MI vs KKR IPL 2023 Highlights : મુંબઈ ઈન્ડિયન્સની 5 વિકેટથી જીત, ઈશાનની ફિફટી, વેંકટેશની સેન્ચુરી, અર્જુને ડેબ્યૂ મેચમાં 2 ઓવરમાં 17 રન આપ્યા

Kolkata Knight Riders vs Mumbai Indians IPL 2023 Highlights in Gujarati : પ્રથમ ઈનિંગમાં અર્જુન તેંડુલકરનું ડેબ્યૂ અને વેંકટેશ અય્યરની શાનદાર સેન્ચુરી જોવા મળી હતી.  કોલકત્તાએ આપેલા 186 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 17.4 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે 186 રન બનાવ્યા હતા.

MI vs KKR IPL 2023 Highlights  : મુંબઈ ઈન્ડિયન્સની 5 વિકેટથી જીત, ઈશાનની ફિફટી, વેંકટેશની સેન્ચુરી, અર્જુને ડેબ્યૂ મેચમાં 2 ઓવરમાં 17 રન આપ્યા
MI vs KKR IPL 2023 Live Score Updates
| Edited By: | Updated on: Apr 16, 2023 | 8:47 PM

આઈપીએલ 2023ની 22મી  મેચ આજે કોલકત્તા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ ઈનિંગમાં અર્જુન તેંડુલકરનું ડેબ્યૂ અને વેંકટેશ અય્યરની શાનદાર સેન્ચુરી જોવા મળી હતી.  કોલકત્તાએ આપેલા 186 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 17.4 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે 186 રન બનાવ્યા હતા.

વાનખેડે સ્ટેડિયમમાં આજે કોલકત્તા-મુંબઈની મેચ પહેલા રોમાંચક ઘટનાઓ બની હતી. સચિનના દીકરા અર્જુન તેંડુલકરે આજે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. રોહિત શર્માને સ્થાને સૂર્યાકુમાર યાદવ આજે મુંબઈનો કેપ્ટન બન્યો હતો. રોહિત શર્મા આજે પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સની ઈમ્પેક્ટ પ્લેયરની લિસ્ટમાં જોવા મળ્યો હતો.

કોલકત્તા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં કોલકત્તા તરફથી ગુરબાઝે 8 રન, જગદીશને 0 રન, વેંકટેશ અય્યરે 104 રન, નીતીશ રાણાએ 5 રન, શાર્દુલ ઠાકુરે 13 રન, રિંકુ સિંહે 18 રન, આંદ્રે રસલે 21 રન અને સુનિલ નરેને 2 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 10 સિક્સર અને 12 ચોગ્ગા જોવા મળ્યા હતા.

બીજી ઈનિંગમાં કોલકત્તા તરફથી સુયશ શર્માએ 4 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે શાર્દુલ, વરુણ અને લોકી ફ્ગ્યુસને 1-1 વિકેટ લીધી હતી.

 મુુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન

અર્જુન તેંડુલકરે ડેબ્યૂ મેચમાં 2 ઓવરમાં 17 રન આપ્યા હતા. તે એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. કેમરુન ગ્રીન, જાનસેન, ચાવલા અને મેરેડિથે 1-1 વિકેટ લીધી હતી. જ્યારે હ્તિક સોકિને 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં રોહિત શર્માએ 20 રન, ઈશાન કિશને 58 રન, સૂર્યાકુમાર યાદવે 43 રન, તિલક વર્માએ 30 રન, ટિમ ડેવિડે 24 રન, નેહાલ વધેરાએ 6 રન અને કેમરુન ગ્રીને 1 રન બનાવ્યો હતો. આ ઈનિંગમાં 13 સિક્સર અને 15 ચોગ્ગા જોવા મળ્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Apr 2023 07:20 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : મુંબઈ ઈન્ડિયન્સની 5 વિકેટથી જીત

    18મી ઓવરમાં મુંબઈ ઈન્ડિન્સે એક વિકેટ ગુમાવી હતી. 17.4 ઓવરમાં 5 વિકેટ સાથે મુંબઈ ઈન્ડિયન્સે 186 રન બનાવી મેચ જીતી હતી.

  • 16 Apr 2023 07:11 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : કેપ્ટન સૂર્યાકુમાર 43 રન બનાવી આઉટ

    કેપ્ટન સૂર્યાકુમાર 43 રન બનાવી આઉટ. 16.3 ઓવરમાં મુંબઈનો સ્કોર 176/4


  • 16 Apr 2023 07:05 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 15 ઓવર બાદ મુંબઈનો સ્કોર 171/3

    15 ઓવર બાદ મુંબઈનો સ્કોર 171/3, આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. કેપ્ટન સૂર્યાકુમાર યાદવ ફિફટીની નજીક છે.

