Kevin Pietersen એ ભારત પાસે માંગી મદદ, PM મોદીને પણ ટેગ કર્યા, જાણો શું છે મામલો?

Kevin Pietersen Pan Card: ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસનનું પાન કાર્ડ ખોવાઈ ગયું, ટ્વિટ કરીને મદદ માંગી

Kevin Pietersen એ ભારત પાસે માંગી મદદ, PM મોદીને પણ ટેગ કર્યા, જાણો શું છે મામલો?
Kevin Pietersen નુ પાન કાર્ડ ખોવાઇ જતા કર્યુ ટ્વીટ
| Edited By: | Updated on: Feb 15, 2022 | 9:55 PM

ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન (Kevin Pietersen) મંગળવારે મુશ્કેલીમાં મુકાઈ ગયા જ્યારે તેનું પાન કાર્ડ ખોવાઈ ગયું. મુશ્કેલીમાં ફસાયેલા કેવિન પીટરસન પાન કાર્ડે મદદ માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. પીટરસને ટ્વિટ કરીને ચાહકોની મદદ માંગી છે. ટ્વીટ કરતી વખતે તેણે પોતાનું પાન કાર્ડ ખોવાઈ જવાની જાણકારી આપી અને તેણે પોતાના ટ્વીટમાં પીએમ મોદી (PM Narendra Modi) ને પણ ટેગ કર્યા. તમને જણાવી દઈએ કે કેવિન પીટરસનનો ભારત સાથે ગાઢ સંબંધ છે. તે અવારનવાર કોમેન્ટ્રી માટે ભારત આવે છે. IPL હોય કે ભારતની હોમ સિરીઝ, પીટરસન ઘણીવાર કોમેન્ટ્રી કરતો જોવા મળે છે. હાલમાં જ પીએમ મોદીએ તેમને ગણતંત્ર દિવસ પર એક સંદેશ મોકલ્યો હતો.

કેવિન પીટરસને હિન્દીમાં ટ્વિટ કરીને લખ્યું, ‘ભારત કૃપા કરીને મદદ કરો. મારું PAN કાર્ડ ખોવાઈ ગયું છે અને મુસાફરી કરી રહ્યો છું પરંતુ કામ માટે ફિઝિકલ કાર્ડની જરૂર છે. શું કોઈ કૃપા કરીને મને મદદ માટે શક્ય તેટલી વહેલી તકે સંપર્ક થઇ શકે તેવા કોઈની પાસે મોકલી શકે એમ છે?’

પીટરસનની મદદ માટે આવકવેરા વિભાગ આગળ આવ્યુ

જણાવી દઈએ કે કેવિન પીટરસનના ટ્વીટ બાદ તેમને આવકવેરા વિભાગ તરફથી જવાબ મળ્યો હતો. ઈન્કમ ટેક્સે જવાબમાં લખ્યું, ‘જો તમારી પાસે પાન કાર્ડની વિગતો છે તો તમે આ જગ્યાઓ પર અરજી કરીને ફિઝિકલ પાન કાર્ડ મેળવી શકો છો.’

 

તેના બીજા જવાબમાં ઈન્કમ ટેક્સે લખ્યું, “જો તમને PAN કાર્ડની વિગતો યાદ ન હોય અને ફિઝિકલ કાર્ડ માટે PAN ઍક્સેસ જોઈતુ હોય, તો તમે adg1.systems@incometax.gov.in અને jd.systems1.1@incometax.gov.in પર ઈમેલ કરી શકો છો.

વિદેશી નાગરિકો માટે પણ પાન કાર્ડ બનાવવામાં આવે છે

જો વિદેશી નાગરિકો ભારતમાં રહીને બિઝનેસ કરી રહ્યા છે અથવા અન્ય કોઈ માધ્યમથી પૈસા કમાઈ રહ્યા છે, તો તેમને પણ PAN કાર્ડ બનાવવું પડે છે. વિદેશી નાગરિકોએ ભારતમાં PAN કાર્ડ મેળવવા માટે ફોર્મ 49-AA ભરવું પડે છે.

 

 

 

Published On - 9:54 pm, Tue, 15 February 22