રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાંથી હાલમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રણજી ટ્રોફીની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ મધ્ય પ્રદેશની ક્રિકેટ ટીમે આંધ્ર પ્રદેશને હરાવીને રણજી ટ્રોફીની સેમી ફાઈનલ મેચમાં જગ્યા બનાવી લીધી છે. મધ્ય પ્રદેશે આ મેચમાં આંધ્ર પ્રદેશની ટીમને 5 વિકેટથી હરાવી છે.
આ મેચમાં ઘાયલ થવા છતા બેટિંગ કરનાર આંધ્ર પ્રદેશના હનુમા વિહારીની મહેનત પણ એડે ગઈ હતી. જણાવી દઈએ કે મેચ દરમિયાન પ્રથમ પારીમાં આવેશ ખાનની બોલ પર હાથમાં બોલ વાગતા હનુમા વિહારીને ફ્રેક્ચર થયું હતું. ઘાયલ થવા છતાં હનુમા વિહારી બંને પારીમાં તેણે એક હાથથી બેટિંગ કરી હતી.
આ કવાર્ટર ફાઈનલ મેચમાં આંધ્ર પ્રદેશની ટીમે પ્રથમ બેટિંગ કરતા 379 રન બનાવ્યા હતા. ત્યારે બાદ મધ્ય પ્રદેશની ટીમ 228 બનાવી ઓલ આઉટ થઈ હતી. ત્યારબાદ પોતાના પ્રદર્શનથી મધ્ય પ્રદેશની ટીમ આ મેચમાં જીત મેળવવામાં સફળ રહી હતી.
What a champion. Always putting team ahead of himself. Shows the commitment. Super proud of you bro. @Hanumavihari #AndhravsMP pic.twitter.com/NTRBh3dCfk
— Basanth Jain (@basanthjain) February 1, 2023
આંધ્ર પ્રદેશના હનુમા વિહારીએ રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પોતાના દૃઢ મનથી દરેકનું દિલ જીતી લીધું હતું. મધ્ય પ્રદેશ સામેની મેચમાં તેને કાંડામાં ફ્રેક્ચર થયું હતું. આવી સ્થિતિમાં તે ડાબોડી બેટ્સમેન બન્યો અને પોતાની ટીમ માટે બેટિંગ કરવા આવ્યો. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા પણ ફટકાર્યા હતા. આ ચોગ્ગામાંથી એક ફાસ્ટ બોલર અવેશ ખાનના બોલ પર હતો.
હનુમા વિહારીએ તેની ઇનિંગ્સથી સિડની ટેસ્ટની યાદ અપાવી હતી. તેણે અશ્વિન સાથે મળીને ઓસ્ટ્રેલિયા સામેની મેચ રમી હતી. આ મેચ દરમિયાન તેને હેમસ્ટ્રિંગની સમસ્યા હતી. તેમ છતાં તેણે બેટિંગ ચાલુ રાખી અને ભારતની હાર ટાળી હતી.
Hanuma Vihari one handed batting due to fracture his wrist.#HanumaVihari #INDvsAUSpic.twitter.com/t9hVDTRMmY
— Drink Cricket 🏏 (@Abdullah__Neaz) February 1, 2023
આ મેચની પ્રથમ ઇનિંગમાં તેણે 37 બોલમાં 16 રન બનાવ્યા હતા. આ પછી તેને ઈજા થઈ હતી. સ્કેન બાદ જાણવા મળ્યું કે તે પાંચથી છ અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેશે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે નક્કી કર્યું કે વિહારી જ્યારે જરૂર પડશે ત્યારે જ બેટિંગ કરશે. આંધ્ર પ્રદેશ તરફથી શરૂઆતમાં રિકી ભુઇ (149) અને કરણ શિંદે (110) રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં વિહારીને બેટિંગમાં આવવાની જરૂર નહોતી, પરંતુ આ બંનેના આઉટ થતાં જ આંધ્ર પ્રદેશની ટીમ ભાંગી પડી હતી.
આવી સ્થિતિમાં વિહારી બીજી વખત બેટિંગ કરવા આવ્યો હતો. ડાબા હાથે બેટિંગ કરીને તેણે પોતાના અંગત સ્કોર 27 રન સુધી પહોંચાડ્યો હતો. આંધ્ર પ્રદેશે પ્રથમ દાવમાં 379 રન બનાવ્યા હતા. તેણે 13 ઇનિંગ્સમાં બે અડધી સદીની મદદથી 39.58ની એવરેજથી 475 રન બનાવ્યા હતા.