MI vs PBKS, LIVE Streaming: મુંબઇ ઇન્ડીયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકો છો મેચ

|

Sep 28, 2021 | 10:06 AM

UAE માં IPL ફરી શરૂ થયા બાદ મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) ની ટીમ ત્રણેય મેચ હાર્યા બાદ સાતમા સ્થાને સરકી ગઈ છે. તેના 10 મેચમાંથી આઠ પોઇન્ટ છે. આ સાથે જ પંજાબ કિંગ્સ (Punjab Kings) ની ટીમ પાંચમા સ્થાને છે.

MI vs PBKS, LIVE Streaming: મુંબઇ ઇન્ડીયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકો છો મેચ
Mumbai Indians

Follow us on

IPL 2021 માં, દિવસની બીજી મેચ મંગળવારે આવી બે ટીમો વચ્ચે રમાવાની છે જે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહી છે. 10 મેચોમાં ચાર જીત સાથે, ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) નબળા નેટ-રેટને કારણે સાતમા સ્થાને છે. આટલી જ મેચ અને આટલી જ જીત સાથે, પંજાબ (Punjab Kings) ની ટીમ સારા નેટ રનરેટને કારણે મુંબઈથી બે સ્થાન ઉપર છે. બંને ટીમો બીજા તબક્કામાં જીત માટે સંઘર્ષ કરી રહી છે.

આઈપીએલમાં 27 વખત મુંબઈ ઈન્ડીયન્સ અને પંજાબ કિંગ્સ સામ-સામે આવ્યા છે. આ દરમ્યાન બંને ટીમોનું પ્રદર્શન લગભગ સમાન રહ્યું છે. 14 મેચોમાં રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડીયન્સે જીત મેળવી છે. જ્યારે પંજાબ કિંગ્સે 13 મેચમાં મુંબઈને હરાવ્યું છે. અહીંથી એક પણ હાર વડે બંને ટીમો માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ બનશે. UAE ની ધરતી પર આવ્યા બાદ મુંબઈ પોતાની પ્રથમ જીત નોંધાવવાનો પ્રયાસ કરશે.

મુંબઈ સંઘર્ષ કરી રહ્યું છે

મુંબઈ ઈન્ડીયન્સના ક્રિકેટ ડિરેક્ટર ઝાહીર ખાનનું માનવું છે કે, ઈન્ડીયન પ્રીમિયર લીગની છેલ્લી ત્રણ મેચમાં મિડલ ઓર્ડરની નિષ્ફળતાએ, તેમની ટીમ પર ઘણું દબાણ સર્જ્યુ છે. ઝાહિરે કહ્યું, વિકેટ સારી હતી. તમે જોઈ શકો છો કે ટીમે પ્રથમ બેટિંગ કેવી રીતે કરી અને અમે કેવી રીતે શરૂઆત કરી. અમારા માટે સમસ્યા ફોર્મ છે. છેલ્લી ત્રણ મેચમાં મિડલ ઓર્ડરે કામ કર્યુ નહીં, જેના કારણે ઘણું દબાણ સર્જાયું છે. જોકે, તેણે એમ પણ કહ્યું કે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈની ટીમ ખરાબ શરૂઆતમાંથી બહાર આવી સારું પ્રદર્શન કરી રહી છે, અને આ સિઝનમાં પણ તેમ કરવાનું ચાલુ રાખશે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ ની મેચ ક્યારે રમાશે?

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ પંજાબ (MI vs PBKS) IPL 2021 ની 32 મી મેચ 21 સપ્ટેમ્બર, મંગળવારે રમાશે.

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ પંજાબ મેચ ક્યાં રમાશે?

દુબઇના દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ પંજાબ (MI vs PBKS) મેચ રમાશે.

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ પંજાબ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ પંજાબ (MI vs PBKS) મેચ 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ 7 વાગ્યે યોજાશે.

કઈ ટીવી ચેનલ દ્વારા મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ પંજાબર્સ મેચનું જીવંત પ્રસારણ કરાશે?

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ પંજાબ (MI vs PBKS) મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ પંજાબ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ પંજાબ (MI vs PBKS) મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.

 

આ પણ વાંચોઃ IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદે બીજા તબક્કાની પ્રથમ જીત બાદ કેપ્ટન ખુશ, આનંદમાં કહી આ આ મહત્વની વાત

આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઇંઝમામ-ઉલ-હક ને હાર્ટ એટેક આવ્યો, લાહોરની હોસ્પીટલમાં દાખલ કરાયા

 

Published On - 9:59 am, Tue, 28 September 21

Next Article