ઈરફાન અને યુસૂફ પઠાણની જોડીએ બેટ વડે કરી ધુલાઈ, ઈંન્ડિયા મહારાજા ટીમે વર્લ્ડ જાયન્ટને પછાડ્યુ

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (Legends League Cricket) ની ખાસ મેચમાં ઈન્ડિયા મહારાજા (India Maharajas) એ વર્લ્ડ જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. પઠાણ બ્રધર્સ ઉપરાંત પંકજ સિંહ પણ ભારત તરફથી વર્ચસ્વ ધરાવે છે.

ઈરફાન અને યુસૂફ પઠાણની જોડીએ બેટ વડે કરી ધુલાઈ, ઈંન્ડિયા મહારાજા ટીમે વર્લ્ડ જાયન્ટને પછાડ્યુ
Yusuf Pathan અને Irfan Pathan એ શાનદાર રમત રમી
| Edited By: | Updated on: Sep 17, 2022 | 9:34 AM

ઇરફાન પઠાણ (Irfan Pathan) અને યુસુફ પઠાણ (Yusuf Pathan) ની જોડીએ લિજેન્ડ લીગ ક્રિકેટમાં ડેનિયલ વેટોરીથી માંડીને થિસારા પરેરા સુધીના દરેકની ધુલાઈ કરી હતી. પઠાણ બ્રધર્સની તોફાની ઇનિંગ્સના આધારે ભારત મહારાજા (India Maharajas) એ ખાસ મેચમાં વર્લ્ડ જાયન્ટ્સને હરાવ્યું. કોલકાતામાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા વર્લ્ડ જાયન્ટ્સ ના દિગ્ગજ બેટ્સમેન સ્ટાર બોલર પંકજ સિંહ સામે ટકી શક્યા ન હતા અને ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 170 રન જ બનાવી શકી હતી.

પંકજ સિંહની સામે જાયન્ટ્સ પરાસ્ત

જાયન્ટ્સ તરફથી કેવિન ઓ’બ્રાયને સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. બ્રાયન ઉપરાંત દિનેશ રામદીને અણનમ 42 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર પંકજે 26 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેની શાનદાર બોલિંગને કારણે તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. 172 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારત મહારાજાની ટીમે પ્રથમ 8 બોલમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

તન્મય શ્રીવાસ્તવે 39 રનમાં 54 રન બનાવ્યા હતા. 153 રનના સ્કોર પર તન્મયના રૂપમાં ચોથી વિકેટ પડ્યા બાદ ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણે હંગામો મચાવ્યો હતો.

વેટોરી, મુરલીધરન બધાની ધુલાઈ કરી

પઠાણ બ્રધર્સે સાથે મળીને ડેનિયલ વેટોરી, મુથૈયા મુરલીધરન, થિસારા પરેરા જેવા દિગ્ગજ ખેલાડીઓને ધોઈ લીધા હતા. પઠાણ બ્રધર્સે તેમની તોફાની ઇનિંગ્સમાં કુલ 10 બાઉન્ડ્રી લગાવી હતી. એટલે કે તેણે 10 બોલમાં કુલ 56 રન ઉમેર્યા. યુસુફે 35 બોલમાં અણનમ 50 રન બનાવ્યા જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. તે જ સમયે, ઇરફાને 9 બોલમાં 20 રનની ઝડપી ઇનિંગ રમી હતી. તેણે 3 સિક્સર ફટકારી હતી.

આ સિવાય પાર્થિવ પટેલે 18, વિરેન્દ્ર સેહવાગે 4 અને મોહમ્મદ કૈફે 11 રન બનાવ્યા હતા. આ લીગની આ એક ખાસ મેચ હતી, જ્યારે શનિવારે પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને ઇન્ડિયા કેપિટલ્સ વચ્ચે રમાશે.

Published On - 9:30 am, Sat, 17 September 22