
ન્યુઝીલેન્ડના સૌથી અનુભવી બેટ્સમેન કેન વિલિયમસન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વેલિંગટનમાં પહેલી ટેસ્ટમાં રન આઉટ થયો છે. તે 2012 બાદ ટેસ્ટ ક્રિકેટમાં તેનું પહેલું રન આઉટ થયું છે. વિલિયમસનનો જોડીદાર બેટ્સમેન વિલ યંગની સાથે ગડબડ થયું અને રન આઉટ થયો છે. પરંતુ આ દરમિયાન ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક તેના રસ્તામાં આવ્યો પરંતુ સ્ટાર્કની આમાં કોઈ ભૂલ ન હતી. વિલિયમસન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ખાતું ખોલ્યા વગર પેવેલિયન ફર્યો હતો.
આ મેચમાં કાંગારુઓએ પહેલા બેટિંગ કરતા કેમરુન ગ્રીનને સદી સાથે 383 રન બનાવવા દીધા હતા. ગ્રીને 174 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી.
The pressure is on New Zealand after Kane Williamson was run out – the first time in a Test Match since 2012
@BLACKCAPS v Australia: 1st Test | LIVE on DUKE and TVNZ+ pic.twitter.com/S9itasfaDg— TVNZ+ (@TVNZ) March 1, 2024
આપણ વાત કરીએ તો વિલિયમસનના રન આઉટની તો આ ઘટના ન્યુઝીલેન્ડની ઈનિગ્સની 5મી ઓવરની છે. ઓવરના છેલ્લા બોલ પર વિલિયમસન મિડ ઓફમાં શોર્ટ રમી એક રન લેવા માંગતો હતો. વિલિયમસન શોર્ટ રમ્યા બાદ જલ્દી એક રન લેવા માંગતો હતો પરંતુ નોન સ્ટાઈકર એન્ડ પર ઉભેલા વિલ યંગની નજર બોલ પર પડી, જેના કારણે બંન્ને ખેલાડીઓના તાલમેલમાં ભૂલ આવી અને આ કારણે બંન્ને આમને-સામને ટકરાયા હતા.
કેન વિલિયમસનના 14 વર્ષના ટેસ્ટ કરિયરમાં માત્ર ત્રીજી વખત એવું થયું છે જ્યારે તે રન આઉટ થયો હોય,આપણે ન્યુઝીલેન્ડ઼ અને ઓસ્ટ્રેલિયા વેલિંગ્ટન ટેસ્ટની વાત કરીએ તો કેમરુન ગ્રીનની ધમાકેદાર ઈનિગ્સના કારણે ઓસ્ટ્રેલિયા 383નો સ્કોર સુધી પહોંચ્યો હતો. ગ્રીન સિવાય કોઈ કાંગારું બેટ્સમેન 40નો આંકડો પાર કરી શક્યા ન હતા. છેલ્લી વિકેટ માટે ગ્રીને જોશ હેઝલવુડની સાથે સદની પાર્ટનશીપ પણ કરી હતી.
આ પણ વાંચો : યશસ્વી જ્યસ્વાલની નજરમાં સુનીલ ગાવસ્કરનો 53 વર્ષનો જૂનો રેકોર્ડ, શું ધર્મશાળમાં રચશે ઈતિહાસ