IND vs PAK: પ્લેઈંગ ઈલેવનથી લઈને કોહલીની વાપસી સુધી, જાણો રોહિતના PCની મોટી વાતો

|

Aug 27, 2022 | 10:04 PM

એશિયા કપ 2022માં ભારતની પહેલી મેચ પાકિસ્તાન (India Vs Pakistan) સામે છે, જે રવિવારે રમાશે.

IND vs PAK: પ્લેઈંગ ઈલેવનથી લઈને કોહલીની વાપસી સુધી, જાણો રોહિતના PCની મોટી વાતો
Rahul Dravid and Rohit Sharma

Follow us on

ભારતીય ટીમ રવિવારે પાકિસ્તાન (India Vs Pakistan) સામેની મેચથી ચાર વર્ષ પછી એશિયા કપમાં અભિયાનની શરૂઆત કરશે. બંને ટીમો ગયા વર્ષના ટી20 વર્લ્ડ કપ પછી એકબીજાનો સામનો કરશે. મેચ પહેલા રોહિત શર્માએ (Rohit Sharma) પ્રેસ કોન્ફરન્સમાં ટીમની તૈયારીઓ વિશે કહ્યું. તેને પ્લેઈંગ ઈલેવન અને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વાપસી વિશે પણ નિવેદન આપ્યું હતું. રોહિતે પાકિસ્તાન સામેની મેચને લઈને ટીમ ઈન્ડિયાના માહોલ વિશે પણ મીડિયા સાથે વાત કરી હતી.

રોહિતના પ્રેસ કોન્ફરન્સની મોટી વાતો

  1. પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડ કપની હાર વિશે રોહિતે કહ્યું ‘અમે હાર પછી તેના વિશે વાત કરીએ છીએ. ટી20 વર્લ્ડ કપની તે મેચને ઘણો સમય થઈ ગયો છે. ત્યારથી અમે ઘણી મેચ રમી છે અને અમારી ભૂલોને સુધારવાની કોશિશ કરી છે. અમે જાણીએ છીએ કે મેચ જીતવા માટે શું જરૂરી છે.
  2. એશિયા કપમાં પોતાની રણનીતિ વિશે વાત કરતા તેને કહ્યું ‘અમે અમારા પ્લાન પ્રમાણે કરીશું, અમે નક્કી કર્યું છે કે અમે કેટલીક નવી વસ્તુઓ ટ્રાઈ કરીશું. તેમાં આપણે સફળ થઈ શકીએ છીએ, નિષ્ફળ પણ થઈ શકીએ છીએ, પરંતુ આપણે ગભરાઈશું નહીં અને આપણા પ્લાન મુજબ કામ કરીશું.
  3. રોહિતે ટીમની પ્લેઈંગ ઈલેવન વિશે કોઈ મોટી અપડેટ આપી નથી. તેને કહ્યું, ‘હમણાં જ અમે પીચ જોઈ છે, તેના પર ઘણું ઘાસ છે. આજે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનારી મેચને જોતા ખબર પડશે કે પીચ કેવી છે તેના આધારે પ્લેઈંગ ઈલેવન નક્કી કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે અહીં ઘણી મેચ રમ્યા છે તેથી કોઈ મુશ્કેલી ન થવી જોઈએ.
  4. વિરાટ કોહલી દ્વારા મેન્ટલ હેલ્થ વિશે આપેલા નિવેદનને કેપ્ટન રોહિત શર્માએ પણ સમર્થન આપ્યું હતું. તેને કહ્યું કે કોરોના પછી વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે, તે દરેક પ્લેયર માટે મુશ્કેલ સમય હતો.
  5. IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
    રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
    SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
    ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
    કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
    ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
  6. રોહિતે વિરાટ કોહલીની વાપસી વિશે પણ નિવેદન આપ્યું હતું. તેને કહ્યું ‘વિરાટ ખૂબ જ સારા ટચમાં દેખાઈ રહ્યો છે. તે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. તેમનામાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. તે એક મહિના પછી આવી રહ્યો છે તેથી તે વધુ ફ્રેશ છે.
  7. પાકિસ્તાન સાથેની દ્વિપક્ષીય સિરીઝ પર તેને કહ્યું, ‘તે અમારા હાથમાં નથી. અમે ત્યાં પહોંચીએ છીએ જ્યાં અમને મેચ રમવા મોકલવામાં આવે છે. દ્વિપક્ષીય સિરીઝ પર કંઈ કહી શકતો નથી. આ નિર્ણય બંને દેશોના બોર્ડ દ્વારા લેવામાં આવશે.
Next Article