વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની ફાઈનલ મેચ આજે બ્રેબોન સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીની કેપ્ટન બર્થ ડે ગર્લ મેગ લેનિંગે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર આ ટુર્નામેન્ટમાં ફરી એકવાર ટોસ હારી હતી.મુંબઈ ઈનિયન્સના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકશાન સાથે 131 રન બનાવી શકી હતી. ચેમ્પિયન બનવા માટે 132 રનનો ટાર્ગેટ ચેઝ કરવા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મેદાનમાં ઉતરી હતી.હરમનપ્રીત કૌરની ટીમે 19.3 ઓવરમાં જ 3 વિકેટના નુકશાન સાથે 134 રન બનાવ્યા હતા. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વુમન્સ પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ બની છે.
વુમન્સ પ્રીમિયર લીગની આ રોમાંચક મેચ જોવા માટે હજારોની સંખ્યામાં ફેન્સ બ્રેબોન સ્ટેડિયમમાં હાજર હતા. ક્રિકેટ જગતના અનેક ખેલાડીઓ આ મેચ જોવા બ્રેબોન સ્ટેડિયમ પહોંચ્યા હતા. સચિન, યુસુફ પઠાન, રોહિત શર્મા, ઇશાન શર્મા અને બીસીસીઆઈ સચિવ જય શાહ આ મેચ જોવા પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે બર્થ ડેના દિવસે મહત્વપૂર્ણ મેચમાં હારવું પડયું, યુપી વોરિયર્સની કેપ્ટન અને ઓસ્ટ્રેલિયાની વાઈસ કેપ્ટન હીલીએ પણ એલિમિનેટર મેચમાં પોતાના બર્થ ડેના દિવસે હારવું પડયું હતું. આ બંને હાર ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરની ટીમે સામે મળી હતી.
ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી વોન્ગે 4 ઓવરમાં 42 રન આપી 3 વિકેટ લીધી હતી. હેલી મેથ્યૂઝે 4 ઓવરમાં 5 રન આપી 3 વિકેટ લીધી હતી. જેમાં તેણે 2 ઓવર મેડન નાંખી હતી.એમિલા કેરે 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં મૈથ્યુઝે 13 રન, યાસ્તિકાએ 4 રન, સિવર બ્રન્ટે 60 રન, હરમનપ્રીત કૌરે 37 રન અને એમેલિયા કેરે 14 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 18 ચોગ્ગા જોવા મળ્યા હતા.
દિલ્હી કેપિટલ્સ તરફથી કેપ્ટન મેગ લેનિંગે 35 રન, શેફાલી વર્માએ 11 રન, જેમિમાહ રોડ્રિગ્સે 9 રન, મેરિઝાન કેપએ 18 રન, એલિસ કેપ્સીએ 0 રન, જેસ જોનાસને 2 રન, અરુંધતી રેડ્ડીએ 0 રન, તાનિયા ભાટિયાએ 0 રન, રાધા યાદવે 27 રન, શિખા પાંડેએ 27 રન અને મિનુ મણિએ 1 રન બનાવ્યો હતો.પ્રથમ ઈનિંગમાં દિલ્હી કેપિટલ્સે 4 સિક્સર ફટકારી હતી, જ્યારે 15 ચોગ્ગા ફટકાર્યા હતા.બીજી ઈનિંગમાં રાધા યાદવે 4 ઓવરમાં 24 રન આપી 1 વિકેટ લીધી હતી. જ્યારે જોનાસને 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી હતી.
આ ઓવરમાં 2 શાનદાર ચોગ્ગો જોવા મળ્યા. મુંબઈ તરફથી એમિલિયા કેર 13 રન અને સિવર બ્રન્ટ 54 રન સાથે રમી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 6 બોલમાં 5 રનની જરુર
મુંબઈ તરફથી એમિલિયા કેર 1 રન અને સિવર બ્રન્ટ 45 રન સાથે રમી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 12 બોલમાં 21 રનની જરુર
આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. મુંબઈ તરફથી એમિલિયા કેર 1 રન અને સિવર બ્રન્ટ 45 રન સાથે રમી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 18 બોલમાં 26 રનની જરુર
મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી, કેપ્ટન હરમનપ્રીત કૌર 37 રન બનાવી રન આઉટ થઈ
16 ઓવર બાદ મુંબઈનો સ્કોર 95/2. મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 37 રન અને સિવર બ્રન્ટ 25 રન સાથે રમી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 24 બોલમાં 37 રનની જરુર.
મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 37 રન અને સિવર બ્રન્ટ 25 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય
આ ઓવરના પ્રથમ બોલ પર શાનદાર ચોગ્ગો જોવા મળ્યો. મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 36 રન અને સિવર બ્રન્ટ 28 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય
આ ઓવરમાં મુંબઈની 5 રન મળ્યા. મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 31 રન અને સિવર બ્રન્ટ 27 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય
આ ઓવરમાં કેપ્ટન કૌરે એક શાનદાર ચોગ્ગો ફટકાર્યો. મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 28 રન અને સિવર બ્રન્ટ 26 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય
આ ઓવરમાં 2 શાનદાર ચોગ્ગા જોવા મળ્યા. મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 22 રન અને સિવર બ્રન્ટ 23 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય
મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 17 રન અને સિવર બ્રન્ટ 18 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય
મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 16 રન અને સિવર બ્રન્ટ 16 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય
કેપ્ટન હરમનપ્રીત કૌરની બેટથી શાનદાર ચોગ્ગો જોવા મળ્યો. મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 11 રન અને સિવર બ્રન્ટ 15 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય
મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 4 રન અને સિવર બ્રન્ટ 13 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય
જોનાસનની ઓવરમા 1 પણ રન ન મળ્યો. મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 2 રન અને સિવર બ્રન્ટ 4 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય
મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 2 રન અને સિવર બ્રન્ટ 4 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય
મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 1 રન અને સિવર બ્રન્ટ 2 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય
મુંબઈ ઈન્ડિયન્સની બીજી વિકેટ પડી, દિલ્હીની બોલર જોનાસનની ઓવરમાં મેથ્યુઝ 14 રન બનાવી કેચ આઉટ થઈ
આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. મુંબઈ તરફથી મેથ્યુઝ 13 રન અને સિવર બ્રન્ટ 2 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય
મુંબઈ તરફથી મેથ્યુઝ 8 રન અને સિવર બ્રન્ટ 1 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય
મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ વિકેટ પડી, રાધા યાદવની ઓવરમાં યાસ્તિકા ભાટિયા 4 રન બનાવી કેચ આઉટ થઈ
આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. મુંબઈ તરફથી મેથ્યુઝ 8 રન અને યાસ્તિકા 0 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય
20 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 131/9, ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય, મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ શરુ.
વોન્ગની ઓવરમાં 3 ચોગ્ગા અને 1 સિક્સર જોવા મળી. દિલ્હીની રાધા 12 રન સાથે અને શિખા પાંડે 26 રન સાથે રમી રહી છે.19 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 115/9
દિલ્હીની રાધા 7 રન સાથે અને શિખા પાંડે 11 રન સાથે રમી રહી છે.18 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 95/9
આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. દિલ્હીની રાધા 5 રન સાથે અને શિખા પાંડે 7 રન સાથે રમી રહી છે.17 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 89/9
દિલ્હી કેપિટલ્સની નવમી વિકેટ પડી, તાનિયા ભાટિયા 0 રન બનાવી આઉટ
દિલ્હી કેપિટલ્સની આઠમી વિકેટ પડી, મિનુ 1 રન બનાવી સ્ટમ્પ આઉટ થઈ
દિલ્હીની શિખા 3 રન સાથે અને મિનુ માની 1 રન સાથે રમી રહી છે.15 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 79/7
દિલ્હીની શિખા 1 રન સાથે અને મિનુ માની 1 રન સાથે રમી રહી છે.14 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 77/7
દિલ્હી કેપિટલ્સની સાતમી વિકેટ પડી, જોનાસન 2 રન બનાવી કેચ આઉટ થઈ
દિલ્હી કેપિટલ્સની છઠ્ઠી વિકેટ પડી, અરુધાંતિ રેડ્ડી 0 રન બનાવી કેચ આઉટ થઈ
દિલ્હી કેપિટલસ્ની પાંચમી વિકેટ પડી, દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 35 રન બનાવી રન આઉટ થઈ.
મારિઝાન કેપ 18 રન બનાવી આ ઓવરમાં આઉટ થઈ. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 35 રન સાથે અને જોનાસન 1 રન સાથે રમી રહી છે.
દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 35 રન સાથે અને મારિઝાન કેપ 14 રન સાથે રમી રહી છે.10 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 68/3.
મુંબઈની બોલર વોન્ગની ઓવરમાં દિલ્હીને 5 રન મળ્યા. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 27 રન સાથે અને મારિઝાન કેપ 6 રન સાથે રમી રહી છે.
આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. મુંબઈની બોલર એમિલા કેરની ઓવરમાં દિલ્હીને 10 રન મળ્યા. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 26 રન સાથે અને મારિઝાન કેપ 2 રન સાથે રમી રહી છે.
મુંબઈની બોલર સાઈકા ઈશાકની ઓવરમાં દિલ્હીને 1 રન મળ્યા. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 17 રન સાથે અને મારિઝાન કેપ 1 રન સાથે રમી રહી છે.
મુંબઈની બોલર વોન્ગની ઓવરમાં દિલ્હીને 3 રન મળ્યા. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 16 રન સાથે અને મારિઝાન કેપ 1 રન સાથે રમી રહી છે.
