MI vs DC Highlights WPL 2023 : દિલ્હી કેપિટલ્સની 9 વિકેટથી શાનદાર જીત, 9 ઓવરમાં જ 110 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો

|

Mar 20, 2023 | 10:00 PM

Mumbai Indians vs Delhi Capitals Highlights in Gujarati : 20 ઓવરના અંતે મુંબઈનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 109 રન રહ્યો હતો. દિલ્હી કેપિલ્સને જીતવા માટે 20 ઓવરમાં રનનો 110 ટાર્ગેટ મળ્યો હતો. પણ આ ટાર્ગેટ દિલ્હી કેપિટલ્સની ટીમે 9 ઓવરમાં 1 વિકેટના નુકશાન સાથે ચેઝ કર્યો હતો.

MI vs DC  Highlights WPL 2023 :  દિલ્હી કેપિટલ્સની 9 વિકેટથી શાનદાર જીત, 9 ઓવરમાં જ 110 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો
MI vs DC Live score

Follow us on

વુમન્સ પ્રીમિયર લીગની 18મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીની ટીમ ટોસ જીતીને બોલિંગ કરવા ઉતરી હતી. બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયનની શરુઆત ખુબ ખરાબ રહી હતી. 58ના સ્કોર પર મુંબઈની અડધી ટીમ પેવિયલન પહોંચી હતી. 20 ઓવરના અંતે મુંબઈનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 109 રન રહ્યો હતો. દિલ્હી કેપિલ્સને જીતવા માટે 20 ઓવરમાં રનનો 110 ટાર્ગેટ મળ્યો હતો. પણ આ ટાર્ગેટ દિલ્હી કેપિટલ્સની ટીમે 9 ઓવરમાં 1 વિકેટના નુકશાન સાથે ચેઝ કર્યો હતો.

પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બન્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખરાબ થઈ રહ્યું છે. સતત 5 જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સની આજે સતત બીજી હાર થઈ છે. દિલ્હીના ઓપનર્સે આ મેચમાં ધમાકેદાર શરુઆત કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સ સામે રન રેટ સુધારવા માટે દિલ્હીના બેટર્સે ધમાકેદાર અને ઝડપી બેટિંગ કરી હતી.

આવી હતી બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

 


દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ 11 – મેગ લેનિંગ (કેપ્ટન), શૈફાલી વર્મા, એલિસ કેપ્સી, જેમિમાહ રોડ્રિગ્સ, મેરિઝાન કેપ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), જેસ જોનાસન, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી, શિખા પાંડે, પૂનમ યાદવ

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ 11 – હેલી મેથ્યુઝ, યાસ્તિકા ભાટિયા(વિકેટકીપર), નેટ સાઈવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર(કેપ્ટન), એમેલિયા કેર, ઈસી વોંગ, પૂજા વસ્ત્રાકર, અમનજોત કૌર, હુમૈરા કાઝી, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Mar 2023 09:15 PM (IST)

    MI vs DC Live Score : 1 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 10/0

    પ્રથમ ઓવરમાં જ 2 ચોગ્ગા જોવા મળ્યા. મેગ લૈનિંગ અને શેફાલી વર્મા હાલમાં ક્રિઝ પર છે. 1 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 10/0

  • 20 Mar 2023 08:57 PM (IST)

    MI vs DC Live Score : 20 ઓવર બાદ મુંબઈનો સ્કોર 109/7

     

    બેટિંગમાં મુંબઈ ઈન્ડિયન્સનું હમણા સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન. 20 ઓવર બાદ મુંબઈનો સ્કોર 109/7. દિલ્હીના બોલરોનું દમદાર પ્રદર્શન


  • 20 Mar 2023 08:55 PM (IST)

    MI vs DC Live Score : મુંબઈની સાતમી વિકેટ પડી

    મુંબઈની સાતમી વિકેટ પડી, વોન્ગ 23 રન બનાવી આઉટ

  • 20 Mar 2023 08:53 PM (IST)

    MI vs DC Live Score : 19 ઓવર બાદ મુંબઈનો સ્કોર 103/6

     

    19 ઓવર બાદ મુંબઈનો સ્કોર 103/6, વોન્ગ 23 રન અને અમનજોત કૌર 15 રન સાથે રમી રહી છે.

  • 20 Mar 2023 08:50 PM (IST)

    MI vs DC Live Score : 18 ઓવર બાદ મુંબઈનો સ્કોર 99/6

     

    18 ઓવર બાદ મુંબઈનો સ્કોર 99/6, વોન્ગ 21 રન અને અમનજોત કૌર 13 રન સાથે રમી રહી છે.

  • 20 Mar 2023 08:45 PM (IST)

    MI vs DC Live Score : 17 ઓવર બાદ મુંબઈનો સ્કોર 88/6

     

    17 ઓવર બાદ મુંબઈનો સ્કોર 88/6, વોન્ગ 13 રન અને અમનજોત કૌર 10 રન સાથે રમી રહી છે.

