KKR vs LSG IPL Match Result: લખનૌએ રોમાંચક મેચ 2 રનથી જીતી, સ્ટોઈનીશે અંતિમ બંને બોલ પર 2 વિકેટ ઝડપતા કોલકાતા હાર્યુ

|

May 18, 2022 | 11:35 PM

Kolkata Knight Riders vs Lucknow Super Giants IPL Match Result: રિંકુ સિંહ અને સુનિલ નરેેને અંતમાં મેચને રોમાંચક બનાવી દીધી હતી. પરંતુ સ્ટોઈનીશે અંતિમ બંને બોલ પર મેચને લખનૌના નામે બનાવી લેતી વિકેટ ઝડપી હતી.

KKR vs LSG IPL Match Result: લખનૌએ રોમાંચક મેચ 2 રનથી જીતી, સ્ટોઈનીશે અંતિમ બંને બોલ પર 2 વિકેટ ઝડપતા કોલકાતા હાર્યુ

Follow us on

IPL 2022 ની 66મી મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (Kolkata Knight Riders vs Lucknow Super Giants) વચ્ચે રમાઈ હતી. કેએલ રાહુલે (KL Rahul) ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. રાહુલની અડધી સદી અને ક્વિન્ટન ડીકોકની (Quinton de Kock) સદી વડે સિઝનની સૌથી શ્રેષ્ઠ ઓપનીંગ ભાગીદારી રમી 20 ઓવરના અંતે વિના વિકેટે 210 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં કોલકાતાની રમત શરુઆતમાં ખરાબ રહી હતી. બંને ઓપનરો ઝડપથી આઉટ થયા હતા. પરંતુ બાદમાં કેપ્ટન શ્રેયસ અય્યરે અડધી સદીની રમત વડે મેચને રોમાંચક મોડમાં લાવી દીધી હતી. પરંતુ અંતિમ બે બોલમાં બે વિકેટ ઝડપીને લખનૌની 2 રન થી જીત થઈ હતી. આમ વિશાળ લક્ષ્ય માટે અંતિમ બોલ સુધી કોલકાતાએ લડત આપી હતી.

ઓપનીંગ જોડી નિષ્ફળ નિવડી હતી વેંકટેશ અય્યર શૂન્ય રન પર જ પરત ફર્યો હતો. ટીમને પ્રથમ ઝટકો ઝીરો પર લાગતા જ ટીમ માટે મુશ્કેલ શરુઆત થઈ હતી. ત્યાં જ બીજા ઓપનરની વિકેટ ગુમાવી દેતા મુશ્કેલી ઉતરી આવવાની સ્થિતી હતી. અભિજીત તોમર 8 બોલનો સામનો કરીને 4 રન નોંધાવીને પરત ફર્યો હતો. પરંતુ ત્યાર બાદ કેપ્ટન શ્રેયસ અય્યર અને નિતીશ રાણાએ સ્થિતીને સંભાળી લીધી હતી.

કેપ્ટન શ્રેયસ અય્યરે 29 બોલમાં 50 રનની ઈનીંગ રમી હતી. તેણે 3 છગ્ગા અને 4 ચોગ્ગા જમાવ્યા હતા. નિતીશ રાણાએ 22 બોલમાં 42 રન નોંધાવ્યા હતા. તેણે 9 ચોગ્ગા આ દરમિયાન ફટકાર્યા હતા. બાદમાં સેમ બિલિંગ્સે 24 બોલમાં 36 રન નોંધાવ્યા હતા. તેણે 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. અય્યર, રાણા અને બિલિંગ્સે કોલકાતાને મેચમાં પકડી રાખ્યુ હતુ અને મેચ રોમાંચક રીતે આગળ વધી રહી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બાદમાં રિંકૂ સિંહ અને સુનિલ નરેને અંતિમ તબક્કો વધારે રોમાંચક બનાવી દીધો હતો. બંનેએ આક્રમક રમત રમીને રન અને બોલ વચ્ચેનુ અંતર ઘટાડી દીધુ હતુ. બંને એ છગ્ગા જમાવવા માંડતા જ કોલકાતા લક્ષ્યની નજીક પહોંચવા લાગ્યુ હતુ અને મેચ રોમાંચક મોડમાં રહી હતી. સુનિલે અણનમ 21 રન 7 બોલમાં 3 છગ્ગા વડે બનાવ્યા હતા. જ્યારે રિંકૂએ 15 બોલમાં 40 રન 4 છગ્ગા વડે બનાવ્યા હતા. રિંકૂ અને ઉમેશ યાદવ બંને અંતિમ બોલ પર સ્ટોઈનીશનો શિકાર બન્યા હતા. આમ મેચ લખનૌએ તે બંને વિકેટને લઈને પોતાને નામે કરવામાં સફળતા મેળવી હતી.

મોહસીનની શાનદાર ઓવર

મોહસીને 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે સૌથી કરકસર ભરી રીતે બોલીંગ કરી હતી. જેસન હોલ્ડરે 4 ઓવરના સ્પેલમાં 45 રન આપ્યા હતા. જ્યારે આવેશ ખાને સૌથી વધુ 4 ઓવરમાં 60 રન આપ્યા હતા. કૃષ્ણપ્પા ગૌતમૈ 2 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. માર્ક્સ સ્ટોઈનીશે કમાલ કર્યો હતો. તેણે અંતિમ 2 બોલમાં 2 વિકેટ ઝડપીને લખનૌને ચમત્કાર કરવા રુપ બોલીંગ કરીને જીત અપાવી હતી. અંતિમ બોલ પર 3 રનની કોલકાતાની જરુરીયાત સામે ઉમેશ યાદવને બોલ્ડ કરી દીધો હતો.

Published On - 11:22 pm, Wed, 18 May 22

Next Article