  • 16 Apr 2023 06:58 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 15 ઓવર બાદ મુંબઈનો સ્કોર 163/3

    15 ઓવર બાદ મુંબઈનો સ્કોર 163/3. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ જીતની નજીક. આ ઓવરમાં અંતિમ બોલ પર ટિમ ડેવિડે શાનદાર સિક્સર ફટકારી. જીત માટે 30 બોલમાં 23 રનની જરુર

  • 16 Apr 2023 06:53 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : તિલક 30 રન બનાવી આઉટ

    કોલકત્તાના યુવા બોલર સુયસની ઓવરમાં તિલક 30 રન બનાવી આઉટ. મુંબઈની ટીમને જીત માટે 37 બોલમાં 39 રનની જરુર. 14 ઓવર બાદ મુંબઈનો સ્કોર 148/3

  • 16 Apr 2023 06:48 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 13 ઓવર બાદ મુંબઈનો સ્કોર 147/2

    સૂર્યાકુમાર અને તિલક વર્મા વચ્ચે 50 રનની પાર્ટનરશિપ થઈ. આ ઓવરમાં 1 સિક્સર અને 2 ચોગ્ગો જોવા મળ્યો. 13 ઓવર બાદ મુંબઈનો સ્કોર 147/2

  • 16 Apr 2023 06:39 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 11 ઓવર બાદ મુંબઈનો સ્કોર 123/2

    આ ઓવરની અંતિમ 2 બોલ પર સૂર્યાકુમાર યાદવે સતત 2 સિક્સર ફટકારી હતી. 11 ઓવર બાદ મુંબઈનો સ્કોર 123/2. જીત માટે 54 બોલમાં 62 રનની જરુર

  • 16 Apr 2023 06:33 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 10 ઓવર બાદ મુંબઈનો સ્કોર 110/2

    તિલક અને સૂર્યાકુમારે મુંબઈની ઈનિંગ સંભાળી છે. 10 ઓવર બાદ મુંબઈનો સ્કોર 110/2. આ ઓવરમાં તિલક શર્માની બેટથી એક શાનદાર સિક્સર જોવા મળી.

  • 16 Apr 2023 06:29 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 9 ઓવર બાદ મુંબઈનો સ્કોર 99/2

    9 ઓવર બાદ મુંબઈનો સ્કોર 99/2. યુવા બોલર સુયસ શર્માની ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. તિલક અને સૂર્યાકુમારે મુંબઈની ઈનિંગ સંભાળી છે.

  • 16 Apr 2023 06:22 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : ઈશાન કિશન ફિફટી ફટકારી આઉટ

    ઈશાન કિશન ફિફટી ફટકારી આઉટ, વરુણની ઓવરમાં ઈશાન 58 રન બનાવી આઉટ થયો. 7.3 ઓવરમાં મુંબઈનો સ્કોર 87/2. જીત માટે 75 બોલમાં 99 રનની જરુર

  • 16 Apr 2023 06:14 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 6 ઓવર બાદ મુંબઈનો સ્કોર 72/1

    6 ઓવર બાદ મુંબઈનો સ્કોર 72/1, જીત માટે મુંબઈને 84 બોલમાં 114 રનની જરુર. વરુણની ઓવરમાં સૂર્યાકુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 16 Apr 2023 06:07 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : રોહિત શર્માની વિકેટ પડી

    યુવા બોલર સુયસની ઓવરમાં રોહિત શર્મા 20 રન બનાવી આઉટ થયો. ઉમેશ યાદવે શાનદાર કેચ પકડી કોલકત્તાની પ્રથમ સફળતા અપાવી હતી. 5 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 65/1

  • 16 Apr 2023 06:01 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 4 ઓવર બાદ મુંબઈનો સ્કોર 57/0

    ઈશાન કિશન અને રોહિત શર્માની ધમાકેદાર બેટિંગ. 4 ઓવર બાદ મુંબઈનો સ્કોર 57/0. સુનિલ નરેનની ઓવરમાં 2 વાઈડ બોલ, 1 ચોગ્ગો અને 2 સિક્સર જોવા મળ્યા.

  • 16 Apr 2023 05:57 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 3 ઓવર બાદ મુંબઈનો સ્કોર 35/0

    આ ઓવરમાં સિક્સર અને 2 ચોગ્ગા જોવા મળ્યા. 3 ઓવર બાદ મુંબઈનો સ્કોર 35/0. ઈશાન કિશન 26 રન અને રોહિત શર્મા 9 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 186 રનનો ટાર્ગેટ તેમની સામે છે.

