
ઓગસ્ટ 2016 માં, બુમરાહ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 48 વિકેટ મેળવનાર બોલર બન્યો. તેણે 2018ના સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને એબી ડી વિલિયર્સને તેનો પહેલો શિકાર બનાવ્યો. આ પ્રવાસની ત્રીજી મેચમાં, તેણે તેની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત 5 વિકેટ લઈને કમાલ કર્યો. આ પછી, તે જ વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસ પર રમાયેલી ત્રીજી ટેસ્ટમાં, તેણે બીજી વખત 5 વિકેટ લઈને કમાલ કર્યો. જ્યારે ત્રીજી વખત તેણે ઓસ્ટ્રેલિયામાં 2018માં રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં 5 વિકેટ લીધી હતી.

આ સાથે બુમરાહ એક જ કેલેન્ડર વર્ષમાં દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનારો પ્રથમ એશિયન બોલર બન્યો હતો.

બુમરાહે ચાલુ વર્ષે માર્ચ માસમાં સ્પોર્ટ્સ એંકર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા. ભારતીય ટીમ એ વખતે ઇંગ્લેન્ડ સામે સિરીઝ રમવામાં વ્યસ્ત હતી.