  • 20 Mar 2023 08:40 PM (IST)

    MI vs DC Live Score : 16 ઓવર બાદ મુંબઈનો સ્કોર 85/6

     

    16 ઓવર બાદ મુંબઈનો સ્કોર 85/6, વોન્ગ 11 રન અને અમનજોત કૌર 9 રન સાથે રમી રહી છે.

  • 20 Mar 2023 08:35 PM (IST)

    MI vs DC Live Score : 15 ઓવર બાદ મુંબઈનો સ્કોર 74/6

     

    15 ઓવર બાદ મુંબઈનો સ્કોર 74/6, કેપ્ટન કૌર 23 રન બનાવી આઉટ

  • 20 Mar 2023 08:30 PM (IST)

    MI vs DC Live Score : 14 ઓવર બાદ મુંબઈનો સ્કોર 69/5

     

    14 ઓવર બાદ મુંબઈનો સ્કોર 69/5, હરમનપ્રીત કૌર 19 રન અને વોન્ગ 8 રન સાથે હાલમાં મુંબઈ તરફથી ક્રિઝ પર છે.

  • 20 Mar 2023 08:27 PM (IST)

    MI vs DC Live Score : 13 ઓવર બાદ મુંબઈનો સ્કોર 64/5

     

    13 ઓવર બાદ મુંબઈનો સ્કોર 64/5, હરમનપ્રીત કૌર 17 રન અને વોન્ગ 6 રન સાથે હાલમાં મુંબઈ તરફથી ક્રિઝ પર છે.

  • 20 Mar 2023 08:22 PM (IST)

    MI vs DC Live Score : 58ના સ્કોર પર અડધી ટીમ પેવિલયનમાં

     

    58ના સ્કોર પર અડધી ટીમ પેવિલયનમાં, પૂજા વસ્ત્રાકર 26 રન બનાવી કેચ આઉટ

  • 20 Mar 2023 08:19 PM (IST)

    MI vs DC Live Score : 11 ઓવર બાદ મુંબઈનો સ્કોર 55/4

    આ ઓવરમાં બે ચોગ્ગા જોવા મળ્યા. 11 ઓવર બાદ મુંબઈનો સ્કોર 55/4, હરમનપ્રીત કૌર 14 રન અને વસ્ત્રાકર 25 રન સાથે હાલમાં મુંબઈ તરફથી ક્રિઝ પર છે.

  • 20 Mar 2023 08:15 PM (IST)

    MI vs DC Live Score : 10 ઓવર બાદ મુંબઈનો સ્કોર 46/4

     

    આ ઓવરમાં બે ચોગ્ગા અને સિક્સર જોવા મળ્યા. 10 ઓવર બાદ મુંબઈનો સ્કોર 46/4, હરમનપ્રીત કૌર 13 રન અને વસ્ત્રાકર 17 રન સાથે હાલમાં મુંબઈ તરફથી ક્રિઝ પર છે.

  • 20 Mar 2023 08:11 PM (IST)

    MI vs DC Live Score : 9 ઓવર બાદ મુંબઈનો સ્કોર 28/4

    9 ઓવર બાદ મુંબઈનો સ્કોર 28/4, હરમનપ્રીત કૌર 8 રન અને વસ્ત્રાકર 4 રન સાથે હાલમાં મુંબઈ તરફથી ક્રિઝ પર છે.

  • 20 Mar 2023 08:04 PM (IST)

    MI vs DC Live Score : 8 ઓવર બાદ મુંબઈનો સ્કોર 24/4

     

    8 ઓવર બાદ મુંબઈનો સ્કોર 24/4, હરમનપ્રીત કૌર અને વસ્ત્રાકર હાલમાં મુંબઈ તરફથી ક્રિઝ પર છે.

  • 20 Mar 2023 07:59 PM (IST)

    MI vs DC Live Score : 6.5 ઓવર બાદ મુંબઈનો સ્કોર 21/4

     

    એમિલા કેર 8 રન બનાવી આઉટ. 6.5 ઓવર બાદ મુંબઈનો સ્કોર 21/4

  • 20 Mar 2023 07:55 PM (IST)

    MI vs DC Live Score : 6 ઓવર બાદ મુંબઈનો સ્કોર 19/3

     

    હરનમનપ્રીત કૌર 7 રન અને એમિલા કેર 6 રન સાથે રમી રહી છે. 6 ઓવર બાદ મુંબઈનો સ્કોર 19/3

  • 20 Mar 2023 07:52 PM (IST)

    MI vs DC Live Score : 5 ઓવર બાદ મુંબઈનો સ્કોર 17/3

    આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. હરનમનપ્રીત કૌર 5 રન અને એમિલા કેર 6 રન સાથે રમી રહી છે. 5 ઓવર બાદ મુંબઈનો સ્કોર 17/3

  • 20 Mar 2023 07:48 PM (IST)

    MI vs DC Live Score : મુંબઈની ત્રીજી વિકેટ પડી

     

    Hayley Matthews   માત્ર 5 રન બનાવી આઉટ, મુંબઈની ત્રીજી વિકેટ પડી, 4 ઓવર બાદ મુંબઈનો સ્કોર 13/3

  • 20 Mar 2023 07:43 PM (IST)

    MI vs DC Live Score : 3 ઓવર બાદ મુંબઈનો સ્કોર 10/2

    દિલ્હીની બોલર કેપની ઓવરમાં સતત બે વિકેટ પડી, યસ્તિકા અને નેટ સાયવર-બ્રન્ટ આઉટ થઈ. 3 ઓવર બાદ મુંબઈનો સ્કોર 10/2. કેપ્ટન હરમતપ્રીત કૌરે આવીને બાજી સંભાળી.

