IPL 2022 Auction: ઈશાન કિશન, શ્રેયસ અય્યર, દીપક ચહર, ડેવિડ વોર્નર, શાહરૂખ ખાન, યુઝવેન્દ્ર ચહલમાંથી કોણ હશે સૌથી મોંઘો ખેલાડી?

|

Feb 10, 2022 | 7:36 PM

IPL 2022 Auction: IPL ઓક્શન 2022 માં 10 ટીમો વચ્ચે ખેલાડીઓને ખરીદવાની સ્પર્ધા થશે. ઘણા ખેલાડીઓ આમાં 10 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી શકે છે.

IPL 2022 Auction: ઈશાન કિશન, શ્રેયસ અય્યર, દીપક ચહર, ડેવિડ વોર્નર, શાહરૂખ ખાન, યુઝવેન્દ્ર ચહલમાંથી કોણ હશે સૌથી મોંઘો ખેલાડી?
IPL Auction માં આ ખેલાડીઓ પર થશે ધનવર્ષા

Follow us on

IPL 2022ની હરાજી (IPL 2022 Auction) માં કોણ હશે સૌથી મોંઘો ખેલાડી? આ એક એવો પ્રશ્ન છે જેના ઘણા જવાબો છે પરંતુ કોઈ પણ વિશ્વાસ સાથે કહી શકતું નથી કે આ વખતે સૌથી વધુ પૈસા કોને મળશે? આ રેસમાં ઈશાન કિશન (Ishan Kishan), યુઝવેન્દ્ર ચહલ, દીપક ચહર, શ્રેયસ અય્યર (Shreyas Iyer) થી લઈને ડેવિડ વોર્નર, જેસન હોલ્ડર અને અનકેપ્ડ ખેલાડી શાહરૂખ ખાનના નામ સામેલ છે. આઈપીએલના ઈતિહાસમાં આ પાંચમુ મેગા ઓક્શન છે. આ વખતે હરાજીમાં 10 ટીમો પોતાની સાથે ખેલાડીઓને ઉમેરવા માટે આવશે. છેલ્લી વખત જ્યારે IPL મેગા ઓક્શન થયું ત્યારે ચાર ખેલાડીઓએ રૂ. 10 કરોડને પાર કર્યા હતા. આ વખતે સંખ્યા બમણી થઈ શકે છે. તો આવો જાણીએ આ સમયની શક્યતાઓ વિશે.

શ્રેયસ અય્યરઃ તે માર્કી ખેલાડીઓનો એક હિસ્સો છે. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે. તે બેટ્સમેન છે. તે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી ચૂક્યો છે અને આ ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. તેના નેતૃત્વમાં ટીમ ફાઈનલ પણ રમી ચૂકી છે. બેટ્સમેન તરીકે શ્રેયસ અય્યર માટે IPL 2015 સર્વશ્રેષ્ઠ રહ્યુ હતું. તેણે 437 રન બનાવ્યા હતા અને તેને ઇમર્જિંગ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. શ્રેયસ અય્યર યુવાન છે, મિડલ ઓર્ડરમાં રમે છે અને કેપ્ટનશિપનો અનુભવ ધરાવે છે. આમ, હરાજીમાં તેની માંગ રહેશે. જો RCB, પંજાબ કિંગ્સ અને KKR પાસે હજુ સુધી કેપ્ટન નથી, તો આ ટીમો શ્રેયસ અય્યર માટે ખજાનો ખોલી શકે છે. આ સિવાય લગભગ દરેક ટીમ આ ખેલાડી પર દાવ લગાવી શકે છે. આ કારણોસર તે સૌથી મોંઘો ખેલાડી બની જાય તો નવાઈ નહીં.

ડેવિડ વોર્નરઃ ડાબોડી ઓપનર બેટ્સમેનની 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇઝ છે. માર્કી ખેલાડીઓમાં તેનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીની ગણતરી IPLના સૌથી સફળ ખેલાડીઓમાં થાય છે. તે સૌથી સફળ વિદેશી ખેલાડી છે. ડેવિડ વોર્નર આઈપીએલ વિજેતા સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. પરંતુ આઈપીએલ 2022ની હરાજી પહેલા હૈદરાબાદે તેને રિલીઝ કરી દીધો હતો. છેલ્લી સિઝનમાં તે પૂર્ણ રીતે રમી પણ શક્યો નહોતો. પરંતુ આ ખેલાડીની બેટિંગમાં કોઈ કમી નથી. ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડ કપ જીતવામાં તેની મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં આ ખેલાડી માટે ફરી એકવાર IPL ટીમોમાં રસ જાગશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઇશાન કિશનઃ ડાબોડી બેટ્સમેન અને વિકેટ કીપર 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇઝ ધરાવે છે. આ યુવા ખેલાડીને આ વખતની હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી માનવામાં આવી રહ્યો છે. ઘણા નિષ્ણાતોએ આવી આગાહીઓ કરી છે. ઈશાન કિશન ઓપનીંગ કરી શકે છે. મિડલ ઓર્ડરમાં રમી શકે છે. તે મોટી સિક્સરો ફટકારે છે. તેમજ યુવાન પણ છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે ઘણી વખત પોતાની પ્રતિભા બતાવી છે. ગત વખતે મુંબઈએ તેને 6.2 કરોડ રૂપિયા આપ્યા હતા. આ વખતે આ આંકડો 14 કરોડ સુધી જવાની શક્યતા છે.

