1 / 7
શ્રીલંકાના અનુભવી ઝડપી બોલર લસિથ મલિંગા (Lasith Malinga ) એ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેના સચોટ યોર્કર્સ માટે જાણીતા, 38 વર્ષીય મલિંગા 2014 માં T20 વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકાની ટીમના કેપ્ટન હતા. તેણે સોશિયલ મીડિયા પર નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો. મલિંગાએ આ વર્ષે જાન્યુઆરીમાં ટેસ્ટ અને વન-ડે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું, પરંતુ પોતાને T20 આંતરરાષ્ટ્રીય માટે ઉપલબ્ધ કરાવ્યો હતો. ગયા વર્ષે મલિંગાએ T20 વર્લ્ડ કપમાં શ્રીલંકાનું નેતૃત્વ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મલિંગાએ 122 IPL મેચોમાં 170 વિકેટ લીધી હતી. જે આ લીગમાં કોઈ બોલરનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. તેનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન 13 રનમાં પાંચ વિકેટ હતું. મલિંગાએ 84 T20 આંતરરાષ્ટ્રીયમાં 107 વિકેટ, 226 વન ડેમાં 338 વિકેટ અને 30 ટેસ્ટમાં 101 વિકેટ લીધી હતી. પરંતુ આ આંકડાઓ સિવાય, મલિંગાએ તેની કારકિર્દીમાં ઘણી આશ્ચર્યજનક વસ્તુઓ કરી હતી. એક ગરીબ પરિવાર થી આવેલો અને સૌથી સફળ ક્રિકેટરમાં તે સામેલ થયો હતો.