Khelo India Winter Games: અનુરાગ ઠાકુરે બરફીલા માહોલમાં ક્રિકેટ રમતા લગાવ્યા છગ્ગા, જુઓ Video

|

Feb 10, 2023 | 11:35 AM

Khelo India Winter Games: વિન્ટર ગેમ્સનુ આયોજન કશ્મીરમાં કરવામાં આવી રહ્યુ છે. ભારત ભરમાંથી દોઢેક હજાર જેટલા ખેલાડીઓ કશ્મીરમાં 11 રમતો માટે હિસ્સો લેવા પહોંચશે.

Khelo India Winter Games: અનુરાગ ઠાકુરે બરફીલા માહોલમાં ક્રિકેટ રમતા લગાવ્યા છગ્ગા, જુઓ Video
Anurag Thakur plays cricket amid snowfall in Gulmarg

Follow us on

કેન્દ્રીય રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુર ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સને લઈ ગુલમર્ગ પહોંચ્યા હતા. આ દરમિયાન ગુલમર્ગના બર્ફિલા વાતાવરણમાં તેઓએ ક્રિકેટ ના બેટ વડે છગ્ગા ફટાકર્યા હતા. પ્રધાન ઠાકુરનો શાનદાર અંદાજનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઠાકુરે જબરદસ્ત અંદાજથી બરફવર્ષા વચ્ચે છગ્ગા જમાવતા શોટ લગાવતા વિડીયોમાં જોવા મળી રહ્યા છે. પ્રધાને પણ ગુલમર્ગના બરફવર્ષાના માહોલનો ખૂબ આનંદ મેળવ્યો હતો. તેઓએ ત્યા હાજર યુવા ખેલાડીઓ સાથે ક્રિકેટ રમવાનુ પસંદ કર્યુ હતુ અને તેમની સાથે આનંદ મેળવ્યો હતો.

કશ્મીરમાં ખેલો ઈન્ડિયાની શરુઆત થઈ રહી છે. આ પહેલાથી જ કેન્દ્રીય પ્રધાન ગુલમર્ગ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ માટે પહોંચ્યા હતા. જે ખેલાડીઓ માટે ઉત્સાહ વઘારનાર છે. કેન્દ્રીય રમતગમત મંત્રીએ કહ્યું કે આખું ભારત ખેલો ઈન્ડિયાની રાહ જોઈ રહ્યું છે. જેમાં યુથ, યુનિવર્સિટી અને વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના 9 શહેરોમાં યુથ ગેમ્સ યોજાઈ રહી છે. કાશ્મીરમાં વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં દેશભરમાંથી 1500થી વધુ ખેલાડીઓ 11 રમતોમાં ભાગ લેશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે મને લાગે છે કે તે ખૂબ જ સફળ થશે કારણ કે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હેઠળ 9 કરોડ યુવાનો અને લોકોએ ફિટ ઈન્ડિયા રનમાં ભાગ લીધો હતો. ફિટ ઈન્ડિયા ક્વિઝમાં હજારો યુવાનોએ ભાગ લીધો હતો અને તેનાથી જાગૃતિ આવી હતી.

કશ્મીરમાં બરફવર્ષાનો માહોલ

હાલમાં કશ્મીરના મોટા ભાગના હિસ્સામાં બરફવર્ષા થઈ રહી છે. ખાસ કરીને ઉત્તરીય કશ્મીરના ક્ષેત્રોમાં ગુરુવારે બરફ પડી રહ્યો હતો. આ ઉપરાંત ઘાટી વિસ્તારમાં પણ ખૂબ બરફ વર્ષા થઈ રહી છે. વાતાવરણમાં પરિવર્તન સાથે જ વિવિધ ક્ષેત્રોમાં બરફ પડવાનો માહોલ જોવા મળ્યો છે. નિચા તાપમાનમાં વધારે ઘટાડો થયો છે. સ્થાનિક અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે “બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગ સ્કી રિસોર્ટમાં બુધવાર રાતથી હિમવર્ષા શરૂ થઈ હતી. શુક્રવારથી અહીં ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ શરૂ થવાની છે”.

બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટર અને કુપવાડાના બાકીના બારામુલ્લામાં ગુરુવારે સવારે હિમવર્ષા શરૂ થઈ. દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાંથી હિમવર્ષાના સમાચાર છે. ખીણના બાકીના વિસ્તારોમાં પણ હળવો વરસાદ થયો હતો, જેના કારણે આ વિસ્તારોમાં ફરી એકવાર શિયાળો પાછો ફર્યો છે. અગાઉ અહીં તડકો હતો.

Published On - 11:31 am, Fri, 10 February 23

Next Article