  • 16 Apr 2023 05:51 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 2 ઓવર બાદ મુંબઈનો સ્કોર 18/0

    આ ઓવરમાં ઈશાન કિશની બેટથી 1 સિક્સર અને 1 ચોગ્ગા જોવા મળ્યા. રોહિત શર્મા 2 રન અને ઈશાન 16 રન સાથે રમી રહ્યાં છે. 2 ઓવર બાદ મુંબઈનો સ્કોર 18/0

  • 16 Apr 2023 05:45 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ શરુ

    મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ શરુ થઈ છે. મુંબઈ તરફથી રોહિત અને ઈશાન ઓપનિંગ માટે મેદાન પર ઉતર્યા છે. રોહિત શર્મા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાન પર ઉતર્યો, કોલકત્તાની ટીમે આપ્યો છે 186 રનનો ટાર્ગેટ. 1 ઓવર બાદ મુંબઈનો સ્કોર 2/0

  • 16 Apr 2023 05:35 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : પ્રથમ ઈનિંગમાં બંને ટીમનું પ્રદર્શન કેવું રહ્યું ?

    પ્રથમ ઈનિંગમાં કોલકત્તા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન

    પ્રથમ ઈનિંગમાં કોલકત્તા તરફથી ગુરબાઝે 8 રન, જગદીશને 0 રન, વેંકટેશ અય્યરે 104 રન, નીતીશ રાણાએ 5 રન, શાર્દુલ ઠાકુરે 13 રન, રિંકુ સિંહે 18 રન, આંદ્રે રસલે 21 રન અને સુનિલ નરેને 2 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 10 સિક્સર અને 12 ચોગ્ગા જોવા મળ્યા હતા.

    પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન

    અર્જુન તેંડુલકરે ડેબ્યૂ મેચમાં 2 ઓવરમાં 17 રન આપ્યા હતા. તે એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. કેમરુન ગ્રીન, જાનસેન, ચાવલા અને મેરેડિથે 1-1 વિકેટ લીધી હતી. જ્યારે હ્તિક સોકિને 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી હતી.

  • 16 Apr 2023 05:26 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 20 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 185/6

    અંતિમ ઓવરમાં સુનિલ નરેન અને રસલે કોલકત્તા માટે શાનદાર બેટિંગ કરી હતી. 20 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 185/6

  • 16 Apr 2023 05:18 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : રિંકુ સિંહ આઉટ

    જેન્સેનની ઓવરમાં રિકું સિંહ 18 રન બનાવી આઉટ થયો. 19 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 175/6. સુનિલ નરેન અને રસલ હાલમાં કોલકત્તા તરફથી મેદાન પર છે.

  • 16 Apr 2023 05:14 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : વેંકટેશ અય્યર પ્રથમ સેન્ચુરી ફટકારી આઉટ થયો

    વેંકટેશ અય્યર પ્રથમ સેન્ચુરી ફટકારી આઉટ થયો, 18 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 160/5

  • 16 Apr 2023 05:01 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 16 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 146/4

    16 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 146/4. ચાવલાની ઓવરમાં રિકું સિંહે એક ચોગ્ગો ફટકાર્યો હતો.રિકું સિંહ 11 રન અને વેંકટેશ અય્યર 98 રન સાથે રમી રહ્યાં છે.

  • 16 Apr 2023 04:56 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 15 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 140/4

    15 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 140/4. સોકિનની આ ઓવરમાં 5 રન મળ્યા. રિકું સિહ 6 રન અને વેંકટેશ અય્યર 97 રન સાથે રમી રહ્યાં છે.

  • 16 Apr 2023 04:52 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 14 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 135/4

    કોલકત્તા તરફથી રિકું સિંહ 3 રન અને વેંકટેશ અય્યર 95 રન સાથે રમી રહ્યાં છે. 14 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 135/4. આ ઓવરમાં એક સિક્સર પણ જોવા મળ્યો.

  • 16 Apr 2023 04:44 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : શાર્દુલ ઠાકુર 13 રન બનાવી આઉટ

    શાર્દુલ ઠાકુર 13 રન બનાવી આઉટ, સોકિનની ઓવરમાં શાર્દુલ ઠાકુર કેચ આઉટ થયો છે. વેંકટેશ અને શાર્દુલ વચ્ચે પ્રથમ ઈનિંગમાં 50 રનની પાર્ટનરશિપ થઈ હતી. 13 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 124/4

  • 16 Apr 2023 04:40 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 12 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 117/3

    12 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 117/3. આ ઓવરમાં એક સિક્સર અને ચોગ્ગો જોવા મળ્યો.

