આઈપીએલની 16મી સિઝનમાં આજે પ્રથમ વાર વરસાદનું વિઘ્ન જોવા મળ્યું હતું. વરસાદને કારણે આપીએલ 2023ની 28મી મેચ 7.30 કલાકની જગ્યાએ 8.30 કલાકે શરુ થઈ હતી. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરીને કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે 10 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેપ્ટન વોર્નરની 59 આઈપીએલ ફિફટની મદદથી દિલ્હી કેપિટલ્સની ટીમે આજે સિઝન 16મી પ્રથમ જીત મળી હતી. દિલ્હી કેપિટલ્સે આ મેચ 4 વિકેટથી જીતી હતી.
પ્રથમ ઈનિંગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી ઈશાંત શર્માએ 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 3 ઓવરમાં 13 રન આપીને 2 વિકેટ લીધી હતી. નોર્ટજે 4 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 15 રન આપીને 2 વિકેટ લીધી હતી. મુકેશ યાદવે 4 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ લીધી હતી.
દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે 57 રન, પૃથ્વી શોએ 13 રન, મિચેલ માર્શે 2 રન, સોલ્ટે 5 રન, મનિષ પાંડે એ 21 રન , અમન ખાને 0 રન, અક્ષર પટેલે 19 રન અને લલિત યાદવે 4 રન બનાવ્યા હતા.
પ્રથમ ઈનિંગમાં કોલકત્તા તરફથી જેસન રોયે 43 રન, લિટન દાસે 4 રન, વેંકટેશ ઐયરે 0 રન, નીતિશ રાણાએ 4 રન, મનદીપ સિંહે 12 રન, આન્દ્રે રસેલે 38 રન, રિંકુ સિંહે 6 રન, સુનીલ નારાયણે 4 રન, ઉમેશ યાદવે 3 રન, વરુણ ચક્રવર્તીએ 1 રન અને અનુકુલ રોયે 0 રન બનાવ્યા હતા.
કોલકત્તા તરફથી વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ લીધી હતી. અનુકુલ રોયે 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે કેપ્ટન રાણાએ 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ લીધી હતી.
અંતિમ ઓવરમાં 4 બોલ પહેલા ટાર્ગેટ પૂરો કરીને દિલ્હી કેપિટલ્સે 4 વિકેટથી મેચ જીતી છે.
19 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 121/6. અંતિમ ઓવરમાં જીત માટે 6 બોલમાં 7 રનની જરુર, દિલ્હી કેપિટલ્સ તરફથી અક્ષર પટેલ 13 રન અને લલિત યાદવ 4 રન સાથે રમી રહ્યાં છે.
દિલ્હી કેપિટલ્સ તરફથી અક્ષર પટેલ 10 રન અને લલિત 2 રન સાથે રમી રહ્યા છે. જીત માટે 12 બોલમાં 12 રનની જરુર. 18 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 116/6
કેપ્ટન નીતીશ રાણાએ મેચમાં બીજી વિકેટ લીધી હતી. અમન ખાન 0 રન પર બોલ્ડ થયો છે. કેપ્ટન રાણાએ બીજી વિકેટ લીધી
અક્ષર પટેલ 7 રન અને અમન 0 રન બનાવી રમી રહ્યાં છે. 16 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 110/5. મનિષ પાંડે 21 રન બનાવી આઉટ.
દિલ્હી તરફથી અક્ષર પટેલ 5 રન અને મનિષ પાંડે 19 રન સાથે રમી રહ્યાં છે. 15 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 104/4
વરુણની ઓવરમાં કેપ્ટન વોર્નર 57 રન બનાવી આઉટ થયો. હાલમાં અક્ષર પટેલ અને મનિષ પાંડે મેદાન પર દિલ્હી તરફથી રમી રહ્યાં છે.
11 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 83/3. કેપ્ટન વોર્નરે 33 બોલમાં ફિફટી ફટકારી છે. જીત માટે 54 બોલમાં 45 રનની જરુર.
ઈમ્પેક્ટ પ્લેયર અનુકુલ રોયની ઓવરમાં દિલ્હીની ત્રીજી વિકેટ પડી, ફિલિપ સોલ્ટ 5 રન બનાવી આઉટ થયો છે. 9 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 70/3
લગ્ન કરીને આઈપીએલમાં પરત ફરેલા મિચેલ માર્શ ફરી ફલોપ રહ્યા છે. કોલકત્તાના કેપ્ટન નીતીશ રાણાની ઓવરમાં તે 2 રન બનાવી કેચ આઉટ થયો છે. 8 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 67/2
દિલ્હી તરફથી વોર્નર 45 રન અને મિચેલ માર્શ 1 રન સાથે રમી રહ્યાં છે. પૃથ્વી શો 13 રન બનાવી આઉટ થયો છે. 6 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 61/1
દિલ્હી તરફથી વોર્નર 24 રન અને પૃથ્વી શો 9 રન સાથે રમી રહ્યાં છે. 4 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 34/0. દિલ્હી કેપિટલ્સને 128 રનનો ટાર્ગેટ મળ્યો છે.
