લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેમના જ ઘરમાં જઈ રહી છે. લખનઉ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ મેચમાં જીત લખનૌ માટે પ્લેઓફનો રસ્તો ખોલી શકે છે. આ બંને ટીમોની લીગ તબક્કાની આ છેલ્લી મેચ છે. આ બંને ટીમોની લીગ તબક્કાની આ છેલ્લી મેચ છે. જો કે કોલકાતા હજુ પ્લેઓફમાંથી સંપૂર્ણ રીતે બહાર નથી થયું, પરંતુ જો આ મેચ પછી કોલકાતાએ તેની પ્લેઓફની આશા જીવંત રાખવી હોય તો તેને આ મેચ મોટા અંતરથી જીતવી પડશે.
19મી ઓવરમાં 3 ચોગ્ગા સળંગ ફટકાર્યા બાદ રિંકૂ સિંહે છગ્ગો જમાવી નવીન ઉલ હકની ધુલાઈ કરી હતી. હવે અંતિમ ઓવરમાં 21 રનની જરુર છે. યશ ઠાકુર અંતિમ ઓવર લઈને આવ્યો છે.
18 મી ઓવરના અંતિમ બોલ પર સુનિલ નરેને ડીપ પોઈન્ટની દિશામાં શોટ જમાવ્યો હતો. જ્યાં બે રન લેવાના પ્રયાસમાં તે રન આઉટ થઈને પરત ફર્યો હતો. સુનિલે માત્ર 1 જ રન નોંધાવ્યો હતો.
શાર્દૂલ ઠાકુર માત્ર 3 જ રન નોંધાવીને પોતાની વિકેટ ગુમાવી બેઠો છે. પ્રેરક માંકડે તેનો કેચ ઝડપ્યો હતો. કોલકાતાએ છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે અને સારી શરુઆત છતાં અંતમાં રમત ખરાબ રહી છે.
આંદ્રે રસેલ 9 બોલ રમીને 7 રન નોંધાવીને પેવેલિયન પરત ફર્યો છે. 16મી ઓવરના ચોથા બોલ પર તેને રવિ બિશ્નોઈએ પોતાનો શિકાર બનાવ્યો છે. આગળના બોલ પર રસેલે શાનદાર છગ્ગો ફટકાર્યો હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સને મેચમાં જીત મેળવવા માટે 5 ઓવરની બાકી રહેલી રમતમાં 63 રનની જરુર જીત માટે જરુરી છે. રિંકૂ સિંહ અને આંદ્રે રસેલ ક્રિઝ પર મોજૂદ છે.
યશ ઠાકુરે રહેમાનઉલ્લાહ ગુરબાજને આઉટ કર્યો છે. ગુરબાજ 10 રન નોંધાવીને પરત ફર્યો છે. હવાઈ શોટ રમી લેતા સ્લો બોલ પોઈન્ટની દિશામાં ઉંચો ચડ્યો હતો. જ્યાં રવિ બિશ્નોઈએ તેનો કેચ ઝડપ્યો હતો.
10મી ઓવરના અંતિમ બોલ પર કૃણાલ પંડ્યાએ ઓપનર જેસન રોયને ફસાવ્યો હતો. રોયે 45 રનની ઈનીંગ 28 બોલનો સામનો કરીને રમી હતી. રોય બેકફુટ પર જઈ રમવાના પ્રયાસમાં બોલને ચૂકી જતા મીડલ અને લેગ સ્ટંપ ઉડી ગયા હતા.
9મી ઓવર લઈને રવિ બિશ્નોઈ આવ્યો હતો. રવિએ નીતીશ રાણાની વિકેટ ઝડપી છે. રાણા એક્સ્ટ્રા કવર પર ગુગલી બોલને ઓન સાઈડ ફટકારવા જતા વિકેટ ગુમાવી હતી. રાણાએ 8 રન નોંધાવ્યા હતા.