દીપક ચહરઃ સ્વિંગ બોલર છે. 2 કરોડની બેઝ પ્રાઇસ ધરાવે છે. નીચલા ક્રમમાં રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. દીપક ચહરે ચેન્નાઈ સુપર કિંગ્સને બે વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સાથે તેણે ભારતીય ટીમ માટે T20 ક્રિકેટમાં શાનદાર બોલિંગ પણ કરી છે. તાજેતરના સમયમાં, તેણે ODI ક્રિકેટમાં નીચલા ક્રમમાં રન બનાવીને પોતાની જાતને ઓલરાઉન્ડર તરીકે રજૂ કરી છે. તે 2018 પછી પાવરપ્લેમાં સૌથી સફળ બોલર છે. સ્લોગ ઓવરોમાં પણ સારી બોલિંગ કરે છે. આવી સ્થિતિમાં, IPL ટીમો તેમના માટે પણ પૈસા કાઢી શકે છે.

જેસન હોલ્ડરઃ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ખેલાડીની 1.5 કરોડ બેઝ પ્રાઇસ છે. નીચલા ક્રમમાં સારા બેટ્સમેન. જેસન હોલ્ડરે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાને ઓલરાઉન્ડર તરીકે રજૂ કર્યો છે. 2020માં સનરાઇઝર્સ હૈદરાબાદે તેને રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે લીધો હતો. ત્યારથી આઈપીએલમાં તેની રમત એક અલગ જ સ્તરે પહોંચી ગઈ છે. તેણે મુશ્કેલ સમયમાં 30 વિકેટ લીધી અને 151 રન બનાવ્યા. તેને કેપ્ટન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. રિપોર્ટ છે કે RCBએ તેના માટે 12 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવવાનું નક્કી કર્યું છે.

યુઝવેન્દ્ર ચહલઃ લેગ સ્પિનરની 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇઝ છે. IPL 2014 બાદ યુઝવેન્દ્ર ચહલે 139 વિકેટ લીધી છે. ત્યારપછી તેનાથી વધુ કોઈએ વિકેટ લીધી નથી. કોઈપણ રીતે, હરાજીમાં ઘણા ઓછા લેગ સ્પિનરો છે અને આવા બોલરો ટી-20માં અસરકારક છે. આવી સ્થિતિમાં ચહલ તમામ ટીમોના રડાર પર હશે. તેને આરસીબી દ્વારા મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ આ ટીમ પણ ઈચ્છશે કે ચહલ ફરીથી તેમની સાથે આવે. આવી સ્થિતિમાં તે સૌથી વધુ પૈસા લે તો નવાઈ નહીં.

શાહરૂખ ખાનઃ અનકેપ્ડ ખેલાડી છે, એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. 40 લાખની તેની તેની બેઝ પ્રાઇઝ છે. ફિનિશર તરીકે કમાલ કર્યો છે. તમિલનાડુથી આવેલા શાહરૂખ ખાને આઈપીએલની સાથે સાથે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ફિનિશરની ભૂમિકામાં પોતાની જાતને સાબિત કરી છે. પછી તે વિજય હજારે ટ્રોફી હોય કે સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટ. ઘણી મુશ્કેલ મેચોમાં તેણે પોતાની રમતથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આવી સ્થિતિમાં, તે આઇપીએલની હરાજીમાં ઉચ્ચ માંગમાં રહેશે.

 

આ પણ વાંચોઃ IPL 2022 Auction: ધોની, કોહલી કે રોહિત નહી, 2008 માં સૌ પ્રથમ આ ખેલાડી પર બોલાઇ હતી બોલી, જાણો

આ પણ વાંચોઃ IPL 2022: રોહિત શર્માની આઇપીએ સેલરીમાં બંપર જમ્પ, જાણો પ્રથમ સેલરી કેટલા રુપિયા મેળવતો હતો

Next Article