IPL 2022: લખનૌની ટીમના સભ્યોને નડ્યો માર્ગ અકસ્માત, મેચ માટે પુણેના સ્ટેડિયમ માટે આવી રહ્યા હતા ત્યારે જ સર્જાઈ ઘટના

|

Apr 29, 2022 | 9:32 PM

IPL 2022 માં, આજે લખનૌ સુપર જાયન્ટ્સ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સનો સામનો કરી રહી છે અને આ મેચ માટે આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.

IPL 2022: લખનૌની ટીમના સભ્યોને નડ્યો માર્ગ અકસ્માત, મેચ માટે પુણેના સ્ટેડિયમ માટે આવી રહ્યા હતા ત્યારે જ સર્જાઈ ઘટના
Lucknow Super Giants ની ટીમના સભ્યોને અકસ્માત નડ્યો હતો.

Follow us on

શુક્રવારે IPL 2022 ની મેચ માટે મુંબઈથી પુણે આવી રહેલી લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) ની ટીમના કેટલાક અધિકારીઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. ટીમના અધિકારીઓ જે કારમાંથી આવી રહ્યા હતા તે કારને અકસ્માત નડ્યો. આ કારમાં ફ્રેન્ચાઈઝીના સીઈઓ રઘુ અય્યર (CEO Raghu Iyer) અને મેન્ટર ગૌતમ ગંભીરના મેનેજર હતા. આ કાર ટીમ બસ સાથે મુસાફરી કરી રહી હતી. લખનૌ ફ્રેન્ચાઇઝીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. સારી વાત એ છે કે સામેલ દરેક વ્યક્તિ સુરક્ષિત છે. લખનૌનો મુકાબલો પંજાબ કિંગ્સ (Punjab Kings) ની ટીમ છે.

લખનૌ સ્થિત ફ્રેન્ચાઇઝીએ ટ્વીટ કર્યું, “લખનૌ સુપર જાયન્ટ્સના સીઇઓ રઘુ અય્યર, તેમના પાર્ટનર રચિતા બેરી અને ગૌતમ ગંભીરના મેનેજર ગૌરવ અરોરા એક નાના માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે. આજની મેચ માટે સ્થળ પર આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. સદભાગ્યે દરેક સુરક્ષિત છે.”

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

મેચ પ્રભાવિત થઈ નથી

જો કે આ અકસ્માતની મેચ પર કોઈ અસર થઈ નથી. આ મેચ લખનૌ અને પંજાબની ટીમો વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ માટે ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. મનીષ પાંડેની જગ્યાએ અવેશ ખાન આવ્યો છે.

લખનૌની ટીમ શાનદાર ફોર્મમાં છે

લખનૌની ફ્રેન્ચાઈઝી પ્રથમ વખત આઈપીએલ રમી રહી છે અને તેની પ્રથમ સિઝનમાં આ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમને ટાઈટલની દાવેદાર માનવામાં આવે છે. પંજાબની મેચ પહેલા લખનૌની ટીમ આઠ મેચ રમી છે જેમાંથી પાંચમાં તેણે જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ટીમના કેપ્ટન કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં છે.

આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગર શહેરમાં નવો ટીપી રોડ બનશે, SOG એ 2.38 કીગ્રા માદક પદાર્થ સાથે આધેડ ઝડપ્યો

આ પણ વાંચો : IPL 2022: કાશ્મિર એક્સપ્રેસની કહાની છે કંઇક આવી, બીજાના શૂઝ પહેરી ટ્રાયલ આપ્યો હવે બેટ્સમેનના પગ થથરાવે છે, હેવ ટીમ ઈન્ડીયામાં મળી શકે છે મોકો!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 8:18 pm, Fri, 29 April 22

Next Article