Jhulan Goswami: બોલીંગમાં ઝુલનના આ રેકોર્ડ કે જેને તોડવા આસાન નથી

|

Sep 25, 2022 | 9:10 AM

ભારતની દિગ્ગજ ઝડપી બોલર ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) એ તેની 20 વર્ષની શાનદાર કારકિર્દીને અલવિદા કહી દીધું. ઝુલને પોતાના કરિયરમાં ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા.

1 / 6
ભારતની દિગ્ગજ બોલર ઝુલન ગોસ્વામીએ 20 વર્ષની લાંબી અને સુવર્ણ કારકિર્દીને અલવિદા કહ્યું. બંગાળના એક નાના કસ્બામાં રહેતી ઝુલનનું જીવન ઘણા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની ગયું. પોતાના લાંબા કરિયરમાં આ ખેલાડીએ ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા, જેને તોડવો બોલરો માટે મોટો પડકાર હશે.

2 / 6
ઝુલન ગોસ્વામી ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેનારી સૌથી યુવા મહિલા ખેલાડી છે. તેણે વર્ષ 2006માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 78 રન આપીને 10 વિકેટ લીધી હતી.

3 / 6
ઝુલન ગોસ્વામી ODI ફોર્મેટમાં સૌથી લાંબી કારકિર્દી ધરાવતી બીજી મહિલા ખેલાડી છે. ઝુલને તેની શરૂઆત 6 જાન્યુઆરી 2002ના રોજ કરી હતી અને તેની કારકિર્દી 20 વર્ષ 258 દિવસ લાંબી છે. ભારતની પૂર્વ કેપ્ટન મિતાલી રાજ પ્રથમ સ્થાને છે.

4 / 6
ODI ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ઝુલનના નામે છે. ઈંગ્લેન્ડ સામેની છેલ્લી વનડે શ્રેણી પહેલા તેણે 251 વિકેટ પોતાના નામે કરી હતી. આ યાદીમાં તેની આસપાસ પણ કોઈ નથી.

5 / 6
ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં, તે ODI મેચ રમનાર ભારતની સૌથી મોટી ઉંમરની ખેલાડી હતી. તે 39 વર્ષ અને 297 દિવસની ઉંમરે ઈંગ્લેન્ડ સામે રમવા આવી હતી. તેણે મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો હતો. મિતાલીએ તેની અંતિમ ODI મેચ 39 વર્ષ 114 દિવસની ઉંમરે રમી હતી.

6 / 6
ઝુલન ગોસ્વામી વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર છે. વર્લ્ડ કપમાં તેના નામે 43 વિકેટ છે જે સૌથી વધુ છે. ઝુલને પાંચ વર્લ્ડ કપની 34 મેચમાં ભારત માટે આ રેકોર્ડ બનાવ્યો હતો.

Next Photo Gallery