Video: ઓસ્ટ્રેલિયા સામે એવો દમદાર છગ્ગો લગાવ્યો કે ગીલક્રિસ્ટ થી લઈ ફેન્સ બોલી ઉઠ્યા-‘ઈતિહાસ’ નો શાનદાર શોટ

વેસ્ટ ઈન્ડિઝ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બંને દેશની ટીમો ટી20 વિશ્વ કપ (T20 World Cup 2022) પહેલા દમ દેખાડી રહી છે. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર કાયલ મેયર્સે (Kayle Mayors) એવો દમદાર છગ્ગો લગાવ્યો કે લોકો 'શોટ ઓફ ધ સેન્ચુરી' ગણાવવા લાગ્યા છે.

Video: ઓસ્ટ્રેલિયા સામે એવો દમદાર છગ્ગો લગાવ્યો કે ગીલક્રિસ્ટ થી લઈ ફેન્સ બોલી ઉઠ્યા-ઈતિહાસ નો શાનદાર શોટ
Kayle Mayers એ કેમરુન પર જમાવ્યો 105 મીટરનો છગ્ગો
| Edited By: | Updated on: Oct 06, 2022 | 11:13 AM

હવે ઓસ્ટ્રેલિયામાં ટી20ની ધમાલ મચવાના આડે થોડાક જ દીવસો બાકી રહ્યા છે. ભારતીય ટીમ પણ ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થઈ ચુકી છે, વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ ઓસ્ટ્રેલિયામાં મોજૂદ છે. હવે ટી20 વિશ્વકપ 2022 (T20 World Cup 2022) ની શરુઆત થનારી છે. આ પહેલા મોટાભાગના દેશ એકબીજા સામે ટી20 મેચ અને સિરીઝ રમીને તૈયારીઓને અંતિમ ધાર આપી રહ્યા છે. ઓસ્ટ્રિલિયા અને વેસ્ટ ઈન્ડિઝ (Australia Vs West Indies) વચ્ચે પણ આમ જ ટી20 શ્રેણી ઓસ્ટ્રેલિામાં રમાઈ રહી છે. ક્વીસલેન્ડના કૈરારામાં રમાયેલી સિરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંચુ આ દરમિયાન કાયલ મેયર્સ (Kayle Mayors) નો એક શોટ વિશ્વભરના ખૂણે ખૂણે ચાહકો પસંદ કરી વારંવાર વિડીયો જોઈ રહ્યા છે. આ શોટને ફેન અને દિગ્ગજો પણ શોટ ઓફ સેન્ચુરી ગણાવી રહ્યા છે.

મેયર્સે એવો જબરદસ્ત શોટ લગાવ્યો હતો કે રુબરુ તો ઠીક પરંતુ વિડીયોમાં પણ જોનારા દંગ રહી જાય છે. જેને લઈ તેની ચારેકોર ચર્ચા થવા લાગી છે. આ શોટ 105 મીટર લાંબા છગ્ગાના રુપમાં હતો. જે છગ્ગો મેયર્સે કાંગારુ ટીમના બોલર કેમરુન ગ્રીનના બોલ પર કવરની ઉપરથી લગાવ્યો હતો. કેમરુનના આ બોલની ગતિ 143 મીટર નોંધાઈ હતી.

 

ખૂબ ચર્ચામાં રહ્યો છગ્ગો

ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિંચે વેસ્ટ ઈન્ડિઝની ટીમના કેપ્ટન નિકોલ્સ પૂરનને બેટીંગ કરવા નિમંત્રણ આપ્યુ હતુ. કેરેબિયન ટીમ આમ પ્રથમ બેટીંગ કરવા માટે આવી હતી. એ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝની ટીમની બેટીંગ ઈનીંગ કંઈ ખાસ રહી નહોતી. નિર્ધારિત 20 ઓવરની મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે 145 રન વેસ્ટ ઈન્ડિઝી ટીમે નોંધાવ્યા હતા. જેમાં સૌથી વધુ રન કેરેબિયન ટીમના ઓપનર કાયલ મેયર્સના બેટથી આવ્યા હતા. તેણે 36 બોલનો સામનો કરીને 39 રન નોંધાવ્યા હતા. જેમાં એક છગ્ગો ફટકાર્યો હતો. જે એક છગ્ગો ખૂબ જ ચર્ચામાં રહ્યો છે.

 

ગજબ ટાઈમીંગ, અદ્ભૂત શોટ

છગ્ગા માટે તેનુ ટાઈમીંગ એકદમ સચોટ હતુ, તેના ગજબના શોટ દરમિયાન તેનો પોઝ, તેનો શોટ રમવાનો પ્રકાર અને ટાઈમીંગ બધુ જ મળીને લાજવાબ દૃશ્ય બનાવી રહ્યુ હતુ. જે જોઈને સૌ કોઈ દંગ રહી જાય એમ હતુ. હવે તે વિડીયો પણ જોત જોતામાં દુનિયામાં પૂર્વથી પશ્વિમ સુધી પળવારમાં જાણે વાયરલ થઈ ગયો હતો. તો તેની પર પ્રતિક્રીયાઓ પણ એટલી જ ઝડપથી આવવા લાગી હતી. ઓસ્ટ્રેલિયન દિગ્ગજ પૂર્વ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટે પણ ટ્વીટ કરીને કહ્યુ કે મને આશા છે કે, ક્રિકેટ ઇતિહાસમાં આનાથી શ્રેષ્ઠ શોટ હશે, જોકે હું યાદ નથી કરી શકતો.

 

ઓસ્ટ્રેલિયાએ એક બોલ બાકી રહેતા જીત મેળવી

વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટી20 મેચ રોમાંચક રહી હતી. ઓસ્ટ્રેલિયાએ પણ સરળ ગણાતા લક્ષ્યને પહોંચવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના બોલરો સામે ઓસ્ટ્રેલિયન બેટરો પણ મુશ્કેલી અનુભવી રહ્યા હતા. 1 બોલ બાકી રહેતા 7 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પાર કર્યુ હતુ. આમ 3 વિકેટથી ઓસ્ટ્રેલિયાએ મેચને જીતી હતી. કેપ્ટન આરોન ફિંચે સૌથી વધુ 58 રન નોંધાવ્યા હતા.

 

 

Published On - 11:09 am, Thu, 6 October 22