  • 20 Mar 2023 07:37 PM (IST)

    MI vs DC Live Score : 2 ઓવર બાદ મુંબઈનો સ્કોર 6/0

    હેલી મેથ્યુઝે આ ઓવરમાં એક ચોગ્ગો ફટકાર્યો. 2 ઓવર બાદ મુંબઈનો સ્કોર 6/0

  • 20 Mar 2023 07:33 PM (IST)

    MI vs DC Live Score : મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ શરુ

    મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ શરુ, યાસ્તિકા ભાટિયા અને હેલી મેથ્યુઝ મેદાન પર મુંબઈ તરફથી બેટિંગ કરી રહ્યાં છે. 1 ઓવર બાદ મુંબઈનો સ્કોર 2/0

  • 20 Mar 2023 07:23 PM (IST)

    MI vs DC Live Score : મુંબઈ ઈન્ડિયન્સના અત્યાર સુધીના પરિણામો

     

    મુંબઈ ઈન્ડિયન્સના અત્યાર સુધીના પરિણામો

    • GG વિરુદ્ધ 143 રનથી જીતી
    • RCB સામે 9 વિકેટે જીત મેળવી હતી
    • DC વિરુદ્ધ 8 વિકેટે જીત મેળવી
    • UPW વિરૂદ્ધ 8 વિકેટે જીત
    • GG વિરુદ્ધ 55 રનથી જીતી
    • UPW વિરૂદ્ધ 5 વિકેટે હાર્યું
  • 20 Mar 2023 07:19 PM (IST)

    MI vs DC Live Score : દિલ્હી કેપિટલ્સના અત્યાર સુધીના પરિણામો

     

    દિલ્હી કેપિટલ્સના અત્યાર સુધીના પરિણામો

    • RCB વિરૂદ્ધ 60 રનથી જીત્યું
    • UPW વિરુદ્ધ 42 રનથી જીત્યું
    • MI વિરુદ્ધ 8 વિકેટે હાર
    • GG વિરૂદ્ધ 10 વિકેટે જીત
    • RCB વિરૂદ્ધ 6 વિકેટે જીત
    • GG સામે 11 રનથી હાર
  • 20 Mar 2023 07:14 PM (IST)

    MI vs DC Live Score: આવી છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

     

    દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ 11 – મેગ લેનિંગ (કેપ્ટન), શૈફાલી વર્મા, એલિસ કેપ્સી, જેમિમાહ રોડ્રિગ્સ, મેરિઝાન કેપ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), જેસ જોનાસન, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી, શિખા પાંડે, પૂનમ યાદવ

     

    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ 11 – હેલી મેથ્યુઝ, યાસ્તિકા ભાટિયા(વિકેટકીપર), નેટ સાઈવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર(કેપ્ટન), એમેલિયા કેર, ઈસી વોંગ, પૂજા વસ્ત્રાકર, અમનજોત કૌર, હુમૈરા કાઝી, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક

     

  • 20 Mar 2023 07:10 PM (IST)

    MI vs DC Live Score : બંને ટીમ છે પ્લેઓફમાં

     

    પોઈન્ટ ટેબલમાં મુંબઈની ટીમ 10 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. હમણા સુધીની 6 મેચમાં મુંબઈની 5 મેચમાં જીત અને 1 મેચમાં હાર થઈ છે. મુંબઈની ટીમ પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની હતી. દિલ્હીની ટીમ 8 પોઈન્ટ સાથે હાલમાં પ્લેઓફમાં પહોંચનાર બીજી ટીમ બની છે. આજની મેચ બાદ બંને ટીમો વધુ એક મેચ આવતી કાલે રમશે.

  • 20 Mar 2023 07:04 PM (IST)

    MI vs DC Live Score : દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

     

    મુંબઈની કેપ્ટન હરમતપ્રીત કૌર ફરી ટોસ હારી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે.

  • 20 Mar 2023 07:00 PM (IST)

    MI vs DC Live Score : આજે મુંબઈ અને દિલ્હી વચ્ચે ટક્કર

    વુમન્સ પ્રીમિયર લીગની 18મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ વચ્ચે રમાશે. દિલ્હી ટીમ મુંબઈ ટીમ સામે પોતાની પ્રથમ મેચની હારનો બદલો લેવા માટે ઉતરશે. ટોસ આજે સાંજે 7 વાગ્યે અને મેચની શરુઆત સાંજે 7.30 કલાકે થશે.