ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે રવિવારે T20 શ્રેણી (T20 Series) ની પાંચમી અને છેલ્લી T20 મેચ રમાઈ હતી. બેંગ્લોરમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ ફરી એકવાર ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવી પડી હતી. આખી સિરીઝની આ હાલત રહી છે. એટલે કે ટીમ ઈન્ડિયા દરેક મેચમાં ટોસ હારી છે. મહત્વનું છે કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પાંચ મેચની ટી20 સીરિઝ 2-2 થી સરભર રહી હતી. સીરિઝની પાંચમી અને નિર્ણાયક મેચ વરસાદના કારણે રદ્દ થતા સીરિઝ સરભર રહી હતી.
આ સાથે સુકાની રિષભ પંત (Rishabh Pant) એવો પ્રથમ સુકાની બન્યો છે જેણે પાંચ T20Iની દ્વિપક્ષીય શ્રેણીમાં તેના તમામ ટોસ હાર્યા હોય. રિષભ પંતે પણ આ સિરીઝથી કેપ્ટનશિપમાં ડેબ્યુ કર્યું હતું અને તેની શરૂઆત નસીબની દૃષ્ટિએ સારી રહી નથી.
અત્યાર સુધી 19 શ્રેણીમાં આવું બન્યું છે જ્યારે કોઈ સુકાની પાંચ કે તેથી વધુ મેચોની દ્વિપક્ષીય શ્રેણીમાં 4 વખત ટોસ હાર્યો હોય. પુરૂષોની ટી20માં 10 વખત અને વિમેન્સ ટી20માં 9 વખત આવું બન્યું છે. પરંતુ આ પહેલી વખત છે જ્યારે કોઈ પાંચ મેચની શ્રેણીમાં પાંચેય ટોસ હારી ગયું હોય.
આ સિરીઝમાં ખાસ વાત એ હતી કે રિષભ પંતે તમામ ટોસ હાર્યા હતા. ટીમ ઈન્ડિયા (Team India) એ તમામમાં પ્રથમ બેટિંગ કરી હતી અને કોઈપણ મેચમાં ટીમ ઈન્ડિયાએ તેના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.
– પહેલી ટી20: ભારતે ટોસ અને મેચ ગુમાવી
– બીજી ટી20: ભારતે ટોસ અને મેચ ગુમાવી
– ત્રીજી ટી20: ભારતે ટોસ ગુમાવ્યો પણ મેચ જીતી લીધી
– ચોથી ટી20: ભારતે ટોસ ગુમાવ્યો પણ મેચ જીતી લીધી
– પાંચમી ટી20: ભારતે ટોસ ગુમાવ્યો, મેચ વરાસદન કારણે રદ્દ થઇ
પાંચ મેચની T20I શ્રેણી 2-2 થી ડ્રોમાં પુરી થઈ. બેંગલુરુમાં છેલ્લી મેચ વરસાદ ને કારણે પૂર્ણ થઈ શકી ન હતી અને તેને રદ કરવામાં આવી હતી. સુકાની રિષભ પંતના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ શ્રેણી હતી. જેથી તેમને પ્રથમ શ્રેણીમાં જીત કે હારનો સ્વાદ ચાખવો પડ્યો ન હતો.