IPL 2023 માં ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં એક નામ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલનુ ઉમેરાઈ ચુક્યુ છે. રાહુલ હવે સિઝનથી બહાર ચાલી રહ્યો છે અને હવે તેના ક્રિકેટના મેદાનમાં રમતમાં પરત ફરવાને લઈ રાહ જોવી પડે એવા સમાચાર સામે આવી રહ્યા છે. તેની ઈજાને લઈ ભારતીય ક્રિકેટ ટીમની ચિંતા પણ વધારી દીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની આઈપીએલ મેચ દરમિયાન ફિલ્ડીંગ કરવા બોલની પાછળ દોડતા તેને ઈજાની સમસ્યા સર્જાઈ હતી. લખનૌનો કેપ્ટન રાહુલ આ ઈજા બાદ સિઝનથી બહાર થઈ ગયો અને હવે સુકાન કૃણાલ પંડ્યા સંભાળી રહ્યો છે.
લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમમાં ગત 1 મે ને સોમવારે મેચ રમાઈ હતી. આ મેચમાં બેંગ્લોર અને લખનૌ ટકરાયા હતા. જે મેચમાં લખનૌની હાર થઈ હતી. આ મેચમાં હારના દુઃખ કરતા મોટો ઝટકો લખનૌને કેપ્ટન રાહુલની ઈજાનો લાગ્યો હતો. રાહુલ લખનૌની અંતિમ મેચમાં ઉતર્યો નહોતો. જે મેચ ચેન્નાઈ અને લખનૌ વચ્ચે રમાઈ હતી અને વરસાદને લઈ રદ કરવામાં આવી હતી.
રાહુલની પરેશાની બાદ તેનુ સ્કેનિંગ કરવામાં આવ્યુ હતુ. નેશનલ ક્રિકેટ એકડમીની મેડિકલ ટીમ દ્વારા તેનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન જ મીડિયા રિપોર્ટ્સ સામે આવવા લાગ્યા હતા કે, સિઝનમાં આગળ રમવુ રાહુલ માટે મુશ્કેલ છે. રાહુલ હવે સિઝનમાં ફરીથી રમવા નહીં ઉતરી શકે એવી સંભાવનાઓ વચ્ચે હવે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમવુ લગભગ મુશ્કેલ બન્યુ છે. ચેન્નાઈ સામેની મેચ બાદ તુરત જ કેએલ રાહુલ મુંબઈ પહોંચ્યો હતો અને જ્યાં તેણે સારવારને લઈ આગળની કાર્યવાહી શરુ કરી હતી. જોકે હવે મુંબઈમાં તેની સારવારના રિપોર્ટ આધારે જૂનમાં ફાઈનલ મેચમાં તેનો હિસ્સો લેવા અંગે સ્પષ્ટતા થઈ શકશે.
Kl rahul leave the ground.#LSGvsRCB pic.twitter.com/m3so2nn684
— Nilesh (@Nilesht2003) May 1, 2023
રિપોર્ટ મુજબ NCA ની મેડિકલ ટીમને તેના જૂનમાં લંડન જવાને લઈ વધારે આશાઓ જણાઈ રહી નથી. તે 7 જૂનથી શરુ થતી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ફિટ થવો મુશ્કેલ જણાઈ રહ્યો છે. આમ તે ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચને ગુમાવી શકે છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 9:10 am, Fri, 5 May 23