LLC 2023 Campion: જમાઈ બાદ સસરાએ પણ જીત્યો ખિતાબ, શાહિદ આફ્રિદીની એશિયા લાયન્સે ફાઈનલમાં વર્લ્ડ જાયન્ટ્સને હરાવ્યું

Asia Lions vs World Giants Final: શાહિદ આફ્રિદીની આગેવાની હેઠળની એશિયા લાયન્સે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2023 વૈશ્વિક ટુર્નામેન્ટ જીતી છે. એશિયા લાયન્સે ફાઈનલ મેચમાં વર્લ્ડ જોઈન્ટ્સને 7 વિકેટે હરાવ્યું હતું. એશિયા લાયન્સને ટાઈટલ મેચ જીતવા માટે 148 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

LLC 2023 Campion: જમાઈ બાદ સસરાએ પણ જીત્યો ખિતાબ, શાહિદ આફ્રિદીની એશિયા લાયન્સે ફાઈનલમાં વર્લ્ડ જાયન્ટ્સને હરાવ્યું
legends league cricket 2023
| Edited By: | Updated on: Mar 20, 2023 | 11:46 PM

શાહિદ આફ્રિદીની આગેવાની હેઠળની એશિયા લાયન્સે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2023 વૈશ્વિક ટુર્નામેન્ટ જીતી છે. એશિયા લાયન્સે ફાઈનલ મેચમાં વર્લ્ડ જોઈન્ટ્સને 7 વિકેટે હરાવ્યું હતું. એશિયા લાયન્સને ટાઈટલ મેચ જીતવા માટે 148 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓપનર તિલકરત્ને દિલશાન અને ઉપુલ થરંગાની શાનદાર ઈનિંગ્સના કારણે એશિયા લાયન્સે માત્ર 16.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી. જણાવી દઈએ કે ભારતીય દિગ્ગજ ખેલાડીઓવાળી ઈન્ડિયન મહારાજ ટીમ એલિમિનેટર મેચ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

12થી વધુ દેશાનો દિગ્ગજ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. 11 દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટમાં 70 ખેલાડીઓ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની 8 મેચો કતારના દોહા ખાતેના એશિયન ટાઉન ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચોને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. વર્ષ 2022થી શરુ થયેલી આ ટુર્નામેન્ટમાં ત્રણેય ટીમો હવે 1-1 વાર ચેમ્પિયન બની છે. જણાવી દઈએ કે હાલમાં જ શાહિદ આફ્રિદીના જમાઈએ પાકિસ્તાન ક્રિકેટ લીગની ફાઈન મેચ જીતી હતી. આ મેચની 48 કલાક બાદ શાહિદ આફ્રિદીની ટીમ પણ ચેમ્પિયન બની છે.

એશિયા લાયન્સે જીતી ફાઈનલ મેચ

 

 


એશિયા લાયન્સના ઓપનર તિલકરત્ને દિલશાન અને ઉપુલ થરંગાએ પ્રથમ વિકેટ માટે 10 ઓવરમાં 115 રન જોડ્યા હતા. તિલકરત્ને દિલશાને 42 બોલમાં 58 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા ફટકાર્યા હતા. તે જ સમયે ઉપુલ થરંગાએ માત્ર 28 બોલમાં 57 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. સમિત પટેલ ઉપરાંત બ્રેટ લી અને મોન્ટી પાનેસરને વર્લ્ડ જોઈન્ટ માટે 1-1 સફળતા મળી હતી.

Legends League Cricket 2023માં આ ટીમો લીધો હતો ભાગ

  • વર્લ્ડ જાયન્ટ્સ
  • એશિયા લાયન્સ
  • ઈન્ડિયન મહારાજા

Legends League Cricket 2023નું શેડયૂલ આવુ હતું

  • 10 માર્ચ 2023 – ઈન્ડિયન મહારાજા vs એશિયા લાયન્સ
  • 11 માર્ચ 2023 – ઈન્ડિયન મહારાજા vs વર્લ્ડ જાયન્ટ્સ
  • 13 માર્ચ 2023 – વર્લ્ડ જાયન્ટ્સ vs એશિયા લાયન્સ
  • 14 માર્ચ 2023 – ઈન્ડિયન મહારાજા vs એશિયા લાયન્સ
  • 15 માર્ચ 2023 – વર્લ્ડ જાયન્ટ્સ vs ઈન્ડિયન મહારાજા
  • 16 માર્ચ 2023 – વર્લ્ડ જાયન્ટ્સ vs એશિયા લાયન્સ
  • 18 માર્ચ 2023 – બીજા નંબરની ટીમ vs ત્રીજા નંબરની ટીમ (એલિમિનેટર)
  • 20 માર્ચ 2023 – ફાઇનલ – પ્રથમ ક્રમાંકિત ટીમ vs એલિમિનેટરની વિજેતા

ત્રણેય ટીમોના ખેલાડીઓ

ઈન્ડિયન મહારાજા : ગૌતમ ગંભીર (C), સુરેશ રૈના, મુરલી વિજય, મોહમ્મદ કૈફ, સ્ટુઅર્ટ બિન્ની, ઈરફાન પઠાણ, રોબિન ઉથપ્પા, માનવવિંદર બિસ્લા, એસ શ્રીસંત, અશોક ડિંડા, પરવિન્દર અવના, પ્રવિણ તાંબે, હરભજન સિંહ અને પ્રવીણ કુમાર.

એશિયા લાયન્સઃ શાહિદ આફ્રિદી (કેપ્ટન), મુથૈયા મુરલીધરન, અસગર અફઘાન, મિસ્બાહ-ઉલ હક, રાજિન સાલેહ, અબ્દુલ રઝાક, પારસ ખડકા, થિસારા પરેરા, તિલકરત્ને દિલશાન, ઉપુલ થરંગા, અબ્દુર રઝાક, દિલહારા ફર્નાન્ડો, શોએબ અખ્તર, મોહમ્મદ હાફીઝ , સોહેલ તનવીર, મોહમ્મદ આમિર

વર્લ્ડ જાયન્ટ્સ: એરોન ફિન્ચ (C), લેન્ડલ સિમન્સ, ઇઓન મોર્ગન, રોસ ટેલર, ક્રિસ ગેલ, હાશિમ અમલા, પોલ કોલિંગવુડ, કેવિન ઓ’બ્રાયન, શેન વોટસન, એલ્બી મોર્કેલ, જેક્સ કાલિસ, મોર્ને વાન વિક, મોન્ટી પાનેસર, મોર્ને મોર્કેલ , બ્રેટ લી