૂર્ણ

    ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં 18 એપ્રિલનો દિવસ અત્યંત ખાસ છે. આ દિવસે જ 2008માં બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ હતી. પહેલા સીઝનની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. પ્રથમ મેચમાં જ કેકેઆરના ઓપનર બ્રેન્ડન મેક્કુલમે ખાલી 73 બોલમાં 158 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.

    મેક્કુલમની શાનદાર ઈનિંગના કારણે સૌરવ ગાંગુલીની નેતૃત્વવાળી કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે રોયલ ચલેન્જર્સ બેંગલોરને 140 રનની કારમી હાર આપી હતી. તે સમયે આરસીબીના કેપ્ટન રાહુલ દ્રવિડ હતા. ન્યૂઝીલેન્ડના તોફાની બેટ્સમેન બ્રેન્ડન મૈક્કુલમના બેટથી 13 છગ્ગા અને 10 ચોગ્ગા નીકળ્યા હતા અને તે આઇપીએલની પ્રથમ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

  • 18 Apr 2023 06:00 PM (IST)

    MI vs SRH IPL 2023 Live Score : જીતની હેટ્રિક માટે મેદાન પર ઉતરશે મુંબઈ-હૈદરાબાદ

    આજે આઈપીએલની 25મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો પોતાની અંતિમ 2 મેચ જીતી છે. સિઝનની શરુઆતની મેચમાં હાર મેળવનાર આ બંને ટીમો આજે મેદાન પર જીતની હેટ્રિક કરવા માટે ઉતરશે.