IPL 2023 Eliminator Match Result : 3 રનઆઉટ અને લખનઉની સફર સમાપ્ત, મધવાલ 5 વિકેટ લઈને ચમક્યો

LSG vs MI Live Score IPL 2023 Eliminator Match : આઈપીએલ 2023ની પહેલી કવોલિફાયર મેચ રમીને ચેન્નાઈની ટીમ 10મી વાર ફાઈનલમાં પહોંચી હતી. આજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે કવોલિફાયર 2માં પહોંચવા માટે જંગ થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર જીત મેળવીને ક્વોલિફાયરમાં જગ્યા બનાવી છે.

IPL 2023 Eliminator Match Result : 3 રનઆઉટ અને લખનઉની સફર સમાપ્ત, મધવાલ 5 વિકેટ લઈને ચમક્યો
LSG vs MI IPL 2023 Eliminator
| Updated on: May 24, 2023 | 11:48 PM

આઈપીએલ 2023ની એલિમિનેટર મેચ આજે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. આજની મેચમાં ટોસ જીતીને રોહિત શર્મા એ બેટિંગ પસંદ કરી હતી. રોહિત- ઈશાન એ મુંબઈને સારી શરુઆત અપાવી હતી. એક સમયે સૂર્યા-ગ્રીને મુંબઈની ઈનિંગ સંભાળી હતી.  પણ નવીનના તરખાટને કારણે મુંબઈની ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી. 20 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સ એ 8 વિકેટના નુકશાન સાથે 182 રન રહ્યો હતો.

ટાર્ગેટને મુંબઈની ઈન્ડિયન્સની ટીમે સારી રીતે ડિફેન્ડ કર્યું હતું. યુવા બોલર મધવાલે આજની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 15 ઓવરની અંદર લખનઉની 9 વિકેટ પડી હતી. આજની મેચમાં જીત સાથે મુંબઈની ટીમ કવોલિફાયર 2માં પહોંચી છે. 26મેના રોજ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે કવોલિફાયર 2 મેચ રમાશે.

આકાશ મધવાલ એ માત્ર 5 રન આપીને 5 વિકેટ લીધી હતી. તે આઈપીએલની પ્લેઓફમાં એક મેચમાં 5 વિકેટ લેનાર પહેલો ખેલાડી બન્યો છે. 16.3 ઓવરમાં 101 રનના સ્કોર પર લખનઉની ટીમ ઓલઆઉટ થઈ તે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આજની મેચમાં 81 રનથી જીત મેળવી છે.2016માં હૈદરાબાદની ટીમ એલિમિનેટર મેચ જીત્યા બાદ ફાઈનલ સુધી પહોંચીને ચેમ્પિયન બનાવી એકમાત્ર ટીમ બની હતી. આ વર્ષે મુંબઈની ટીમ પાસે આ કામ કરવાની તક છે.

પ્રથમ ઈનિંગમા શું થયુ ?

આજે લખનઉના બોલર નવીન ઉલ હલનો વિરાટ અવતાર જોવા મળ્યો હતો. તેણે 4 ઓવરમાં 38 રન આપીને 4 વિકેટ લીધી હતી. પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન એ 15 રન, રોહિત શર્મા એ 11 રન, કેમરુન ગ્રીન 41 રન, સૂર્યાકુમારે 33 રન, તિલક વર્મા એ 26 રન, ટિમ ડેવિડે 13 રન બનાવ્યા હતા.નેહલ વેઢરાએ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે 23 રન બનાવ્યા. આ ઈનિંગમાં 8 સિક્સર અને 15 ચોગ્ગો જોવા મળ્યા.

ટિમ ડેવિડે એક કમર ઉપરના બોલ પર કેચ આઉટ થયો હતો. રિવ્યૂમાં પણ આ બોલને નો બોલ ન અપાતા ટિમ ડેવિડ નારાજ થયો હતો. પ્રથમ ઈનિંગમાં યશ ઠાકુરે 4 ઓવરમાં 34 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે મોહસિન ખાન એ 3 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં શું થયું ?

બીજી ઈનિંગમાં આકાશ મધવાલે 3.3 ઓવરમાં 5 વિકેટ લઈને માત્ર 5 રન આપ્યા હતા. જ્યારે જોર્ડન અને પિયુષ ચાવલા એ 1-1 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં 3 શાનદાર રન આઉટ થયા હતા. જેને કારણે મુંબઈની ટીમ આજની મેચ જીતી શકી હતી.લખનઉની ટીમ તરફથી માયર્સે 18 રન, પ્રેરાકે 3 રન, કૃણાલ એ 8 રન, સ્ટોઈનિસે 40 રન, બદોનીએ 1 રન , પૂરને 0 રન, દીપક હુડ્ડા એ 15 રન, ક્રિષ્ણપાએ 15 રન, રવિ બિશ્નોઈ એ 3 રન અને નવીન ઉલ હકે 1 રન બનાવ્યા હતા.

એલિમિનેટર મેચની મોટી વાતો

  • ઈશાન કિશને આજે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 2000 રન પૂરા કર્યા.
  • નવીન ઉલ હક એ આજે રોહિત, સૂર્યાકુમાર , તિલક અને ગ્રીનની મહત્વની વિકેટ લીધી.
  • કેમરુન ગ્રીન આઈપીએલની ડેબ્યૂ સિઝનમાં 400થી વધારે રન બનાવનાર ચોથો ખેલાડી બન્યો છે.
  • આ મેચમાં પ્લેઓફના 100થી વધારે બોટ બોલ પૂરા થયા છે.
  • બીસીસીઆઈ પ્લેઓફના દરેક બોટ બોલ પર 500 વૃક્ષ વાવશે.
  • આઈપીએલની પ્લેઓફમાં એક મેચમાં 5 વિકેટ લેનાર પહેલો ખેલાડી બન્યો છે.

રનઆઉટને કારણે હાર્યું લખનઉ

 

એલિમિનેટર મેચની રોમાંચક ક્ષણો

 

 

 

 

મુંબઈ ઈન્ડિયન્સે જીત્યો હતો ટોસ

 


લખનઉ સુપર જાયન્ટ્સ : આયુષ બદોની, દીપક હુડા, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), ક્રુણાલ પંડ્યા (કેપ્ટન), કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, યશ ઠાકુર, મોહસિન ખાન

LSG ઇમ્પેક્ટ સબ્સ: કાયલ મેયર્સ, ડેનિયલ સેમ્સ, યુધવીર સિંઘ, સ્વપ્નિલ સિંઘ, અમિત મિશ્રા.

મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, હૃતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, આકાશ માધવાલ

MI ઇમ્પેક્ટ સબ્સ: રમનદીપ સિંહ, કુમાર કાર્તિકેય, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, સંદીપ વૉરિયર.

IPL 2023 , ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:17 pm, Wed, 24 May 23