Joe Root Steps Down: જો રૂટે ઈંગ્લેન્ડની ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાની કરી જાહેરાત, જાણો કેવી રહી તેની સફર

|

Apr 15, 2022 | 6:52 PM

England Cricket : ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી જો રૂટે (Joe Root) ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ તેની કેપ્ટનશિપની સતત ટીકા થઈ રહી હતી.

Joe Root Steps Down: જો રૂટે ઈંગ્લેન્ડની ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાની કરી જાહેરાત, જાણો કેવી રહી તેની સફર
Joe Root (PC: England Cricket)

Follow us on

ઈંગ્લેન્ડના (England Cricket) સ્ટાર ખેલાડી જો રૂટે (Joe Root) ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. રૂટ લગભગ 5 વર્ષ સુધી ઈંગ્લેન્ડનો કેપ્ટન હતો. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ એશિઝ શ્રેણી અને ત્યાર બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિઝનમાં હાર્યા બાદ તેની કેપ્ટનશિપની સતત ટીકા થઈ હતી. બેટ્સમેન તરીકે તેનું પ્રદર્શન લાંબા સમયથી સારું રહ્યું હતું. પરંતુ ટેસ્ટમાં (Test Cricket) કેપ્ટન તરીકે પ્રદર્શન નબળુ થતું ગયું હતું. તેની ટીમ છેલ્લી 17 ટેસ્ટ મેચોમાંથી માત્ર એક જ મેચ જીતી હતી. ત્યાર પછી ઘણા દિગ્ગજોએ તેમને સુકાની પદ છોડવાની સલાહ આપી હતી. હવે આ ભૂમિકા કયા ખેલાડીને સોંપવામાં આવશે તે જોવું રહ્યું.

જો રૂટે આ નિર્ણય બાદ કહ્યું, ‘કેરેબિયન પ્રવાસથી પરત ફર્યા બાદ અને વિચારવાનો સમય મળ્યા બાદ મેં ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. મારી કારકિર્દીમાં આ સૌથી પડકારજનક નિર્ણય રહ્યો છે. પરંતુ મારા પરિવાર અને મારી નજીકના લોકો સાથે તેની ચર્ચા કર્યા પછી મને લાગે છે કે સમય યોગ્ય છે. મને મારા દેશની કેપ્ટનશીપ કરવાનો ખૂબ જ ગર્વ છે અને હું ગર્વ સાથે છેલ્લા 5 વર્ષ પાછળ ફરીને જોઈશ. કામ કરવું અને ઇંગ્લિશ ક્રિકેટના શિખરનો રક્ષક બનવું એ સન્માનની વાત છે.” રૂટે કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે અને આગામી કેપ્ટન, સાથી ખેલાડીઓ અને કોચને ગમે તે રીતે મદદ કરવા તૈયાર રહેશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

 

જો રુટ ઇંગ્લેન્ડના સૌથી સફળ સુકાની રહી ચુક્યો છે

જો રૂટને ઈંગ્લેન્ડનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન માનવામાં આવે છે. એક કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમવાનો અને જીતવાનો રેકોર્ડ તેના નામે છે. રૂટની કપ્તાનીમાં ઈંગ્લેન્ડે 27 ટેસ્ટ મેચ જીતી હતી. રૂટે તેની ટેસ્ટ કેપ્ટનશીપ હેઠળ માઈકલ વોન (26), એલિસ્ટર કૂક (24) અને એન્ડ્રુ સ્ટ્રોસ (24) જેવા ખેલાડીઓને પછાડીને 27 મેચ જીતી હતી. 2017માં, રૂટે એલિસ્ટર કૂક બાદ ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. તેણે ઘણી ઐતિહાસિક શ્રેણીમાં ટીમને જીત અપાવી હતી. રૂટના કાર્યકાળમાં ઈંગ્લેન્ડે 2018માં ભારત સામે ઘરઆંગણે 4-1થી શ્રેણી જીતી હતી.

આ પણ વાંચો : IPL 2022 SRH vs KKR Head to Head: કોલકાતા નાઈટ રાઇડર્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદનો કેવો છે રેકોર્ડ? જાણો

આ પણ વાંચો : SRH vs KKR Playing XI IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદ આજે સળંગ ત્રીજી જીત નોંધાવવાનો ઈરાદો રાખશે, કેવી હશે ટીમ જાણો

Next Article