  • 16 Apr 2023 04:36 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 11 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 104/3

    કોલકત્તાના 100 રન પૂરા થયા, 11 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 104/3. આ ઓવરમાં 2 સિક્સર જોવા મળી.

  • 16 Apr 2023 04:29 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 10 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 90/3

    10 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 90/3, ચાવલાની ઓવરમાં કોલકતાની ટીમને 6 રન મળ્યા. શાર્દુલ ઠાકુર 3 રન અને વેંકટેશ અય્યર 63 રન સાથે રમી રહ્યાં છે.

  • 16 Apr 2023 04:26 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : વેંકટેશ અય્યરે 7મી આઈપીએલ ફિફટી ફટકારી

    9 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 84/3. વેંકટેશ અય્યરે  હાલમાં 23 બોલમાં કરિયરની 7મી આઈપીએલ ફિફટી ફટકારી છે. સોકિનની ઓવરમાં એક ચોગ્ગો, સિક્સર અને સ્ટંમ્પિગ મિસ્ડ જોવા મળ્યો હતો.

  • 16 Apr 2023 04:19 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : કોલકત્તાની ત્રીજી વિકેટ પડી

    કોલકત્તાની ત્રીજી વિકેટ પડી, સોકિનની ઓવરમાં કોલકત્તાના કેપ્ટન નીતીશ રાણા 5 રન બનાવી કેચ આઉટ થયો. 8.1 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 73/3

  • 16 Apr 2023 04:15 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 7 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 68/2

    7 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 68/2, હૃતિક સકિનની ઓવરમાં વેંકટેશે એક ચોગ્ગો ફટકાર્યો હતો. વેંકટેશ 48 રન અને નીતીશ રાણા 2 ર ન સાથે રમી રહ્યો છે.

  • 16 Apr 2023 04:08 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : કોલકત્તાની બીજી વિકેટ પડી

    કોલકત્તાની બીજી વિકેટ પડી, ચાવલાની ઓવરમાં ગુરબાઝ 12 બોલમાં 8 રન બનાવી આઉટ થયો. જેનસેન કેચ પકડીને મુંબઈને બીજી સફળતા અપાવી હતી. બીજી વિકેટ બાદ કેપ્ટન નીતીશ રાણા મેદાન પર આવ્યો. 6 ઓવર બાદ  કોલકત્તાનો સ્કોર 57/1

     

     

  • 16 Apr 2023 04:03 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 5 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 55/1

    5 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 55/1. કોલકત્તા તરફથી રહેમાનુલ્લા ગુરબાઝ 7 રન અને વેંકટેશ અય્યર 38 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં શાનદાર સિક્સર અને ચોગ્ગા જોવા મળ્યા હતા.

  • 16 Apr 2023 03:54 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : વેંકટેશ અય્યર થયો ઈજાગ્રસ્ત

    કેમરુન ગ્રીનની ઓવરની ત્રીજી બોલ પર વેંકટેશ અય્યર ઈજાગ્રસ્ત થયો હતો. કોલકત્તાનો મેડિકલ સ્ટાફ મેદાન પર પહોંચ્યો હતો. તેને પગના ભાગે ઈજા થઈ હતી. 4 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 39/1

  • 16 Apr 2023 03:51 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 3 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 25/1

    અર્જુન તેંડુલકરની ઓવરમાં આજની મેચનો પ્રથમ સિકસર અને ચોગ્ગો જોવા મળ્યો. 3 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 25/1. અર્જુન તેંડુંલકરે હમણા સુધી 2 ઓવરમાં 17 રન આપ્યા છે.

  • 16 Apr 2023 03:41 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : 11 રન પર કોલકત્તાની પ્રથમ વિકેટ પડી

    11 રન પર કોલકત્તાની પ્રથમ વિકેટ પડી, કેમરુન  ગ્રીનની ઓવરમાં  જગદીસન 0 રન બનાવી આઉટ થયો. હૃતિક શોકિનને શાનદાર કેચ પકડી ટીમને જીત અપાવી હતી. 2 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 12/1

  • 16 Apr 2023 03:35 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : અર્જુનની ઓવરમાં 5 રન

