દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે શાનદાર ટક્કર એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં થઈ રહી છે. એમએસ ધોની એ હોમ ગ્રાઉન્ડ પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. દિલ્હીએ શરુઆતથી જ નિયંત્રીત બોલિંગ કરી હતી. ખાસ કરીને સ્પિનરોએ પણ પોતાનો દમ દેખાડ્યો હતો. અક્ષર પટેલે પણ 2 વિકેટ ઝડપી હતી. દિલ્હીની બોલિંગ ઉપરાંત એક કેચ શાનદાર રહ્યો હતો અને તે કેચ સૌને પ્રભાવિત કરી રહ્યો છે. લલિત યાદવે આ કેચ ઝડપ્યો હતો અને જે શાનદાર હતો.
સોમવારે દિલ્હીના બોલરોએ સૌને પ્રભાવિત કર્યા હતા. કુલદીપ યાદવ અને અક્ષર પટેલે ચેન્નાઈના બેટરોને તેમના જ હોમ ગ્રાઉન્ડ પર મુશ્કેલીમાં રાખ્યા હતા. આ જોડીને ડેવિડ વોર્નરે પાર્ટ ટાઈટ સ્પિનરનો સાથ અપાવ્યો હતો. આમ ત્રીજો સ્પિનર પણ આ મુશ્કેલ માહોલમાં જોડાયો હતો અને તે પરેશાન કરવા લાગ્યો હતો. લલિતે મોટિ વિકેટ ઝડપી હતી અને કરકસર ભરી બોલિંગ વડે શરુઆત કરી હતી.
લલિત યાદવ 12 મી ઓવર લઈને ચેન્નાઈની બેટિંગ ઈનીંગ દરમિયાન આવ્યો હતો. આ દરમિયાન અજિંક્ય રહાણે સ્ટ્રાઈક પર હતો. રહાણે સિઝનમાં ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તે આક્રમક અંદાજ વડે રન નિકાળવામાં સફળ રહ્યો છે. લલિત યાદવે રહાણેનો શિકાર કરી લીધો હતો. રહાણેએ ફુટવર્ક વડે પાવરફુલ શોટ સીધો જ ફટકાર્યો હતો. જે નોન સ્ટ્રાઈકર એન્ડ તરફ હતો. લલિત યાદવે ગજબની સ્ફૂર્તી સાથે ડાઈવ લગાવીને જમણા હાથની બે આંગળીઓ અને અંગૂઠા વચ્ચે બોલને ઝડપી લીધો હતો.
THAT. WAS. STUNNING! 👌 👌
Relive that sensational catch from @LalitYadav03 👍 👍
Follow the match ▶️ https://t.co/soUtpXQjCX#TATAIPL | #CSKvDC | @DelhiCapitals pic.twitter.com/z15ZMq1Z6E
— IndianPremierLeague (@IPL) May 10, 2023
યાદવે માત્ર અડધી સેકંડમાં જ રહાણેનો ખેલ પાડી દીધો હતો. કેચ જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. કારણ કે ચેપોકમાં આ કેચ માત્ર સેકન્ડના અડધા હિસ્સામાં જ ઝડપી લીધો હતો. લલિતના ચપળતા પૂર્વકના કેચ પર ફિલ્ડ અંપાયરને પણ વિશ્વાસ બેઠો નહોતો. અંપાયર ખુદ પણ ચોંક્યા હોય જોવા મળતા હતા.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…