દિલ્હી તરફથી વોર્નર 13 રન અને પૃથ્વી શો 6 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા. 2 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 19/0
દિલ્હી કેપિટલ્સ તરફથી ડેવિડ વોર્નર અને પૃથ્વી શો ઓપનિંગ માટે આવ્યા છે. ઉમેશ યાદવની ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. 1 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 6/0
આંદ્રે રસલે આ ઓવરમાં સતત 3 સિક્સર ફટકારી છે. 20 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 127/10 દિલ્હી કેપિટલ્સને પ્રથમ જીત માટે 128 રનનો ટાર્ગેટ મળ્યો.
આંદ્રે રસલ 18 રન અને વરુણ 1 રન સાથે રમી રહ્યાં છે.19 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 108/9
આંદ્રે રસલ 18 રન અને વરુણ 0 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. 18 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 105/9
આંદ્રે રસલ 14 રન અને વરુણ 0 રન સાથે રમી રહ્યાં છે. 17 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 100/9
કોલકત્તાની નવમી વિકેટ પડી, ઉમેશ યાદવ 3 રન બનાવી આઉટ થયો. 16 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 97/9
કુલદીપ યાદવની ઓવરમાં કોલકત્તાની સતત 2 વિકેટ પડી. રોય 43 રન અને અનુકુલ 0 રન બનાવી આઉટ થયો. 15 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 94/8
જેસન રોય 43 રન અને આંદ્રે રસલ 12 રન સાથે રમી રહ્યાં છે. 14 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 92/6. આંદ્ર રસલે આ ઓવરમાં એક સિક્સર ફટકારી.
જેસન રોય 37 રન અને આંદ્રે રસલ 4 રન સાથે રમી રહ્યાં છે. છેલ્લી ઓવરમાં કોલકત્તાને માત્ર 4 રન મળ્યા. કોલકત્તાએ હવે મોટો ટાર્ગેટ સેટ કરવા સારી બેટિંગ કરવી પડશે.13 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 77/6
લાંબા સમય બાદ ક્રિકેટના મેદાન પર વાપસી કરી રહેલા ઈશાંત શર્માએ બીજી વિકેટ લીધી છે. તેણે સુનીલ નરેનને 4 રનના સ્કોર પર આઉટ કર્યો છે. કેપ્ટન ડેવિડ વોર્નરે આ કેચ પકડયો હતો.
અક્ષર પટેલની ઓવરમાં રિંકુ સિંહ 6 રન બનાવીને કેચ આઉટ થયો છે. લલિત યાદવે શાનદાર કેચ પકડતા દિલ્હીની અડધી ટીમ પવેલિયનમાં પહોંચી છે.
જેસન રોય 34 રન અને રિંકુ સિંહ 6 રન સાથે રમી રહ્યાં છે. 10 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 64/4. આ ઓવરમાં એક સિક્સર જોવા મળી.
ગુજ્જુ ઓલરાઉન્ડર અક્ષર પટેલની ઓવરમાં મંદીપ સિંહ 12 રન બનાવી આઉટ થયો છે. સ્ટાર ખેલાડી રિંકુ સિંહની મેદાન પર એન્ટ્રી થઈ છે.
જેસન રોય 25 રન અને મંદીપ સિંહ 12 રન સાથે રમી રહ્યાં છે. મિચેલ માર્શે પોતાની જ ઓવરમાં અંતિમ બોલ પર એક કેચ છોડ્યો છે. આ ઓવરમાં મંદીપે એક સિક્સર પણ ફટકારી છે. 8 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 49/3
જેસન રોય 23 રન અને મંદીપ સિંહ 5 રન સાથે રમી રહ્યાં છે. 7 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 39/3. ગુજ્જુ ઓલરાઉન્ડ અક્ષર પટેલની ઓવરમાં માત્ર 4 રન મળ્યા.
