MI vs RCB : બેંગ્લોરે મુંબઈને 126 રનનો ટાર્ગેટ આપ્યો, મુંબઈ પાસે ફાઇનલમાં પહોંચવાની તક

સ્મૃતિ મંધાનાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂ. 3.4 કરોડમાં ખરીધી હતી અને આ સાથે તે વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની સૌથી મોંઘી ખેલાડી બની હતી, પરંતુ તે તેના બેટની ધાર અને કેપ્ટનશિપ સાથે આક્રમતા બતાવવામાં નિષ્ફળ રહી હતી.

MI vs RCB : બેંગ્લોરે મુંબઈને 126 રનનો ટાર્ગેટ આપ્યો, મુંબઈ પાસે ફાઇનલમાં પહોંચવાની તક
| Edited By: | Updated on: Mar 21, 2023 | 5:38 PM

આજે વુમન્સ પ્રીમિયર લીગની 19મી મેચમાં સ્મૃતિ મંધાનાની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હરમનપ્રીત કૌરની મુંબઈ ઈન્ડિયન્સ સામે ચાલી રહી છે. પ્લેઓફ માટે ત્રણ ટીમો નક્કી થઈ ચૂકી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હરમને ટૂર્નામેન્ટમાં સતત સાત ટોસ હાર્યા બાદ પ્રથમ વખત ટોસ જીત્યો હતો. બંન્ને ટીમો કોઈ ફેરફાર કર્યા વિના બહાર આવી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સ સામે 126 રનનો લક્ષ્યાંક રાખ્યો છે.

મુંબઈના બોલરો સામે બેંગ્લોરની ટીમ પડી ભાંગી

બેંગ્લોરે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. મુંબઈના બોલરો સામે બેંગ્લોરની ટીમ પડી ભાંગી હતી. એમેલિયા કારે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ઇસી વોંગ અને નેટ સીવર બ્રન્ટને બે-બે વિકેટ મળી હતી. સાયકા ઈશાકે એક વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરની શરૂઆત ખરાબ રહી હતી. સોફી ડિવાઇન (0) પહેલી જ ઓવરમાં રનઆઉટ થઈ ગઈ હતી. આ પછી અમેલિયા કારે બેંગ્લોરને ત્રણ આંચકા આપ્યા. તેણે પહેલા કેપ્ટન સ્મૃતિ મંધાનાને વિકેટકીપર યાસ્તિકા ભાટિયાના હાથે કેચ આઉટ કરાવી હતી.

 

મંધાના 24 રન બનાવી શકી હતી. આ પછી હીથર નાઈટ વોંગના હાથે કેચ થઈ ગઈ હતી. તે 12 રન બનાવી શકી હતી. કનિકા આહુજાને એમેલિયાએ વિકેટકીપર યાસ્તિકાના હાથે સ્ટમ્પ કરાવી હતી. કનિકા 12 રન બનાવી શકી હતી.

રિચાએ 13 બોલમાં 29 રન બનાવ્યા

એલિસ પેરીને નેટ સીવર બ્રન્ટ એલબીડબલ્યુ કરી હતી. તે 38 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 29 રન બનાવી શકી હતી. તે જ સમયે શ્રેયંકા પાટીલ ચાર રન બનાવી પેવેલિયન પરત ફરી હતી. તે પણ નેટ સીવર દ્વારા બોલ્ડ થઈ હતી. મેગન શુટને સાયકા ઇશાકના હાથે એલબીડબ્લ્યુ આઉટ થઈ હતી. તે બે રન બનાવી શકી હતી. ઇસી વોંગે 20મી ઓવરમાં રિચા ઘોષ અને દિશા કાસાટને આઉટ કર્યા હતા. રિચા 13 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 29 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ સાથે જ દિશા બે રન બનાવી શકી હતી.