    24 સપ્ટેમ્બર, 1999માં જન્મેલા અર્જુન તેંડુલકરે 23 વર્ષ 204 દિવસની ઉંમરે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું છે.  તે ડાબા હાથનો બેટ્સમેન અને ડાબોડી મધ્યમ-ફાસ્ટ બોલર છે. 2021માં તેને મુંબઈ તરફથી 20 લાખની બેસ પ્રાઈઝ સાથે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજે તેણે આઈપીએલમાં રમવાની તક આપવામાં આવી છે. આજે પ્રથમ ઓવર અર્જુનને આપવામાં આવી હતી. જેમાં તેણે 5 રન આપ્યા હતા. 1 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 5/0

  • 16 Apr 2023 03:12 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : અર્જુન તેંડુલકર કરશે ડેબ્યૂ, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

    કોલકાતા નાઈટ રાઈડર્સ : રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, એન જગદીસન, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, લોકી ફર્ગ્યુસન, વરુણ ચક્રવર્તી

    મુંબઈ ઈન્ડિયન્સ : ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, અર્જુન તેંડુલકર, હૃતિક શોકીન, પીયૂષ ચાવલા, ડુઆન જેન્સન, રિલે મેરેડિથ

  • 16 Apr 2023 03:02 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : મુંબઈ ઈન્ડિયન્સે જીત્યો ટોસ

    મુંબઈ ઈન્ડિયન્સે જીત્યો ટોસ, ટોસ માટે આજે રોહિત શર્માને સ્થાને સૂર્યાકુમાર યાદવ આવ્યો હતો. તેણે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.

  • 16 Apr 2023 02:57 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : ટૂંક સમયમાં થશે ટોસ

    વાનખેડેમાં રમાનારી આઈપીએલ 2023ની 22મી મેચ આજે બપોરે 3.30 કલાકે શરુ થશે. કોલકત્તા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની આ મેચનો ટોસ 3 કલાકે થશે.

  • 16 Apr 2023 02:55 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલનો રેકોર્ડ

    મુંબઈના લોકપ્રિય વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની 103 મેચ રમાઈ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમ 48 વાર મેચ જીતી છે, જ્યારે ટાર્ગેટ ચેઝ કરનારી ટીમ 55 વાર મેચ જીતી છે.

  • 16 Apr 2023 02:51 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : આજની મેચ જોશે 19 હજાર ગર્લ્સ

    IPL 2023ની 22મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મહિલા ટીમની જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. મુંબઈ આઈપીએલની 22મી મેચ ઈન્ડિયન ગર્લ્સને ડેડિકેટ કરી રહ્યું છે. મુંબઈની ટીમ મહિલા ટીમની જર્સી સ્પેશિયલ ESA ( education and sports for all) ડે પર ટીમની જર્સી પહેરશે. એટલું જ નહીં 19 હજાર છોકરીઓ પણ આ મેચ જોશે.

  • 16 Apr 2023 02:32 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : બંને ટીમો પોઈન્ટ ટેબલમાં ક્યાં સ્થાને ?

    મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 3માંથી 1 મેચ જીતીને 2 પોઈન્ટ સાથે 9માં સ્થાને છે. જ્યારે કોલકત્તાની ટીમ 4માંથી 2 મેચ જીતીને 4 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. બંને ટીમો પોતાની છેલ્લી મેચ હારી છે. બંને ટીમો ફરી વિજયરથ પર સવાર થવા માટે મેદાન પર ઉતરશે.

  • 16 Apr 2023 02:26 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : મુંબઈ-કોલકત્તા વચ્ચેનો હેડ ટુ હેડ રેકોર્ડ

    આઈપીએલના ઈતિહાસમાં બંને ટીમો 31 વાર એકબીજા સામે મેચ રમી છે. જેમાંથી 9 મેચમાં કોલકત્તાનો અને 22 મેચમાં મુંબઈની ટીમનો વિજય થયો છે. કોલકત્તાનો મુંબઈ સામે હાઈએસ્ટ સ્કોર – 232 રન અને લોએસ્ટ સ્કોર – 67 રન રહ્યો છે. જ્યારે મુંબઈનો કોલકત્તા સામે હાઈએસ્ટ સ્કોર 210 અને લોએસ્ટ સ્કોર 108 રન રહ્યો છે.

  • 16 Apr 2023 02:16 PM (IST)

    MI vs KKR IPL 2023 Live Score : આજે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ-કોલકત્તા વચ્ચે ટક્કર

    આઈપીએલના ઈતિહાસમાં પાંચ વાર ચેમ્પિયન બનનાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમની શરુઆત આ વખતે પણ સારી નથી રહી. હમણા સુધીની 3માંથી 2 મેચમાં તેની હાર થઈ છે. આજે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ અને કોલકત્તા વચ્ચે 3.30 કલાકથી રોમાંચક મેચ શરુ થશે.

Published On - 7:37 pm, Sun, 16 April 23