IPL (IPL 2021) માં ગુરુવારે બે મેચ રમાવાની છે. દિવસની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ (CSK vs PBKS) વચ્ચે રમાશે. બીજી મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાશે. આ મેચ KKR માટે ખૂબ મહત્વની છે જે પ્લેઓફ માટે ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 13 મેચમાંથી 12 પોઈન્ટ સાથે હાલમાં ટેબલમાં ચોથા સ્થાને છે.
નેટ રન રેટની દ્રષ્ટિએ તે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડીયન્સ કરતા આગળ છે. મુંબઈ ઈન્ડીયન્સના પણ 13 મેચમાં 12 પોઈન્ટ્સ છે અને તેણે શુક્રવારે તળીયાનુ સ્થાન ધરાવતી સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચ રમવાની છે. બીજી તરફ, KKR એ તેની છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટે હરાવ્યા બાદ પ્લેઓફમાં પહોંચવાની તેમની આશાઓ અકબંધ રાખી હતી.
કેકેઆરને ટુર્નામેન્ટના બીજા તબક્કામાં મિશ્ર પરિણામો મળ્યા, ચાર મેચ જીતી અને બે હારી. KKR એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડીયન્સ સામે સતત બે જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગયા હતા. પરંતુ તેઓ દિલ્હી કેપિટલ્સ પર ટેબલ ટોપર્સ સામે જીત મેળવીને પાછા ફર્યા હતા. પંજાબ કિંગ્સ સામેની હાર બાદ, તેઓએ સનરાઇઝર્સ હૈદરાબાદને છ વિકેટે હરાવીને અંતિમ પ્લેઓફની રેસમાં પોતાને આગળ રાખ્યું છે. આ સીઝનમાં 26 એપ્રિલના રોજ બંને ટીમો ટકરાઈ હતી, જેમાં કોલકાતા 6 વિકેટે જીત્યું હતું.
કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ (KKR vs RR) IPL 2021 ની 54 મી મેચ 7, ઓક્ટોબર, ગુરુવારે રમાશે.
શારજાહના ક્રિકેટ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ (KKR vs RR) મેચ રમાશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ (KKR vs RR) મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ (KKR vs RR) મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ (KKR vs RR) મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.