Legends League Cricket: લખનૌમાં ઓસ્ટ્રેલિયન દિગ્ગજના રુમમાં સાપ નિકળતા ક્રિકેટરને પરસેવો વળી ગયો!

|

Sep 19, 2022 | 9:52 PM

મિશેલ જોન્સન (Mitchell Johnson) હાલમાં ભારતમાં છે અને લિજેન્ડ્સ લીગ (Legends League Cricket) માં ભાગ લઈ રહ્યો છે. તે લખનૌમાં રોકાયો છે જ્યાં તેના રૂમમાંથી સાપ નીકળ્યો.

Legends League Cricket: લખનૌમાં ઓસ્ટ્રેલિયન દિગ્ગજના રુમમાં સાપ નિકળતા ક્રિકેટરને પરસેવો વળી ગયો!
Mitchell Johnson લખનૌમાં છે અને જ્યાં તેના રુમમાં સાપ નિકળ્યો

Follow us on

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર મિચેલ જોન્સન (Mitchell Johnson) હાલમાં ભારતમાં છે. તે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (Legends League Cricket) માં ભાગ લઈ રહ્યો છે અને લખનૌમાં રહે છે. જોન્સન જે હોટલમાં રોકાયો હતો ત્યાં તેની સાથે કંઈક એવું થયું કે તે ચોંકી ગયો અને દંગ રહી ગયો. જોન્સને આ ફોટો તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેણે આ ફોટો જોયો તેઓને એક વાર તો આશ્ચર્ય થયું જ હશે.

વાસ્તવમાં, જોન્સન જે રૂમમાં રોકાયો હતો ત્યાં તેને એક સાપ મળ્યો. તેના રૂમમાંથી એક સાપ નીકળ્યો. આ સાપને જોઈને એક તરફ જોન્સન પરેશાન થઈ ગયો, તો બીજી તરફ તેના મનમાં એક જિજ્ઞાસા પણ જાગી, જે તેણે બધાની સામે રાખી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ કઈ પ્રજાતિનો સાપ છે?

જોન્સને આ સાપનો ફોટો લીધો અને તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો અને સાથે જ એક સવાલ પણ પૂછ્યો. જોન્સન સમજી શક્યો નહીં કે આ કેવો સાપ છે, એટલે કે તેની પ્રજાતિ શું છે. ફોટો પોસ્ટ કરતા તેણે કેપ્શનમાં લખ્યું કે, શું કોઈને ખબર છે કે આ કેવો સાપ છે. તે મારા રૂમના દરવાજે હતો.” તેના ભૂતપૂર્વ સાથી ખેલાડી બ્રેટ લી અને સાઉથ આફ્રિકાના વોર્નન ફિલેન્ડરે પણ તેના આ ફોટો પર કોમેન્ટ કરી હતી.

 

 

ફરીથી ફોટો પોસ્ટ કર્યો

પ્રથમ પોસ્ટના થોડા સમય પછી, જોન્સને ફરીથી સાપનો બીજો ફોટો પોસ્ટ કર્યો. આ ફોટોમાં સાપની તસવીર વધુ નજીકથી લેવામાં આવી હતી. આ ફોટો પોસ્ટ કરતા જોન્સને લખ્યું, “આ સાપના માથાનો બીજો ફોટો જે પહેલા કરતા સારો છે. પરંતુ હજુ પણ ખબર નથી કે તેની પ્રજાતિ શું છે. અત્યાર સુધી લખનૌમાં રહેવાની મજા આવી છે.”

 

ઇન્ડિયન કેપિટલ ટીમનો હિસ્સો

લિજેન્ડ્સ ક્રિકેટ લીગ એ એવા ખેલાડીઓની લીગ છે જેઓ નિવૃત્ત થયેલા છે. જોનસન આ લીગમાં ઈન્ડિયા કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે. તેણે આ ટૂર્નામેન્ટમાં વીરેન્દ્ર સેહવાગને આઉટ કર્યો છે. સેહવાગ ગુજરાત જાયન્ટ્સ ટીમનો કેપ્ટન છે. આ મેચમાં જાયન્ટ્સે કેપિટલ્સને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. જોન્સને આ મેચમાં ત્રણ ઓવર નાંખી અને 22 રન આપીને એક વિકેટ લીધી. પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયન કેપિટલ્સે સાત વિકેટે 179 રન બનાવ્યા હતા. આ લક્ષ્યાંક ગુજરાતે કેવિન ઓ’બ્રાયનના 106 રનના આધારે 18.4 ઓવરમાં મેળવી લીધો હતો.

 

Published On - 9:41 pm, Mon, 19 September 22

Next Article