હરભજન-ઇરફાન બન્યા કેપ્ટન, જાણો Legends League Cricketની 5 મોટી વાત

|

Sep 02, 2022 | 4:23 PM

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (Legends League Cricket)16 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને તે પહેલા તેમાં રમનારી ચાર ટીમોના કેપ્ટન નક્કી કરવામાં આવ્યા છે.

હરભજન-ઇરફાન બન્યા કેપ્ટન, જાણો Legends League Cricketની 5 મોટી વાત
હરભજન-ઇરફાન બન્યા કેપ્ટન
Image Credit source: Twitter

Follow us on

Legends League Cricket : ભારતીય ટીમને વર્લ્ડ ચેમ્પિયન (World Championship)બનાવનાર 4 ખેલાડી હવે એકબીજા સાથે મેદાન પર ટકરાતા જોવા મળશે. વાત થઈ રહી છે વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર , ઈરફાન પઠાણ અને હરભજન સિંહની ટુંક સમયમાં જ Legends League Cricketમાં પોતાની ટીમોમાં કેપ્ટનશીપ કરતા જોવા મળશે. લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (Legends League Cricket) શું છે ક્યારે શુ થઈ રહી છે. આ લીગમાં કેટલી ટીમ રમશે. કોને કઈ ટીમની કમાન મળશે. ચાલો જાણીએ આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી 5 વાત

  1. લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં 4 ટીમ ભાગ લેશે. ટીમોના નામ ગુજરાત ટાઈટન્સ, ઈન્ડિયા કૈપિટલ્સ, મનિપાલ ટાઈગર્સ અને ભીલવાડા કિંગ્સ છે
  2. હરભજન સિંહને મનિપાલ ટાઈગર્સની કમાન સોંપવામાં આવી છે. ઈરાફન પઠાણ ભીલવાડા કિંગ્સના કેપ્ટન છે. સહવાગને ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ મળી છે અને ગૌતમ ગંભીર ઈન્ડિયા કૈપિટલ્સની આગેવાની કરતા જોવા મળશે.
  3. લિજેન્ડસ લીગ ટૂર્નામેન્ટમાં કુલ 16 મેચ રમાશે. લીગ 16 સપ્ટેમ્બરથી શરુ થશે અને ફાઈનલ 8 ઓક્ટોમ્બરના રોજ રમાશે.
  4. લિજેન્ડસ લીગ ક્રિકેટ ભારતના 5 શહેરોમાં આયોજિત થશે. આ ટૂર્નામેન્ટ કોલકત્તા, લખનઉ, નવી દિલ્હી, કટક અને જોધપુરમાં આયોજિત થશે. પ્લેઓફ અને ફાઈનલ મેચ ક્યાં રમાશે તેના પર નિર્ણય હજુ બાકી છે.
  5. સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
    જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
    જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
    ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
    વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
    Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
  6. લિજેન્ડસ લીગ ક્રિકેટની પ્રથમ સીઝન ઓમાનમાં રમાઈ હતી. આ ટૂર્નામેન્ટમાં ત્રણ ટીમ રમી હતી. જેનું નામ ઈન્ડિયા મહારાજા, એશિયા લાયન્સ અને વર્લ્ડ જાયન્ટસ હતી. વર્લ્ડ જાયન્ટસે એશિયા લાયન્સને હરાવી ખિતાબ જીત્યો હતો.

ગત વર્ષે આ લીગની શરૂઆત કરવામાં આવી હતી

વિવિધ દેશોના ભૂતપૂર્વ ક્રિકેટરોને એક પ્લેટફોર્મ પર લાવીને લિજેન્ડ્સ લીગ ક્રિકેટની શરૂઆત કરવામાં આવી હતી. અહીં ત્રણ અલગ-અલગ ટીમો રમે છે. જેમાં યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, શેન વોટસન સહિત વિશ્વના ઘણા મોટા ખેલાડીઓ આવનારી સિઝનમાં રમવાના છે. મહત્વનું છે કે આ લીગની શરૂઆત 2021 માં થઇ હતી. આ વખતે તેની બીજી સિઝન રમાશે.

Next Article