વર્લ્ડ કપ બાદ લગ્ન સિઝન શરૂ, આ ભારતીય ક્રિકેટરની પડી વિકેટ, પ્રેમિકા સાથે કર્યા લગ્ન

ટીમ ઈન્ડિયા અને રાજસ્થાન રોયલ્સના ઝડપી બોલર નવદીપ સૈનીએ ગર્લફ્રેન્ડ સ્વાતિ અસ્થાના સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. નવદીપ સૈનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી આ અંગે ફેન્સને જાણકારી આપી હતી. તસવીરોની સાથે નવદીપ સૈનીએ પત્ની માટે ખાસ મેસેજ લખ્યો હતો, સાથે જ તમામનો આભાર પણ માન્યો હતો.

વર્લ્ડ કપ બાદ લગ્ન સિઝન શરૂ, આ ભારતીય ક્રિકેટરની પડી વિકેટ, પ્રેમિકા સાથે કર્યા લગ્ન
Navdeep Saini Marriage
| Updated on: Nov 24, 2023 | 12:58 PM

એક તરફ જ્યાં ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 5 મેચની T20 સીરિઝ રમવામાં વ્યસ્ત છે તો બીજી તરફ ભારતીય ટીમમાંથી બહાર રહેલા ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ સારા સમાચાર આપ્યા છે. નવદીપ સૈનીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેણે સ્વાતિ અસ્થાનાને પોતાની લાઈફ પાર્ટનર બનાવી છે.

નવદીપ સૈનીએ ગર્લફ્રેન્ડ સ્વાતિ અસ્થાના સાથે કર્યા લગ્ન

ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ પોતાની ગર્લફ્રેન્ડ સ્વાતિ અસ્થાના સાથે લગ્ન કરી લીધા છે. વર્ષ 2019માં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર આ ફાસ્ટ બોલરે સોશિયલ મીડિયા દ્વારા પોતાના લગ્નની માહિતી આપી હતી.

નવદીપ સૈનીએ પોસ્ટ કરી આપી જાણકારી

નવદીપ સૈનીએ લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને કેપ્શન લખ્યું, ‘તમારી સાથે, દરેક દિવસ પ્રેમનો દિવસ છે. આજે અમે નક્કી કર્યું છે કે આપણે કાયમ સાથે રહીશું. તમારા બધાના આશીર્વાદ હંમેશા રહે, અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે.

ભારતીય ક્રિકેટરોએ નવદંપતીને અભિનંદન પાઠવ્યા

નવદંપતી નવદીપ સૈની અને સ્વાતિ અસ્થાના સફેદ રંગના લગ્નના આઉટફિટમાં જોવા મળ્યા હતા. નવદીપ સૈનીએ સફેદ રંગની શેરવાની જ્યારે સ્વાતિ સફેદ રંગના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. નવદીપ સૈનીની તસવીર પર અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ શીત અનેક ભારતીય ક્રિકેટરોએ કોમેન્ટ કરી અને અને નવદંપતીને અભિનંદન પાઠવ્યા હતા.

નવદીપ સિંહની દુલ્હનિયા કોણ છે?

સ્વાતિ અસ્થાના સોશિયલ મીડિયા પ્રભાવક છે. તેણીની એક YouTube ચેનલ પણ છે જેના પર તે ફેશન, ટ્રાવેલ અને લાઈસ્ટાઈલ પર વ્લોગ્સ બનાવે છે. સ્વાતિ ઈન્સ્ટાગ્રામ પર ફેમસ છે અને તેના પેજ પર 80,000 થી વધુ ફોલોઅર્સ છે.

આ પણ વાંચો : પહેલી T20માં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ બે ઓવર વધુ ફેંકી, જાણો આવું કેવી રીતે થયું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો