Mumbai Indians એ લોન્ચ કરી 2 નવી ટીમો, જાણો કઈ લીગમાં નજર આવશે

|

Aug 10, 2022 | 9:32 PM

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) યુએઈ અને સાઉથ આફ્રિકામાં ધમાલ મચાવવાની તૈયારી કરી રહી છે. સાઉથ આફ્રિકા T20 લીગમાં મુંબઈ સહિત 6 IPL ફ્રેન્ચાઈઝીએ ટીમ ખરીદી છે.

Mumbai Indians એ લોન્ચ કરી 2 નવી ટીમો, જાણો કઈ લીગમાં નજર આવશે
Mumbai Indians ની બે નવી ટીમ ટી20 ક્રિકેટમાં જોવા મળશે

Follow us on

IPL ની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ફ્રેન્ચાઈઝીએ 2 નવી ટીમો લોન્ચ કરી છે. આ બંને નવી ટીમો UAE અને દક્ષિણ આફ્રિકામાં ધમાલ મચાવવાની તૈયારી કરી રહી છે. સૌથી વધુ 5 વખત IPL ખિતાબ જીતનાર મુંબઈ ફ્રેન્ચાઈઝીની માલિક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે UAE અને દક્ષિણ આફ્રિકાની T20 લીગ માટે મુંબઈ અમીરાત (MI Emirates) અને મુંબઈ કેપટાઉન (MI Cape Town) નામની 2 નવી ટીમો લોન્ચ કરી છે. આમ હવે મુંબઈ ઈન્ડિયન્સ ટીમની ફેન્ચાઈઝી દ્વારા વિદેશી લીગમાં પણ પોતાની ટીમ ઉતરનારી હોઈ આ માટે તૈયારીઓ કરી દીધી છે. સાથે જ ટીમના નામ થી લઈ અન્ય સસ્પેન્સ પણ એક બાદ એક ચાહકો સામે ખોલી રહ્યા છે.

કેવી હશે બંને ટીમોની જર્સી

મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને બંને ટીમોના નામની જાહેરાત કરી છે. આ સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે બંને ટીમોની જર્સી કેવી રીતે હશે, એમિરેટ્સ અને કેપટાઉન બંને મુંબઈ ઈન્ડિયન્સના પરિવારનો ભાગ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

કેવી હશે બંને ટીમોની જર્સી

મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને બંને ટીમોના નામની જાહેરાત કરી છે. આ સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે બંને ટીમોની જર્સી કેવી રીતે હશે, એમિરેટ્સ અને કેપટાઉન બંને મુંબઈ ઈન્ડિયન્સના પરિવારનો ભાગ છે.

આવી સ્થિતિમાં બંને ટીમોની જર્સી મુંબઈ ઈન્ડિયન્સ જેવી જ હશે. એટલે કે બંને ટીમોની જર્સીમાં બ્લુ અને ગોલ્ડન કલર જોવા મળશે. અમીરાત અને કેપ ટાઉન ટીમોને ત્યાંના ચોક્કસ શહેરને ધ્યાનમાં રાખીને નામ આપવામાં આવ્યા છે. હવે આ ફ્રેન્ચાઈઝીની નજર યુએઈ અને દક્ષિણ આફ્રિકામાં પણ આઈપીએલનું પ્રદર્શન અને પ્રભુત્વ જાળવી રાખવા પર રહેશે.

આગામી થોડા અઠવાડિયામાં હરાજી શક્ય છે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર નીતા અંબાણીએ કહ્યું કે મને ખાતરી છે કે બંને નવી ટીમો સમાન રીતે વિકાસ કરશે અને MIના વૈશ્વિક ક્રિકેટ વારસાને વધુ ઊંચાઈ પર લઈ જશે. UAE અને દક્ષિણ આફ્રિકા બંને T20 લીગ આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થઈ શકે છે. દક્ષિણ આફ્રિકા લીગમાં 30 માર્કી આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ભાગ લઈ શકે છે. લીગના આયોજકોએ કહ્યું કે આ સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. આ લીગ માટે ખેલાડીઓની હરાજી આગામી થોડા અઠવાડિયામાં થઈ શકે છે.

આઈપીએલની 6 ફ્રેન્ચાઈઝીએ ટીમ ખરીદી

મુંબઈ ઈન્ડિયન્સ સહિત 6 આઈપીએલ ફ્રેન્ચાઈઝીએ દક્ષિણ આફ્રિકા ટી20 લીગમાં ટીમો ખરીદી છે. મુંબઈ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનૌ સુપરજાયન્ટ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને દિલ્હીના સહ-માલિક JSWએ પણ ટીમ ખરીદી છે.

Published On - 9:28 pm, Wed, 10 August 22

Next Article