મહારાજા T20 લીગ (Maharaja T20 League) ની બીજી સેમિફાઇનલમાં મૈસુર વોરિયર્સનો કેપ્ટન કરુણ નાયરની વિસ્ફોટક ઇનિંગ વિરોધી ટીમ પર ભારે પડી હતી. તેણે માત્ર 40 બોલમાં સદી ફટકારી હતી. કરુણ નાયર (Karun Nair) ની ઇનિંગમાં કેટલી આગ હતી તે તેના આંકડાથી અંદાજ લગાવી શકાય છે. તેણી ઇનિંગમાં ચોગ્ગા કરતાં છગ્ગા વધુ હતા. કરુણ નાયર ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી ત્રેવડી સદી ફટકારી ચૂક્યો છે છતાં તેને ટીમ ઈન્ડિયામાં રમવાની વધુ તક મળી નથી.
મહારાજા T20 લીગની બીજી સેમિફાઇનલમાં મૈસુર વોરિયર્સનો ગુલબર્ગ મિસ્ટિક્સ સામે મુકાબલો થયો હતો. આ લીગમાં કરુણ નાયર મૈસુર વોરિયર્સનો કેપ્ટન છે. સેમિફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં મૈસુરે સારી શરૂઆત કરી. તેની પ્રથમ વિકેટ 82 રન પર પડી હતી. પરંતુ, વાસ્તવિક વિસ્ફોટ ત્યારે જોવા મળ્યો જ્યારે મૈસૂર વોરિયર્સનો કેપ્ટન કરુણ નાયર ક્રિઝ પર ઉતર્યો.
CAUTION: KARUN STORM ALERT! #IlliGeddavareRaja #MaharajaTrophy #KSCA #Karnataka pic.twitter.com/8jbvXhu3Vf
— Maharaja Trophy T20 (@maharaja_t20) August 28, 2023
કરુણ નાયરે 26 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ પછી તેણે માત્ર 14 બોલમાં અડધી સદીથી સદી સુધીનો રસ્તો પૂરો કર્યો. મતલબ, નાયરે 40 બોલમાં પોતાની સદી પૂરી કરી, જે T20 ક્રિકેટમાં તેની બીજી સદી હતી. નાયર અંત સુધી અણનમ રહ્યો અને તેણે પોતાની આખી ઇનિંગમાં 42 બોલ રમ્યા. તેણે 254.76ની સ્ટ્રાઈક રેટથી 107* રન બનાવ્યા જેમાં 7 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે.
કરુણ નાયરની આ વિસ્ફોટક સદીનું પરિણામ એ આવ્યું કે તેની ટીમે 20 ઓવરમાં 2 વિકેટે 248 રન બનાવ્યા. જવાબમાં ગુલબર્ગની ટીમ પણ જોરદાર જવાબ આપવા માંગતી હતી, પરંતુ તેમના પ્રયાસોમાં 36 રનનું અંતર રહી ગયું હતું. ગુલબર્ગની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 212 રન બનાવ્યા હતા.
Karun Nair, you powerhouse! 107* off just 42 balls #MaharajaTrophy #KSCA
Predict On FairPlay will he score 125 Plus.
— Superwin (@Superwin_india) August 28, 2023
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયા જીતશે એશિયા કપ, પાકિસ્તાનને નહીં મળે ટાઈટલ જીત! આંકડાઓ વડે આખી રમત સમજો
બીજી સેમિફાઇનલ જીતીને કરુણ નાયરની ટીમ મહારાજા T20 લીગની ફાઇનલમાં પહોંચી ગઇ છે. જ્યાં તેનો મુકાબલો પ્રથમ સેમિફાઇનલ વિજેતા ટીમ હુબલી ટાઈગર્સ સાથે થશે.
Published On - 9:59 am, Tue, 29 August 23