ઈશાંત શર્માની ઓવરમાં કેપ્ટન નીતીશ રાણા 4 રન બનાવી કેચ આઉટ થયો છે. મુકેશ કુમારે કેચ પકડીને દિલ્હીને ત્રીજી સફળતા અપાવી હતી. 6 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 35/3
નોર્ટજેની ઓવરમાં વેંકટેશ અય્યર ડક પર આઉટ થયો છે.મિચેલ માર્શે શાનદાર કેચ પકજીને ટીમને સફળતા અપાવી હતી.
જેસન રોય 15 રન અને વેંકટેશ 0 રન સાથે રમી રહ્યાં છે. ઈશાંત શર્માની ઓવરમાં એક ચોગ્ગો પણ જોવા મળ્યો. 3 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 20/1
લિટલ દાસ 4 રન બનાવી આઉટ થયો છે. મુકેશની ઓવરમાં દિલ્હીને પ્રથમ સફળતા મળી છે. જેસન રોય 10 રન સાથે રમી રહ્યો છે.2 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 15/1
ભારતીય બોલર ઈશાંત શર્માએ 717 દિવસ બાદ ક્રિકેટના મેદાન પર વાપસી કરી છે. આજની મેચની પ્રથમ ઓવર તેને આપવામાં આવી હતી. કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી જેસન રોય રોય અને લિટન દાસ મેદાન પર આવ્યા છે. 1 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 5/0 . આ ઓવરમાં 1 ચોગ્ગો પણ જોવા મળ્યો.
દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મિશેલ માર્શ, મનીષ પાંડે, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, લલિત યાદવ, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ઈશાંત શર્મા, મુકેશ કુમાર
કોલકાતા નાઈટ રાઈડર્સ : જેસન રોય, લિટન દાસ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), મનદીપ સિંહ, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, કુલવંત ખેજરોલિયા, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી
🚨 Toss Update 🚨@DelhiCapitals win the toss and elect to field first against @KKRiders.
Follow the match ▶️ https://t.co/CYENNIiaQp #TATAIPL | #DCvKKR pic.twitter.com/WopA9ZSaJO
— IndianPremierLeague (@IPL) April 20, 2023
વરસાદ બાદ ટોસ થયો જેમાંં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. આજની મેચમાં મેચ 20-20 ઓવરની જ થશે. 8.15 કલાકે ટોસ થયા બાદ હવે 8.30 કલાકે શરુ થશે મેચ.
દિલ્હીમાં વરસાદને કારણે આઈપીએલની 16મી સિઝનની 28મી હજુ પણ શરુ થઈ શકી નથી. મેદાન અને પિચને વરસાદથી બચાવવા માટે હજુ પણ કવર કરવામાં આવ્યા છે. વરસાદ ઓછો થતા હવે 8.15 કલાકે મેચનો ટોસ થશે. વરસાદને કારણે સમય ખરાબ થતા મેચમાં ઓવર ઘટાડવામાં આવી શકે છે.
દિલ્હીમાં વરસાદને કારણે આઈપીએલની 16મી સિઝનની 28મી હજુ પણ શરુ થઈ શકી નથી. મેદાન અને પિચને વરસાદથી બચાવવા માટે હજુ પણ કવર કરવામાં આવ્યા છે.
દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા વચ્ચેની મેચ 7.30 કલાકે શરુ થવાની હતી. પણ 7.30 કલાકે મેચ અમ્પાયર એ વાતની તપાસ કરવા જશે કે વરસાદ બાદ હવે મેદાન પર ટોસ અને મેચ થઈ શકશે કે નહીં.
દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ નચ્ચે આઈપીએલમાં 31 મેચ રમી છે. જેમાંથી દિલ્હી કેપિટલ્સનો 14 મેચમાં અને કોલકત્તા નાઈટ રાઈડર્સનો 16 મેચમાં વિજય થયો છે. જ્યારે 1 મેચ નિર્ણય વગરની રહી હતી.
કોલકત્તા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પહેલા દિલ્હીના સ્ટેડિયમમાં વરસાદ પડ્યો છે. જેને કારણે 7 વાગ્યે થતા ટોસમાં વિલંબ થયો છે. મેદાનનો સ્ટાફ અને અમ્પાયર્સ હાલમાં મેદાન પર પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યાં છે.
આઈપીએલની 16મી સિઝનની 28મી મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. દિલ્હી કેપિટલ્સની ટીમ પોતાની પ્રથમ જીતની શોધમાં છે. દિલ્હી કેપિટલ્સ તરફથી ડેવિડ વોર્નર અને કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી નીતીશ રાણા ટોસ માટે આવશે.
Published On - 6:58 pm, Thu, 20 April 23