| Edited By: | Updated on: Feb 16, 2022 | 9:42 PM

ઈંગ્લેન્ડના પૂર્વ સુકાની કેવિન પિટરસનનું પાન કાર્ડ ખોવાઈ ગયું છે. પીટરસન સોમવારે ભારતનો પ્રવાસ કરવાનો છે. તે સ્ટાર સ્પોર્ટ્સ માટે કોમેન્ટ્રી કરી રહ્યો છે. પીટરસને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ડ પર આ અંગે જાણકારી આપી હતી. તેણે મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી હતી. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં PM મોદીને ટેગ કરીને મદદ માંગી હતી. પીટરસને કહ્યું કે તેનું પાનકાર્ડ ખોવાઇ ગયું છે અને તેને ભારતનો પ્રવાસ કરવા પહેલા તેને રિન્યુ કરવું જરૂરી છે.

 


પીટરસને હિન્દી અને અંગ્રેજીમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું છે કે, “ભારત મહેરબાની કરીને મદદ કરે, મેં મારૂ પાનકાર્ડ ખોઈ નાખ્યું છે અને સોમવારે ભારતનો પ્રવાસ કરી રહ્યો છું પણ ભારતમાં આ પાનકાર્ડની જરૂર પડશે. શું કોઈ મને એવા વ્યક્તિ સાથે સંપર્ક કરાવી શકશે કે જેનાથી હું મારી તકલીફ માટે સંપર્ક કરી શકુ.”

ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે આપ્યો જવાબ

ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે પીટરસનની પોસ્ટનો જવાબ આપતા લખ્યું કે, “જો તમારી પાસે કાર્ડની જાણકારી હોય તો અમને DM કરો અથવા આ જગ્યાઓ પર એપ્લાય કરી પોતાનું ફીજીકલ પાનકાર્ડ મેળવી શકો છો.” ઈનકમ ટેક્સ વિભાગે કેટલીક લિન્ક પણ શેર કરી હતી. ડિપાર્ટમેન્ટ તરફથી લખવામાં આવેલ કે તમારે પાનકાર્ડ વિશે જો કઈ ખ્યાલ ન હોય અને ફીજીકલ કાર્ડ માટે પાનનું એક્સેસ જોઈતું હોય તો તમે નીચે આપેલ આઈડી પર ઇ-મેલ કરી શકો છો. પીટરસને આ અંગે ભારતીય ઇન્કમટેક્ષ વિભાગનો આભાર માન્યો હતો.

 

IPLમાં રમી ચુક્યો છે પીટરસન

પીટરસન IPLમાં દિલ્હી, ડેક્કન, રાઈઝિંગ સુપરજાયન્ટ્સ અને બેંગ્લોર ટીમ માટે રમી ચુક્યો છે. IPLમાં તેણે 36 મેચ રમી છે અને 35.75ની એવરેજથી 1001 રન કર્યા છે. પીટરસને હાલમાં જ ભારતમાં ગેંડા પ્રાણીના શિકાર પર પ્રતિબંધ લગાવવા માટે વડાપ્રદાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા હતા.

આ પણ વાંચો : IND vs WI, 1st T20 Live Cricket Score: ભારત જીત સાથે શરૂઆત કરવા માંગશે, ટી20માં વેસ્ટ ઇન્ડિઝનો રસ્તો સરળ નહીં હોય

આ પણ વાંચો : Pro Kabaddi: આજે રાત્રે પહેલી મેચ બેંગાલ વોરિયર્સ અને તમિલ થલાઇવાસ વચ્ચે, જાણો આ મેચની ખાસ વાત

Published On - 9:40 pm, Wed, 16 February 22