ઈરફાન પઠાણ સાથે મુંબઈ એરપોર્ટ પર ગેરવર્તણૂક, લોકોએ કહ્યું- તેના માટે અલગથી ફ્લાઈટ શરુ કરો

ઈરફાન પઠાણ પોતાના પરિવાર સાથે મુંબઈથી દુબઈ માટે રવાના થઈ રહ્યા હતા. તે સમયે એરપોર્ટ પર વિસ્તારાના ચેક-ઈન કાઉન્ટર પર તેમણે પત્ની અને બાળકો સાથે આશરે 1.5 કલાક સુધી ઉભા રહેવું પડ્યું હતું.

ઈરફાન પઠાણ સાથે મુંબઈ એરપોર્ટ પર ગેરવર્તણૂક, લોકોએ કહ્યું- તેના માટે અલગથી ફ્લાઈટ શરુ કરો
ઈરફાન પઠાણ સાથે મુંબઈ એરપોર્ટ પર ગેરવર્તણૂક
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Aug 25, 2022 | 6:27 PM

Irfan Pathan : ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ  (Irfan Pathan) અને તેના પરિવારને એરપોર્ટ પર ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. ઈરફાન અને તેના પરિવારને વિસ્તારાના ચેક-ઈન કાઉન્ટર પર લગભગ દોઢ કલાક ઊભા રાખવામાં આવ્યા હતા. ખુદ ઈરફાન પઠાણે આ આરોપો લગાવ્યા છે. ઈરફાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે આ વાતનો ખુલાસો કર્યો છે. ઈરફાને જણાવ્યું કે આ દરમિયાન તેની સાથે તેની પત્ની અને બે બાળકો પણ હતા.

લોકો તેના ટ્વિટ પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે સ્ટાર ખેલાડીની સાથે આવું થયું તો સામાન્ય માણસ પણ મુશ્કેલીનો સામનો કરે છે. કેટલાક લોકોએ કહ્યું તેના માટે અલગથી ફલાઈટ શરુ કરો. અન્ય કોમેન્ટ કરી કહ્યું શું થયું આસામન તુટી પડ્યું અમે પણ એરપોર્ટ પર 2 કલાક રાહ જોઈએ છીએ.

 

 

 

એરલાઇન્સે માફી માંગી

 

 

ઈરફાન પઠાણનું ટ્વીટ વાયરલ થયા બાદ વિસ્તારા એરલાઈન્સે તેની માફી માંગી અને ટ્વીટ કર્યું, પ્રિય પઠાણ, અમે તમારા અનુભવ વિશે સાંભળીને ખૂબ જ ચિંતિત છીએ અને ઘટનાની પ્રાથમિકતાના આધારે તપાસ કરી રહ્યા છીએ.

કોમેન્ટ્રીમાં દેખાશે

ઈરફાન પઠાણ એશિયા કપ 2022માં ટૂર્નામેન્ટના બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સની કોમેન્ટ્રી ટીમનો ભાગ છે. રવિવારે 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચમાં ઈરફાન હિન્દીમાં કોમેન્ટ્રી કરતો જોવા મળશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પઠાણ લાંબા સમયથી કોમેન્ટ્રી કરી રહ્યો છે અને ચાહકો પણ તેનું આ કામ ખૂબ પસંદ કરે છે. ઈરફાન પઠાણની લોકપ્રિયતા આજે પણ જોવા મળે છે. ઇરફાન પઠાણ 27 ઓગસ્ટે યૂએઈમાં રમાનાર એશિયા કપ માટે દુબઈની યાત્રા કરી રહ્યો હતો. એશિયા કપનો પ્રથમ મુકાબલો શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે.