LSG vs RCB Live Score, IPL 2023 Highlights: આસાન લક્ષ્ય ચેઝ કરવામાં નિષ્ફળ રહ્યુ લખનૌ, બેંગ્લોરનો 18 રનથી વિજય

Lucknow Super Giants, Royal Challengers Bangalore Live Score in Gujarati Highlights: લખનૌ સુપર જાયન્ટ્સ આજે બેંગ્લોરને હરાવીને નંબર 1 પર પહોંચવાનો ઈરાદોર રાખશે, જ્યારે RCB ની નજરમાં પ્લેઓફ રેસ હશે.

LSG vs RCB Live Score, IPL 2023 Highlights: આસાન લક્ષ્ય ચેઝ કરવામાં નિષ્ફળ રહ્યુ લખનૌ, બેંગ્લોરનો 18 રનથી વિજય
LSG vs RCB Live Score in Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 12:15 AM

IPL 2023 ની 43 મી મેચ લખનૌ ના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજની ટક્કર થઈ રહી છે. બેંગ્લોર આજે પ્લેઓફની રેસને નજરમાં રાખીને જીતનો ઈરાદો રાખશે. જ્યારે લખનૌ માટે નંબર-1 ની ખુરશી નજર સામે હશે. લખનૌ ફરી ટોચના સ્થાને પહોંચવા માટે દમ લગાવશે. લખનૌ આજે ઘર આંગણે રમી રહ્યુ છે અને સિઝનમાં 9મી મેચ રમતા છઠ્ઠી મેચ જીતવા તાકાત લગાવશે. લખનૌ અત્યાર સુધી 8 મેચ રમીને 5 મેચમાં જીત મેળવી ચુક્યુ છે. જ્યારે બેંગ્લોરે 8 મેચ રમીને 4 મેચમમાં જીત મેળવી છે.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 01 May 2023 11:31 PM (IST)

    LSG vs RCB Live Score: નવીન ઉલ હક આઉટ

    19મી ઓવરમાં નવીન ઉલ હકના બેટની કિનારી અડકીને સીધો જ બોલ વિકેટ કીપરના હાથમાં પહોંચ્યો હતો. અપિલ થવા સાથે જ અંપાયરે આંગળી ઉચી કરી દીધી હતી અને આ સાથે જ લખનૌની મુશ્કેલી વધી ગઈ હતી.

  • 01 May 2023 11:31 PM (IST)

    LSG vs RCB Live Score: નવીન ઉલ હકનો ચોગ્ગો

    18મી ઓવરના ચોથા બોલ પર નવીન ઉલ હકે ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવર હર્ષલ પટેલ લઈે આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર નવીને ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 9 રન આવ્યા હતા.


  • 01 May 2023 11:27 PM (IST)

    LSG vs RCB Live Score: અમિત મિશ્રાની બાઉન્ડરી

    17મી ઓવર લઈને મોહમ્મદ સિરાજ આવ્યો હતો. ઓવરના બીજા બોલને અમિત મિશ્રાએ આ ચોગ્ગો થર્ડમેન તરફ ફટકાર્યો હતો. મિશ્રાજી થોડોક સદનસીબ રહ્યો હતો. તેને જોકે ચોગ્ગો મળ્યો હતો.

  • 01 May 2023 11:11 PM (IST)

    LSG vs RCB Live Score: રવિ બિશ્નોઈ આઉટ

    15મી ઓવરમાં લખનૌએ રન આઉટના ચક્કરમાં વિકેટ ગુમાવી હતી. ઓવરમાં કેચ છૂટ્યો હતો, પરંતુ ખૂબ જ મોટી ભૂલ કરી દીધી હોય એમ રન દોડી લેતા વિકેટ ગુમાવી દીધી હતી. બિશ્નોઈ માત્ર 5 જ રન નોંધાવીને વિકેટ ગુમાવી હતી.

  • 01 May 2023 10:56 PM (IST)

    LSG vs RCB Live Score: કૃષ્ણપ્પા ગૌતમ આઉટ

    લો હવે 7મી વિકેટ પણ ગુમાવી. વધુ એક ખેલાડી લખનૌના ડગ આઉટ પરત આવ્યો છે. કૃષ્ણપ્પા ગૌતમ સારી રમત રમી રહ્યો હતો. એ દરમિયાન જ તે રન આઉટ થઈને પરત ફર્યો હતો. બે રન લેવાના પ્રયાસમાં ગૌતમે રન આઉટ થઈને પરત ફરવુ પડ્યુ છે.

  • 01 May 2023 10:54 PM (IST)

    LSG vs RCB Live Score: સ્ટોઈનીસ આઉટ

    છઠ્ઠી વિકેટ લખનૌએ ગુમાવી દીધી છે. લખનૌએ 11મી ઓવરના ચોથા બોલ પર માર્કસ સ્ટોઈનીસના રુપમાં આ વિકેટ ગુમાવી છે. સ્ટોઈનીસે લોંગ ઓફ પર બોલને જમાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં બાઉન્ડરી નજીક ઉભેલા સુયશ પ્રભુદેસાઈના હાથમાં કેચ ઝડપાયો હતો.

  • 01 May 2023 10:46 PM (IST)

    LSG vs RCB Live Score: કૃષ્ણપ્પા ગૌતમે વધુ સિક્સર જમાવી

    10મી ઓવરના પાંચમાં બોલ પર કૃષ્ણપ્પા ગૌતમે છગ્ગો જમાવ્યો હતો. ઓવરનો પાંચમો બોલ ફુલર હતો અને સીધા બેટથી ગૌતમે શોટ જમાવ્યો હતો. દમદાર શોટ વડે બોલ સીધો જ બાઉન્ડરીને પાર દર્શકો વચ્ચે પહોંચ્યો હતો. ઓવરમાં 10 રન આવ્યા હતા.

  • 01 May 2023 10:44 PM (IST)

    LSG vs RCB Live Score: કૃષ્ણપ્પા ગૌતમે છગ્ગો જમાવ્યો

    9મી ઓવરના પ્રથમ બોલ પર જ કૃષ્ણપ્પા ગૌતમે છગ્ગો ફટાકાર્યો હતો. ગૌતમે ડીપ સ્ક્વેર લેગ પર પુલ કરીને છગ્ગો ફટકાર્યો હતો. આગળના બોલ પર ગૌતમે સ્વીપ કરીને ફાઈન લેગ પર બાઉન્ડરી મેળવી હતી.

  • 01 May 2023 10:40 PM (IST)

    LSG vs RCB Live Score: પૂરન આઉટ

    7મી ઓવર કર્ણ શર્માએ કસીને કરીને હતી. ઓવરના અંતિમ બોલ પર નિકોલસ પૂરનની વિકેટ ઝડપી હતી. આ સાથે જ લખનૌની અડધી ટીમ હોમગ્રાઉન્ડ પર પેવેલિયન પરત ફરી હતી. સ્લોગ કરવા જતા પૂરન ડીપ મિડવિકેટ પર લોમરોરના હાથમાં કેચ ઝડપાયો હતો.

  • 01 May 2023 10:37 PM (IST)

    LSG vs RCB Live Score: પૂરને જમાવ્યો છગ્ગો

    નિકોલસ પૂરને ક્રિઝ પર આવતા જ છગ્ગો ફટકાર્યો હતો. ઓવરનો બીજો બોલ હતો અને પૂરન દીપકના આઉટ થયા બાદ મેદાનમાં આવતા જ ફુલર બોલ પર લોંગ ઓન પર સ્લોગ સ્વીપ કરીને છગ્ગો ફટકાર્યો હતો.

  • 01 May 2023 10:36 PM (IST)

    LSG vs RCB Live Score: દીપક હુડ્ડા આઉટ

    વાનિન્દુ હસારંગા પાવર પ્લેની અંતિમ ઓવર લઈને આવ્યો હતો. વધુ એક ઓવરની શરુઆતે લખનૌએ વિકેટ ગુમાવી છે. પ્રથમ બોલ પર જ ફ્લિક કરવાના પ્રયાસમાં ગુગલી બોલ પર ચુકી જતા સ્ટંપિંગ થઈને દીપક હુડ્ડા વિકેટ ગુમાવી પરત ફર્યો હતો. હુડ્ડા માત્ર 1 જ રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 01 May 2023 10:34 PM (IST)

    LSG vs RCB Live Score: સ્ટોઈનીસની સિક્સર

    જોસ હેઝલવુડે ઓફ સ્ટંપ ફુલર બોલ કર્યો હતો. ઓવરના પાંચમાં બોલને સ્ટોઈનીસે ઉઠાવી દેતા બોલ સીધો જ સાઈટ સ્ક્રીન પર જઈને પડ્યો હતો. શાનદાર છગ્ગો સ્ટોઈનીસના બોલથી આવ્યો હતો.

  • 01 May 2023 10:33 PM (IST)

    LSG vs RCB Live Score: આયુષ બડોની OUT

    પાંચમી ઓવર લઈને જોસ હેઝલવુડ આવ્યો છે. ઓવરના પ્રથમ બોલ પર હેઝલવુડ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે. આસાન લક્ષ્યને ચેઝ કરવા જતા લખનૌએ ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. આમ ઈનીંગની શરુઆત જ હવે ખરાબ થઈ ચુકી છે. આયુષ બડોની માત્ર 4 રન નોંધાવીને પરત ફર્યો છે.

  • 01 May 2023 10:31 PM (IST)

    LSG vs RCB Live Score: કૃણાલ પંડ્યા OUT

    ચોથી ઓવર લઈને ગ્લેન મેક્સવેલ આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર તેણે કૃણાલ પંડ્યાને પોતાનો શિકાર બનાવ્યો હતો. મેક્સેલના ઓફ સ્ટંપ બોલને સીધો લોંગ ઓફ માં વિરાટ કોહલીના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. પંડ્યા 14 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 01 May 2023 10:29 PM (IST)

    LSG vs RCB Live Score: કૃણાલ પંડ્યાના સળંગ 3 ચોગ્ગા

    મોહમ્મદ સિરાજ ત્રીજી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલ પર સળંગ ત્રણ ચોગ્ગોનો માર સહન કર્યો હતો. કૃણાલ પંડ્યાએ આ ત્રણેય ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરમાં 16 રન લખનૌએ મેળવ્યા હતા.

  • 01 May 2023 10:24 PM (IST)

    LSG vs RCB Live Score: લખનૌને શરુઆતે જ ઝટકો

    પ્રથમ ઓવર લઈને આવ્યો હતો અને ઓવરના બીજા બોલ પર લખનૌને મોટો ઝટકો લાગ્યો છે. ઓપનર કાઈલ મેયર્સની વિકેટ ગુમાવી છે. મેયર્સે પુલ કરવાના પ્રયાસમાં ડ સિઝો મિડ ઓનમાં અનુજ રાવતના હાથમાં કેચ આપી દેતા શૂન્ય રને પરત ફર્યો હતો.

  • 01 May 2023 09:37 PM (IST)

    LSG vs RCB Live Score: કર્ણ શર્મા આઉટ

    અંતિમ ઓવરમાં બીજા અને ત્રીજા બોલ પર બેંગ્લોરે સળંગ બે વિકેટ ગુમાવી હતી. નવીન ઉલ હક ઓવરને લઈ આવ્યો હતો અને કર્ણ શર્મા અને સિરાજ બેક ટુ બેક વિકેટ ગુમાવી ચુક્યા છે.

  • 01 May 2023 09:32 PM (IST)

    LSG vs RCB Live Score: દિનેશ કાર્તિક આઉટ

    19મી ઓવરના ચોથા બોલ પર રન આઉટ વડે બેંગ્લોરે વિકેટ ગુમાવી છે. દિનેશ કાર્તિક રન આઉટ થઈને પરત ફર્યો છે. 16 રન નોંધાવીને ડીકે રન લેવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી દીધી હતી.

  • 01 May 2023 09:30 PM (IST)

    LSG vs RCB Live Score: લોમરોર આઉટ

    નવીન ઉલ હકે 18મી ઓવરના પાંચમાં બોલ પર મહિપાલ લોમરોરને લેગ બિફોર કરીને પરત મોકલ્યો છે. મહિપાલ માત્ર 3 જ રન નોંધાવીને આઉટ થયો હતો. રિવ્યુ લીધો હતો પરંતુ ફિલ્ડ અંપાયરનો નિર્ણય યોગ્ય રહ્યો હતો.

  • 01 May 2023 09:20 PM (IST)

    LSG vs RCB Live Score: ડુપ્લેસિસ આઉટ

    ફાફ ડુ પ્લેસિસ મોટા શોટના ચક્કરમાં હવામાં બોલને મોકલતા તેકવર પર કૃણાલ પંડ્યાએ કેટ ઝડપ્યો હતો. કૃણાલ પંડ્યાએ શાનદાર કેચ ઝડપતા ડુપ્લેસિસની ઈનીંગનો અંત આવ્યો હતો.

  • 01 May 2023 09:18 PM (IST)

    LSG vs RCB Live Score: દિનેશ કાર્તિકે છગ્ગો ફટકાર્યો

    અમિત મિશ્રા 17મી ઓવર લઈને આવ્યો છે. ઓવરના બીજા બોલ પર દિનેશ કાર્તિકે છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના બીજા બોલને કાર્તિકે કમાલના કનેક્શન સાથે મિડ વિકેટ તરફ છગ્ગો જમાવ્યો હતો. બેકફુટ પર જઈને ગુગલી બોલ પર સિક્સર ફટકારી હતી.

  • 01 May 2023 09:16 PM (IST)

    LSG vs RCB Live Score: વરસાદ બાદ મેચ ફરી શરુ

    ફાફ ડુ પ્લેસિસ અને દિનેશ કાર્તિક રમતમાં છે. વરસાદ બાદ મેચ ફરી શરુ થઈ છે.  મેચ ફરી શરુ થતા જ દિનેશ કાર્તિકે નવીન ઉલ હકના બોલ પર ચોગ્ગો ફટકાર્યો છે.

  • 01 May 2023 09:03 PM (IST)

    LSG vs RCB Live Score: મેચમાં વરસાદનો ખલેલ

    15.2 ઓવર બાદ વરસાદને લઈ મેચને રોકી દેવી પડી હતી. પીચ પર કવર્સ લગાવવામાં આવ્યા હતા. જોકે વરસાદ તુરત રોકાઈ જતા જલદી મેચ ફરી શરુ થવાની  આશા છે.

  • 01 May 2023 08:50 PM (IST)

    LSG vs RCB Live Score: પ્રભુદેસાઈ આઉટ

    અમિત મિશ્રાએ પ્રભુદેસાઈને કૃષણપ્પાના હાથમાં કેચ ઝડપાવ્યો છે. સુયશ માત્ર 6 રન નોંધાવીને પરત ફર્યો છે. બેંગ્લોરે પોતાની ચોથી વિકેટ આ સાથે ગુમાવી છે. આમ બેંગ્લોર હવે મુશ્કેલીઓમાં ફસાઈ રહેવાની સ્થિતી છે.

  • 01 May 2023 08:34 PM (IST)

    LSG vs RCB Live Score: મેક્સવેલ સસ્તામાં આઉટ

    રવિ બિશ્નોઈએ આજે બીજી મોટી વિકેટ ઝડપી છે. મેક્સવેલને સસ્તામાં ગડ આઉટમાં પરત મોકલ્યો છે. 13મીઓ વરના ચોથા બોલ મેક્સવેલને તેણે લેગબિફોર આઉટ કર્યો હતો. મેક્સવેલે રિવ્યૂ લીધો હતો પરંતુ તે આઉટ જ રહ્યો હતો. મેક્સી સ્વિચ હિટ લગાવવાની કોશીષમાં વિકેટ ગુમાવી બેઠો હતો.

  • 01 May 2023 08:24 PM (IST)

    LSG vs RCB Live Score: અનુજ આઉટ

    કૃષ્ણપ્પા ગૌતમ પોતાની બીજી અને ઈનીંગની 12મી ઓવર લઈને આવ્યો છે. ઓવરના ચોથા બોલને અનુજ રાવત પુલ કરવા જતા વિકેટ ગુમાવી બેઠો હતો. બેંગ્લોરની ધીમી રમત દરમિયાન બીજો ઝટકો લાગ્યો છે. રાવત 9 રન નોંધાવીને મેયર્સના હાથમાં કેચ ઝડપાયો હતો.

  • 01 May 2023 08:18 PM (IST)

    LSG vs RCB Live Score: કૃષ્ણપ્પાએ માત્ર 3 જ રન આપ્યા

    કૃષ્ણપ્પા ગૌતમ 10મી ઓવર લઈને આવ્યો છે. ઓવર તેણે કરકસર ભરી કરી હતી. આ તેની પ્રથમ ઓવર હતી અને માત્ર 3 સિંગલ રન ઓવરમાં આપ્યા હતા. આગળની ઓવરના અંતિમ બોલ પર કોહલીએ વિકેટ ગુમાવી હતી.

  • 01 May 2023 08:15 PM (IST)

    LSG vs RCB Live Score: વિરાટ કોહલી OUT

    રવિ બિશ્નોઈએ મોટી સફળતા 9મી ઓવરના અંતમાં મેળવી છે. ઓવરના અંતિમ બોલ પર વિરાટ કોહલીએને થાપ ખવડાવી બોલને વિકેટકીપર પૂરનના હાથમાં પહોંચાડ્યો હતો. કોહલીએ ફુટવર્ક વડે શોટ જમાવવા માંગતો હતો અને તે સ્ટંપિંગ થઈને પરત ફર્યો હતો. કોહલીએ 31 રન નોંધાવ્યા હતા.

  • 01 May 2023 08:13 PM (IST)

    LSG vs RCB Live Score: વિરાટ કોહલીની બાઉન્ડરી

    યશ ઠાકુર 7મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર વિરાટ કોહલીએ ડીપ કવરની બાજુમાં ડ્રાઈવ કરીને આસાનીછી ચોગ્ગો મેળવ્યો હતો. આમ ધીમી રમતમાં બાઉન્ડરીએ સ્કોર બોર્ડમાં ચાર રન ઉમેર્યા હતા.

  • 01 May 2023 07:58 PM (IST)

    LSG vs RCB Live Score: પાવર પ્લે સમાપ્ત, સ્કોર 42/0

    પાવર પ્લે સમાપ્ત થયો છે, વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસની જોડીએ 42 રન આ દરમિયાન નોંધાવ્યા છે. બંનેએ શરુઆત સારી કરવા માટે પ્રયાસ કર્યો છે. વિના વિકેટે પાવર પ્લેમાં ઓપનર જોડીએ સ્કોપ બોર્ડ આગળ વધાર્યુ છે.

  • 01 May 2023 07:53 PM (IST)

    LSG vs RCB Live Score:ડુપ્લેસિસે છગ્ગો ફટકાર્યો

    ચોથી ઓવર લઈને નવીન ઉલ હક આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર ડુપ્લેસિસે છગ્ગો ફટકાર્યો હતો. એક્સ્ટ્રા કવરની દિશામાં ઉઠાવીને છગ્ગા ફટકાર્યો હતો. આગળના બોલ પર વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 01 May 2023 07:53 PM (IST)

    LSG vs RCB Live Score:ફાફ ડુપ્લેસિસની બાઉન્ડરી

    બીજી ઓવર લઈને સ્ટોઈનીસ આવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર ફાફ ડુપ્લેસિસે કવર તરફ ગેપમાં ચોગ્ગો ફટકાર્યો હતો. કેએલ રાહુલે ચોગ્ગાને રોકવા માટે પ્રયાસ કર્યો હતો.

  • 01 May 2023 07:46 PM (IST)

    LSG vs RCB Live Score:કોહલીએ બાઉન્ડરી જમાવી

  • 01 May 2023 07:16 PM (IST)

    LSG vs RCB Live Score : આવી છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

     

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સુયશ પ્રભુદેસાઇ, વાનિન્દુ હસરાંગા, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ

    RCB ઈમ્પેક્ટ સબ્સ: હર્ષલ પટેલ, શાહબાઝ, વૈશક, બ્રેસવેલ અને સોનુ યાદવ.

    લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટકીપર), કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, અમિત મિશ્રા, યશ ઠાકુર

    LSG ઇમ્પેક્ટ સબ્સ: બદોની, ડેનિયલ સેમ્સ, અવેશ ખાન, ડી કોક, પ્રેરક માંકડ.

  • 01 May 2023 07:06 PM (IST)

    LSG vs RCB Live Score : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે જીત્યો ટોસ

     

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતી બેંટિગ પસંદ કરી, કેપ્ટન તરીકે ડુ પ્લેસીની વાપસી થઈ છે. છેલ્લી કેટલીક મેચમાં ડુ પ્લેસીના સ્થાને વિરાટ કોહલી કેપ્ટન તરીકે બેંગ્લોરની આગેવાની કરી રહ્યો હતો. જ્યારે ડુ પ્લેસી ઈમ્પેક્ટ પ્લેયર તરીકે માત્ર બેંટિગ માટે આવતો હતો. હવે ફરી ડુ પ્લેસી બેંગ્લોરની ટીમની આગેવાની કરતો જોવા મળશે.

  • 01 May 2023 06:22 PM (IST)

    LSG vs RCB Live Score: 7.00 કલાકે થશે ટોસ

    લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજની ટક્કર થઈ રહી છે. બેંગ્લોર આજે પ્લેઓફની રેસને નજરમાં રાખીને જીતનો ઈરાદો રાખશે. જ્યારે લખનૌ માટે નંબર-1 ની ખુરશી નજર સામે હશે. લખનૌ ફરી ટોચના સ્થાને પહોંચવા માટે દમ લગાવશે.

Published On - 6:21 pm, Mon, 1 May 23