
ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની વાઈસ-કેપ્ટન એશ્લે ગાર્ડનર છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. જેનું કારણ ક્રિકેટ નહીં પણ તેના લગ્નને કારણે. એશ્લે ગાર્ડનર પર તેની પૂર્વ પત્ની મોનિકા રાઈટે તેના પર અફેરનો આરોપ લગાવ્યો હતો અને હવે ઓસ્ટ્રેલિયન વાઈસ-કેપ્ટને અફેરના આરોપો પર મૌન તોડ્યું છે.

ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની વાઈસ-કેપ્ટન એશ્લે ગાર્ડનરે તેની ભૂતપૂર્વ પત્ની મોનિકા રાઈટ દ્વારા લગાવવામાં આવેલા અફેરના આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે. ગાર્ડનરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે તે મોનિકાને થયેલા દુ:ખ માટે દિલગીર છે.

ગાર્ડનરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં લખ્યું, "મોનિકા સાથે વિતાવેલા સમય માટે હું આભારી છું અને તેનાથી થયેલા દુ:ખ માટે દિલગીર છું. હું તેના ભવિષ્યમાં તેની ખુશી અને સફળતાની ઇચ્છા કરું છું."

એશ્લે ગાર્ડનરનું ઓસ્ટ્રેલિયન ટીમની ખેલાડી જ્યોર્જિયા વોલ સાથે અફેર હોવાના અહેવાલ છે. તેની ભૂતપૂર્વ પત્ની મોનિકા રાઈટે આ બાબતે મૌન રહેવા બદલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ટીકા કરી હતી.

મોનિકા રાઈટે કહ્યું, "મારું માનવું છે કે જો તમને તમારા દેશનું પ્રતિનિધિત્વ કરવાનું અને રોલ મોડેલ તરીકે જોવામાં આવવાનું સન્માન મળે છે, તો તમારે તમારા નૈતિક ધોરણો પણ જાળવી રાખવા જોઈએ. મને સમજાતું નથી કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મુદ્દાને જાહેરમાં કેમ ઉઠાવ્યો નથી." (PC:INSTAGRAM)
Published On - 5:59 pm, Thu, 13 August 26