
જસપ્રીત બુમરાહ વર્ષ 2023 ની શરુઆત સાથે જ ટીમ ઈન્ડિયામાં પરત ફરવાની આશાઓ જોવા મળી રહી હતી. ટીમ ઈન્ડિયાની સ્ક્વોડમાં તેના નામ અન્ય ખેલાડીઓની પસંદગી સાથે જાહેર થતુ રહ્યુ અને છતાંય, તે ક્રિકેટ થી દૂર રહેવા મજબૂર રહ્યો છે. તે હજુ પણ અનફિટ છે. ઉતાવળ કરવાનો તેનો કોઈ જ ઈરાદો નથી. સંપૂર્ણ રાહત સુધી આરામ કરવાને તે અનુસરી રહ્યો છે. હવે તે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનથી બહાર રહેશે એવા સમાચારો સામે આવ્યા છે. મીડિયા અહેવાલ મુજ IPL 2023 માં બુમરાહ હિસ્સો લેશે નહીં.
મીડિયા રિપોર્ટ્સ મુંબઈ ઈન્ડિયન્સ અને તેના ચાહકો માટે નિરાશ કરનારા સમાચાર દર્શાવી રહ્યુ છે. છેલ્લા 7 મહિનાથી ઈજાને લઈ પરેશાન જસપ્રીત બુમરાહ ક્રિકેટના મેદાન પર પરત ફરે એવી રાહ જોવાઈ રહી છે. ત્યાં જ હવે IPL ની આગામી સિઝન નહીં રમે તો આમ તે 10 મહિના કરતા વધારે સમય ક્રિકેટથી દૂર જોવા મળી શકે છે.
મીડિયા અહેવાલ મુજબ હજુ પણ લાંબો સમય વિતી શકે છે, બુમરાહને ફિટ જાહેર થવામાં. તે ફિટ થઈને મેદાન પર પરત ફરે એ માટે હજુ વધુ રાહ જોવી પડી શકે છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સુત્રોને ટાંકીને અહેવાલમાં દર્શાવવામાં આવી રહ્યુ છે કે, IPL 2023 ની સિઝન જસપ્રીત બુમરાહ માટે રમવી ખૂબ મુશ્કેલ છે. બુમરાહ પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચરની સમસ્યાથી પરેશાન છે. તે બેક ઈંજરીથી હજુ પુરી રીતે ઠીક થઈ શક્યો નથી.
ગત વર્ષ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસે પહોંચી હતી. ત્યાર બાદ બેક ઈંજરીની સમસ્યાથી બુમરાહ પરેશાન જોવા મળ્યો હતો. જેને લઈ તે સતત ક્રિકેટથી દૂર રહેવા લાગ્યો હતો. જેને લઈ તેણે ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટી20 વિશ્વકપ અને એના પહેલા એશિયા કપ ટૂર્નામેન્ટમાં હિસ્સો લઈ શક્યો નહોતો. ત્યાર બાદ ભારતીય ટીમે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સહિતની ટીમો સાથે દ્વીપક્ષીય શ્રેણીઓ રમી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ બોર્ડર ગાવાસ્કર ટ્રોફી રમવા ભારત પ્રવાસે છે. આમ તમામ મહત્વની ટૂર્નામેન્ટ અને શ્રેણીઓથી બુમરાહ દૂર રહેવા મજબૂર બન્યો છે.
હાલમાં તે બેંગ્લુરુમાં નેશનલ ક્રિકેટ એકડમીમાં રિહેબિલેટશનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. જોકે ત્યાં પણ હજુ આશાઓ મુજબના સારા અણસાર જોવા મળ્યા નથી. કેટલીક અભ્યાસ મેચોનો હિસ્સો બની બોલિંગ પ્રેક્ટિસ કરતો પણ જોવા મળ્યો હતો. જોકે તે કેટલો જલદી ક્રિકેટના મેદાનમાં જોવા મળશે એ કહેવુ અત્યાર મુશ્કેલ છે. પરંતુ તે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના સમય સુધી ઉપલબ્ધ નહીં હોઈ શકે.
રિપોર્ટનુસાર હવે આગામી વનડે વિશ્વકપને લક્ષ્ય બનાવીને તે તૈયારીઓ કરી રહ્યો છે. ત્યાં સુધીમાં તે ફિટ થઈ જાય એ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જોકે વન ડે વિશ્વકપ આગામી ઓક્ટોબર માસમાં શરુ થવા જઈ રહ્યો છે.
Published On - 9:48 am, Mon, 27 February 23