ઈરફાન પઠાણ સાથે એરપોર્ટ પર ખરાબ અનુભવ, એરલાઈન્સ સામે કાર્યવાહીની કરી માંગ

|

Aug 25, 2022 | 11:32 AM

ઈરફાન પઠાણે (Irfan Pathan) સોશિયલ મીડિયા પર વિસ્તારા એરલાઈન (Vistara Airlines) સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે

ઈરફાન પઠાણ સાથે એરપોર્ટ પર ખરાબ અનુભવ, એરલાઈન્સ સામે કાર્યવાહીની કરી માંગ
Irfan Pathan ને એરપોર્ટ પર થયો ખરાબ અનુભવ

Follow us on

ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે (Irfan Pathan) સોશિયલ મીડિયા પર વિસ્તારા એરલાઈન (Vistara Airlines) સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ઈરફાન તેની પત્ની અને બાળકો સાથે મુસાફરી કરી રહ્યો હતો અને તેનું કહેવું છે કે એરલાઈન્સના લોકો ખૂબ જ કઠોર વાત કરી રહ્યા હતા, જેનાથી ઘણા મુસાફરો પરેશાન થઈ ગયા હતા.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ટ્વીટર મારફતે રોષ નિકાળ્યો

ઈરફાન પઠાણે આજે ટ્વિટર પર લખ્યું, હું વિસ્તારા ફ્લાઈટ UK-201 માં મુંબઈથી દુબઈ જઈ રહ્યો હતો. ચેક-ઇન કાઉન્ટર પર મને ખૂબ જ ખરાબ અનુભવ થયો. વિસ્તારા ભૂલથી મારી ટિકિટ ક્લાસને ડાઉનગ્રેડ કરી રહ્યું હતું જે કન્ફર્મ બુકિંગ હતું. આ માટે મારે કાઉન્ટર પર દોઢ કલાક રાહ જોવી પડી હતી. મારી સાથે, મારી પત્ની, મારા 8 મહિનાના અને મારા 5 વર્ષના બાળકને પણ આમાંથી પસાર થવું પડ્યું.

 

તેણે આગળ લખ્યું, ‘ગ્રાઉન્ડ સ્ટાફનું વર્તન પણ ખૂબ જ અસભ્ય હતું. તે માત્ર બહાના બનાવી રહ્યા હતા. મને સમજાતું નથી કે તેઓએ ફ્લાઇટને શા માટે ઓવરસોલ્ડ કરી અને મેનેજમેન્ટ દ્વારા તેને કેવી રીતે મંજૂરી આપવામાં આવી? મારા સિવાય અન્ય ઘણા મુસાફરોને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. હું સંબંધિત સત્તાધિકારીને આ બાબતે વહેલી તકે પગલાં લેવા વિનંતી કરું છું જેથી કરીને ફરી કોઈને આવી સમસ્યાનો સામનો કરવો ન પડે.

વિસ્તારા એ માફી માંગી

ઈરફાનની ફરિયાદ પર એરલાઈન્સ તરત જ એક્શનમાં આવી ગઈ અને ટ્વીટનો જવાબ આપ્યો. તેણે ઈરફાનની માફી માંગી અને તેની પાસે આ ઘટના વિશે માહિતી પણ માંગી. તેણે લખ્યું, ‘મિસ્ટર પઠાણ. તમારા અનુભવ વિશે સાંભળીને અમે દિલગીર છીએ અને અમે તેની તપાસ કરીશું. અમને તમારી મુસાફરીની વિગતો આપશો, જેથી અમે તમારી સાથે વાત કરી શકીએ.

 

 

Published On - 11:18 am, Thu, 25 August 22

Next Article