દિલ્હી કેપિટલ્સની ત્રીજી વિકેટ પડી, વોન્ગની ફૂલટોસ બોલ પર જેમિમા 9 રન બનાવી કેચ આઉટ થઈ
મુંબઈની બોલર સાઈકા ઈસાકની ઓવરમાં દિલ્હીને 5 રન મળ્યા. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 14 રન સાથે અને જેમિમા 9 રન સાથે રમી રહી છે.
આ ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા.મુંબઈની બોલર સિવર બ્રન્ટની ઓવરમાં દિલ્હીને 13 રન મળ્યા. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 10 રન સાથે અને જેમિમા 8 રન સાથે રમી રહી છે.
આ ઓવરમાં ફાઈનલ મેચની પ્રથમ સિક્સર અને ચોગ્ગો જોવા મળ્યો.મુંબઈની બોલર વોન્ગની ઓવરમાં દિલ્હીને 14 રન મળ્યા. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 1 રન સાથે અને જેમિમા 4 રન સાથે રમી રહી છે. આ ઓવરમાં દિલ્હી દ્વારા બે રિવ્યૂ પણ લેવામાં આવ્યા જેમાં દિલ્હીની નિષ્ફળતા જ મળી.
હેટ્રિક વિકેટ લેનારી મુંબઈની બોલર વોન્ગની ઓવરમાં બીજી વિકેટ પડી. એલિસ કેપ્સી 0 રન બનાવી કેચ આઉટ થઈ.
હેટ્રિક વિકેટ લેનારી મુંબઈની બોલર વોન્ગની ઓવરમાં દિલ્હી કેપિટલ્સની પ્રથમ વિકેટ પડી, શેફાલી વર્મા 11 રન બનાવી કેચ આઉટ
મુંબઈની બોલર સિવર બ્રન્ટની ઓવરમાં દિલ્હીને 2 રન મળ્યા. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 1 રન સાથે અને શેફાલી વર્મા 1 રન સાથે રમી રહી છે.
The two captains are all smiles ahead of the #Final 😃👏#TATAWPL | #DCvMI pic.twitter.com/Dpx5FfymV1
— Women’s Premier League (WPL) (@wplt20) March 26, 2023
દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતી બેટિંગ કરવા ઉતરી છે. બંને ટીમો પાસે ચેમ્પિયન બનીને ઈતિહાસ રચવાની તક છે. ભારતના રાષ્ટ્રગાન સાથે ફાઈનલ મેચની શરુઆત થઈ.
🚨 Team Updates 🚨
What do you make of the two sides in the #Final 🤔#TATAWPL | #DCvMI pic.twitter.com/33MaS18dQH
— Women’s Premier League (WPL) (@wplt20) March 26, 2023
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલવેન : મેગ લેનિંગ (કેપ્ટન), શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, મેરિઝાન કેપ, એલિસ કેપ્સી, જેસ જોનાસન, અરુંધતી રેડ્ડી, તાનિયા ભાટિયા (વિકેટકીપર), રાધા યાદવ, શિખા પાંડે, મિનુ મણિ
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલવેન: યાસ્તિકા ભાટિયા (વિકેટ કીપર), હેલી મેથ્યુઝ, નેટ સાઈવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), કેર, પૂજા વસ્ત્રાકર, ઈસ્સી વોંગ, અમનજોત કૌર, હુમૈરા કાઝી, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક
🚨 Toss Update 🚨@DelhiCapitals win the toss and elect to bat first against @mipaltan. #TATAWPL | #DCvMI | #Final pic.twitter.com/uPm8NOoCCe
— Women’s Premier League (WPL) (@wplt20) March 26, 2023
મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે આ લીગમાં ફરી ટોસ હાર્યો છે. ફાઈનલ મેચમાં ટોસ જીતી દિલ્હી કેપિટલ્સે બેટિંગ પસંદ કરી, 7.30 કલાકે શરુ થશે મેચ. ટૂંક સમયમાં આવશે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન.
વુમન્સ પ્રીમયર લીગની પ્રથમ ફાઈનલ મેચનો ટોસ સાંજે 7 કલાકે થવાની સંભાવના છે. ટોસ માટે દિલ્હી કેપિટલ્સની ટીમની કેપ્ટન અને બર્થ ડે ગર્લ મેગ લૈનિંગ અને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌર મેદાન પર ઉતરશે.
The reason we call it family
The wishes are pouring in from our IPL team all the way from Delhi, for our WPL Team #YehHaiNayiDilli #TATAWPL pic.twitter.com/jepDTJ3UXx
— Delhi Capitals (@DelhiCapitals) March 26, 2023
Ricky Ponting સહિતના ખેલાડીઓએ દિલ્હી કેપિટલ્સની મહિલા ટીમને આજની મોટી મેચ માટે પાઠવી શુભેચ્છા.
