KL Rahul Injury : 7 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલીવખત બનશે આ ઘટના , 2 કેપ્ટન ભાઈઓની ટક્કર થશે ટક્કર

LSG vs CSK, IPL 2023 : કેએલ રાહુલની ઈજા પર મોટું અપટેડ આવ્યું છે અને તે મુજબ એમએસ ધોની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મેચ રમશે નહિ, આ મેચમાં ક્રુણાલ પંડ્યા LSGનો કેપ્ટન હશે.

KL Rahul Injury : 7 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલીવખત બનશે આ ઘટના , 2 કેપ્ટન ભાઈઓની ટક્કર થશે ટક્કર
| Edited By: | Updated on: May 03, 2023 | 2:55 PM

ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ કેએલ રાહુલના રમવા પર અત્યાર સુધી સસ્પેન્સ હતુ હવે તે સ્પષ્ટ થઈ ગયું છે. તેની ઈજા પર મોટું અપટેડ આવ્યું છે. તે મુજબ રાહુલ એમએસ ધોનીની સુપર કિંગ્સ વિરુદ્ધ મેચ રમશે નહિ, તેના સ્થાને ક્રુણાલ પંડ્યા ટીમનો કેપ્ટન હશે.ક્રિકબઝને મળેલી માહિતી મુજબ કેએલ રાહુલની ઈજા ગંભીર છે અને હવે બીસીસીઆઈ તેના ભાવિ લીગમાં રમવા અંગે નિર્ણય કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ મામલે નેશનલ ક્રિકેટ એકેડમીની મેડિકલ ટીમનો નિર્ણય મહત્વપૂર્ણ રહેશે.

7 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટસની ટક્કર જોવા મળશે. આ ટક્કરમાં આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત 2 ભાઈઓની કેપ્ટન તરીકેની રમત પણ જોવા મળશે.

 

કેએલ રાહુલની ઈજા ગંભીર

સવાલ એ છે કે ઈજા ગંભીર છે ત્યારે કેએલ રાહુલ અત્યારે ક્યાં છે. તો જણાવી દઈએ કે, અત્યારે તે લખનૌમાં જ ટીમ સાથે છે, જ્યાં હવે થોડા સમય બાદ IPL 2023ની 45મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં બાઉન્ડ્રી નજીક બોલનો પીછો કરતા સમયે રાહુલને ઈજા થઈ હતી.

 

 

CSK વિરુદ્ધ ક્રુણાલ પંડ્યા હશે કેપ્ટન

એ સ્પષ્ટ થઈ ગયું છે કે, કેએલ રાહુલ ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મેચ રમશે નહિ, ક્રુણાલ પંડ઼યા લખનૌ કેપ્ટન હશે.રાહુલે ભલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે બેટિંગ કરી હતી, પરંતુ જ્યારે તે ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈને મેદાનની બહાર ગયો હતો, ત્યારે કૃણાલ ત્યાં પણ કેપ્ટન હતો.

WTCનો ભાગ છે રાહુલ

તમને જણાવી દઈએ કે, ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. તેથી આ સ્થિતિમાં તેની ઈજા IPLમાં રમવા કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. આવી સ્થિતિમાં NCAની મેડિકલ ટીમ આ અંગે જે પણ સલાહ આપશે તેને BCCI અને LSG બંને ફ્રેન્ચાઇઝી સ્વીકારવા તૈયાર રહેશે.

Cricbuzz અનુસાર, રાહુલને તાવ અને સોજાની ફરિયાદ છે. NCA અને BCCIની મેડિકલ ટીમ હવે તેનું સ્કેન કરશે, ત્યાર બાદ જ તેની ઈજાનું સત્ય જાણી શકાશે. તે નક્કી છે કે માત્ર CSK સામે જ નહીં, તે ભવિષ્યની કેટલીક મેચોમાં પણ LSG માટે નહીં રમે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…