પાવર પ્લે દરમિયાન કોલકાતાની રમત સારી રહી હતી. એક વિકેટ પાવર પ્લેના અંતિમ બે બોલ બાકી રહેતા ગુમાવી હતી. ઓપનિંગ જોડીએ 61 રનની ભાગીદારી રમત કરી હતી. આમ પાવર પ્લેમાં એક વિકેટ ગુમાવીને 61 રન નોંધાવ્યા હતા.
કોલકાતાએ પ્રથમ વિકેટ ગુમાવી છે. કૃષ્ણપ્પા ગૌતમે ઓફ સ્ટંપ બોલ વડે વેંક્ટેશન અય્યરને પોતાની જાળમાં ફસાવ્યો હતો અને તે સીધો જ કવર પર કેચ આઉટ થઈ પરત ફર્યો હતો. અય્યરે 24 રન નોંધાવ્યા હતા.
ગુરુબાજના સ્થાને કોલકાતા તરફથી ઓપનિંગ જોડીમાં જેસન રોય સાથે વેંકટેશ અય્યર આવ્યો છે. બંનેએ કોલકાતાની બેટિંગ ઈનીંગની શરુઆત કરી છે. મોહસિન ખાન પ્રથમ ઓવર લખનૌ તરફથી લઈને આવ્યો છે. પ્રથમ ઓવરમાં અય્યરે એત છગ્ગો અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આમ 15 રન પ્રથમ ઓવરમાં આવ્યા હતા.
20મી ઓવર આંદ્રે રસલે નાંખી હતી. આ ઓવરમાં કૃષ્નપા અને નવીને 13 રન બનાવ્યા હતા. 20 ઓવર બાદ લખનઉની ટીમે 8 વિકેટના નુકશાન સાથે 176 રન બનાવ્યા હતા.
લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી નવીન 1 રન અને ક્રિસનપા 0 રન સાથે રમી રહ્યાં છે. પૂરન અને બદોની અને આઉટ થયા છે. 19 ઓવર બાદ લખનઉનો સ્કોર – 163/8
લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી પૂરન 38 રન અને બદોની 12 રન સાથે રમી રહ્યાં છે. પૂરન અને બદોની વચ્ચે 50 રનની પાર્ટનરશિપ થઈ છે. 16 ઓવર બાદ લખનઉનો સ્કોર – 122/5
લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી પૂરણ 26 રન અને બદોની 9 રન સાથે રમી રહ્યાં છે. 14 ઓવર બાદ લખનઉનો સ્કોર – 107/5. છેલ્લી 2 ઓવરમાં 1 સિક્સર અને 1 ચોગ્ગો જોવા મળ્યો.
લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી પૂરણ 17 રન અને બદોની 2 રન સાથે રમી રહ્યાં છે. 12 ઓવર બાદ લખનઉનો સ્કોર – 91/5. લખનઉની ટીમે અહીંથી મોટો ટાર્ગેટ સેટ કરવો પડશે, નહીં તો લખનઉની ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે મુશ્કેલી થશે.
કોલકત્તાની અડધી ટીમ આઉટ, ડિકોક 28 રન બનાવી આઉટ થયો. વરુણ ચક્રવર્તીની ઓવરમાં આંદ્રે રસલે શાનદાર કેચ પકડીને કોલકત્તાની ટીમને સફળતા અપાવી.
સુનિલ નારાયણની ઓવરમાં કોલકત્તાની ટીમને ચોથી સફળતા મળી. 10મી ઓવરમાં કેપ્ટન કૃણાલ પંડયા 9 રનના સ્કોર પર કેચ આઉટ થયો છે. આ કેચ રિંકૂ સિંઘે પકડ્યો હતો. 10 ઓવર બાદ લખનઉનો સ્કોર – 73/4
ટાઈમ આઉટ બાદ લખનઉની ટીમની 2 વિકેટ પડી.વૈભવ અરોડાની ઓવરમાં 2 વિકેટ પડી છે. પ્રેરક 26 રન બનાવી કેચ આઉટ થયો છે. અને સ્ટોઈનીશ ડક આઉટ થયો છે. 8 ઓવર બાદ લખનઉનો સ્કોર – 58/3
લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી પ્રેરક 26 રન અને ડીકોક 20 રન સાથે રમી રહ્યાં છે. 6 ઓવર બાદ લખનઉનો સ્કોર – 54/1. વરુણની ઓવરમાં પ્રેરકે 3 ચોગ્ગા ફટકાર્યા.
લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી પ્રેરક 16 રન અને ડીકોક 19 રન સાથે રમી રહ્યાં છે. 5 ઓવર બાદ લખનઉનો સ્કોર – 39/1. હર્ષિત રાણાની ઓવરમાં પ્રેરકે 3 ચોગ્ગા ફટકાર્યા.
લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી પ્રેરક 4 રન અને ડીકોક 19 રન સાથે રમી રહ્યાં છે.4 ઓવર બાદ લખનઉનો સ્કોર – 27/1. 4 ઓવરમાં 2 ચોગ્ગા અને 1 સિક્સર જોવા મળી.
લખનઉની પહેલી વિકેટ પડી, કરન શર્મા 3 રન બનાવી આઉટ. 2.3 ઓવર બાદ લખનઉનો સ્કોર – 14/1. હર્ષિત રાણાએ કોલકત્તાને પહેલી સફળતા અપાવી.
લખનઉ સુપર જાયન્ટસની બેટિંગ શરુ, લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી કરન શર્મા અને ડીકોક ઓપનિંગ માટે આવ્યા છે. 1 ઓવર બાદ લખનઉનો સ્કોર – 1/0
Let’s Play!
ACTION time in Kolkata 🏟️
Who will win this folks?
Follow the match ▶️ https://t.co/7X1uv1mCyL #TATAIPL | #KKRvLSG pic.twitter.com/9XQeQRmjJ1
— IndianPremierLeague (@IPL) May 20, 2023
લખનઉ સુપર જાયન્ટ્સ : ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), કરણ શર્મા, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા (કેપ્ટન), આયુષ બદોની, કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, મોહસિન ખાન
લખનઉ સુપર જાયન્ટ્સ સબ્સ: કાયલ મેયર્સ, યશ ઠાકુર, ડેનિયલ સેમ્સ, યુધવીર સિંહ ચરક, દીપક હુડા
કોલકાતા નાઈટ રાઈડર્સ : રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), જેસન રોય, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી
કોલકાતા નાઈટ રાઈડર્સ સબ્સ: સુયશ શર્મા, મનદીપ સિંહ, અનુકુલ રોય, એન જગદીસન, ડેવિડ વિઝ
લખનઉ શનિવારે ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સીઝનની તેમની અંતિમ આઈપીએલ મેચમાં મોહન બાગાનના પ્રતિકાત્મક રંગોમાં રમશે. લખનઉ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની તેમની આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચ માટે ખાસ જર્સી પહેરીને મોહન બાગાન સુપર જાયન્ટને ટ્રિબ્યુટ આપવાનું નક્કી કર્યું છે.
🚨 Toss Update 🚨@KKRiders win the toss and elect to field first against @LucknowIPL.
Follow the match ▶️ https://t.co/7X1uv1mCyL #TATAIPL | #KKRvLSG pic.twitter.com/LjSVaag8LX
— IndianPremierLeague (@IPL) May 20, 2023
કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. લખનઉ સુપર જાયન્ટસની ટીમ પહેલા બેટિંગ કરતી જોવા મળશે
લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેમના જ ઘરમાં જઈ રહી છે. લખનઉ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ મેચમાં જીત લખનૌ માટે પ્લેઓફનો રસ્તો ખોલી શકે છે. આ બંને ટીમોની લીગ તબક્કાની આ છેલ્લી મેચ છે. આ બંને ટીમોની લીગ તબક્કાની આ છેલ્લી મેચ છે. જો કે કોલકાતા હજુ પ્લેઓફમાંથી સંપૂર્ણ રીતે બહાર નથી થયું, પરંતુ જો આ મેચ પછી કોલકાતાએ તેની પ્લેઓફની આશા જીવંત રાખવી હોય તો તેને આ મેચ મોટા અંતરથી જીતવી પડશે.
Published On - 6:55 pm, Sat, 20 May 23