Jasprit Bumrah World Record: જસપ્રિત બુમરાહે બ્રાયન લારાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં બન્યા 35 રન

Cricket : મેચના પ્રથમ દિવસે ભારતે 98 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ 7 વિકેટે 338 રન કર્યા હતા. બીજા દિવસે કેપ્ટન બુમરાહે બેટથી એવો જોરદાર ધમાકો કર્યો કે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

Jasprit Bumrah World Record: જસપ્રિત બુમરાહે બ્રાયન લારાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં બન્યા 35 રન
Jasprit Bumrah (PC: BCCI)
| Edited By: | Updated on: Jul 02, 2022 | 5:55 PM

ભારતીય ક્રિકેટ ટીમ જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ની કપ્તાની હેઠળ શ્રેણીની પાંચમી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. ગત પ્રવાસ પર કોરોના રોગચાળાના સંકટને જોતા આ મેચ સ્થગિત કરવી પડી હતી. ભારતે મેચના પ્રથમ દિવસે 98 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ દિવસનો અંત 7 વિકેટે 338 રન પર કર્યો હતો. બીજા દિવસે કેપ્ટન બુમરાહે બેટથી એવો જોરદાર ધમાકો કર્યો કે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

બીજા દિવસે ભારતની ઈનિંગની 84મી ઓવર માટે ઈંગ્લેન્ડ તરફથી બોલિંગ કરનાર સ્ટુઅર્ટ બ્રોડે (Stuart Broad) 35 રન આપ્યા અને તે ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોંઘી ઓવરનો બોલર બની ગયો. મેચના પહેલા દિવસે રિષભ પંતે 146 રન બનાવ્યા હતા. જ્યારે બીજા દિવસે રવિન્દ્ર જાડેજા 104 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ સૌથી વધુ ચર્ચા બુમરાહની બેટિંગની હતી. તેણે યુવરાજ સિંહની યાદ અપાવી હતી.

બ્રોડની ઓવરમાં 35 રન આવ્યા

જસપ્રીત બુમરાહની સામે ઈંગ્લિશ બોલરે ગુસ્સામાં કંઈક બોલિંગ કરી જેનું નુકસાન તેને અને ટીમને સહન કરવું પડ્યું. બુમરાહે પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને ત્યારબાદ આખી રમત શરૂ થઈ. પછીના બોલ પર બ્રોડે લેગ બાયમાં 5 રન આપ્યા. પછી બુમરાહે જોરદાર સિક્સર ફટકારી અને બોલ નો બોલ જાહેર થઇ. મતલબ કે આ બોલ પર કુલ સાત રન થયા હતા.

પછીના ત્રણ બોલ પર બુમરાહે એક પછી એક સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા. આ પછી જોરદાર સિક્સર ફટકારી અને અંતે ઓવરનો અંત 1 રન સાથે થયો. આ બોલ પર રન આઉટની તક હતી. પરંતુ મોહમ્મદ સિરાજે યોગ્ય સમયે બેટને ક્રિઝ પર લાવીને વિકેટ બચાવી હતી.

ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોંઘી ઓવર

2003માં વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ દક્ષિણ આફ્રિકાના રોબિન પીટરસનની એક ઓવરમાં 28 રન બનાવ્યા હતા. બ્રોડની 35 રનની ઓવર પહેલા 2 જુલાઈ 2022 સુધી તે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર હતી. 2013માં ઓસ્ટ્રેલિયાના જ્યોર્જ બેઈલી બેટ્સમેન હતા અને ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને 28 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજને બોલિંગ કરતી વખતે 2020માં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટે પણ એટલા જ રન બનાવ્યા હતા.