“Mumbai ki ladki full form mein final mein #AaliRe!” 🔥
Some special wishes from our #OneFamily ahead of the crunch game. 💙@ImRo45 @surya_14kumar @timdavid8 @TilakV9 @JDorff5 | #MumbaiIndians #WPL2023 #DCvMI #ForTheW pic.twitter.com/3AzosRsP87
— Mumbai Indians (@mipaltan) March 26, 2023
MI પુરૂષ ટીમના કેપ્ટન રોહિત શર્માએ મહિલા ટીમને આજે રાત્રે મોટી મેચ માટે શુભેચ્છા પાઠવતા સંદેશ મોકલ્યો છે.
Which team will have their hands on this prestigious trophy tonight 🏆❓@DelhiCapitals or @mipaltan 🤔#TATAWPL | #DCvMI pic.twitter.com/nhPHp7kNJC
— Women’s Premier League (WPL) (@wplt20) March 26, 2023
મુંબઈ ઈન્ડિયન્સ સ્ક્વોડ: હરમનપ્રીત કૌર, નેટ સાયવર-બ્રન્ટ, એમેલિયા કેર, પૂજા વસ્ત્રાકર, યાસ્તિકા ભાટિયા, હીથર ગ્રેહામ, ઈસાબેલ વોંગ, અમનજોત કૌર, ધારા ગુજ્જર, સાયકા ઈશાક, હેલી મેથ્યુસ, ક્લો ટ્રાયોન, હુમૈરા કાઝી, પ્રિયંકા, યાજકા, સોન , નીલમ બિષ્ટ અને જીન્તિમણી કલિતા.
દિલ્હી કેપિટલ્સ સ્ક્વોડ: જેમિમાહ રોડ્રિગ્સ, મેગ લેનિંગ, શેફાલી વર્મા, રાધા યાદવ, શિખા પાંડે, મેરિઝાન કેપ, તિતાસ સાધુ, એલિસ કેપ્સી, તારા નોરિસ, લૌરા હેરિસ, જસિયા અખ્તર, મિન્નુ મણિ, તાનિયા ભાટિયા, પૂનમ યાદવ, એસ જોનાસ, એસ. દીપ્તિ, અરુંધતી રેડ્ડી અને અપર્ણા મંડલ
Final ready 🏟️👌
Hello from the Brabourne Stadium, CCI 👋#TATAWPL | #DCvMI pic.twitter.com/yjedkhfgmd
— Women’s Premier League (WPL) (@wplt20) March 26, 2023
હવામાનની આગાહી સૂચવે છે કે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની WPL 2023ની ફાઈનલ દરમિયાન વરસાદ નહીં પડે. તાપમાન 24 થી 31 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે
બ્રેબોર્ન સ્ટેડિયમની સ્થિતિ બેટ્સમેનોને ટેકો આપે તેવી શક્યતા છે. ઝડપી બોલરોને થોડી હિલચાલ મળશે પરંતુ એકંદરે તે સારી બેટિંગ સપાટી છે. ચાહકો આજે રવિવારે ઉચ્ચ સ્કોરિંગ થ્રિલર ફાઈનલ મેચની અપેક્ષા રાખી શકે છે.
After 2️⃣1️⃣ matches, it all boils down to this.
2️⃣ magnificent teams. Only 1️⃣ will be crowned CHAMPIONS tonight.
ARE. YOU. READY ❓
#DCvMI | @DelhiCapitals | @mipaltan | #Final pic.twitter.com/OZ6AFzBVGW— Women’s Premier League (WPL) (@wplt20) March 26, 2023
ચાહકો ટેલિવિઝન પર સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મહિલા પ્રીમિયર લીગ 2023ની ફાઈનલ જોઈ શકે છે. લાઇવ સ્ટ્રીમિંગ Jio Cinema પર પણ ઉપલબ્ધ હશે.
– !
For one last time this season, @DelhiCapitals @mipaltan in the summit clash of #TATAWPL #DCvMI | #Final pic.twitter.com/mERxsKez8X
— Women’s Premier League (WPL) (@wplt20) March 26, 2023
આજે 26 માર્ચ, 2023ના રોજ બ્રેબોન સ્ટેડિયમમાં વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની ફાઈનલ મેચ રમાશે. આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ વચ્ચે રમાશે. આ મેચનો ટોસ સાંજે 7 વાગ્યે અને મેચની શરુઆત 7.30 કલાકે થાય તેવી સંભાવના છે. બંને ટીમોએ વુમન્સ પ્રીમિયર લીગમાં શાનદાર દેખાવ કર્યો છે. આ બંને ટીમ ફાઈનલ મેચ જીતવા માટે દાવેદાર માનવામાં આવી રહી છે.
Published On - 10:56 pm, Sun, 26 March 23