IPL: ટીમ ઈન્ડીયા સામે જબરદસ્ત પ્રદર્શન કરનાર આ ક્રિકેટર આઈપીએલ ટૂર્નામેન્ટમાં પણ મચાવશે ધૂમ!

|

Aug 09, 2021 | 8:34 PM

ભારતીય ટીમ (Team India) સામે હાલમાં જ T20 સિરીઝ દરમ્યાન જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. જેને લઈને ખેલાડીએ સૌ કોઈને આકર્ષિત કર્યા હતા.

IPL: ટીમ ઈન્ડીયા સામે જબરદસ્ત પ્રદર્શન કરનાર આ ક્રિકેટર આઈપીએલ ટૂર્નામેન્ટમાં પણ મચાવશે ધૂમ!
Sri Lankan team

Follow us on

તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ને શ્રીલંકા (Sri Lanka) પ્રવાસ દરમ્યાન T20 શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હારનું સૌથી મોટું કારણ યજમાન ટીમના લેગ સ્પિનર વાનીંન્દુ હસારંગા (Wanindu Hasaranga) હતો. હવે IPLની ટીમો આ ખેલાડીની પાછળ પડી ગઈ છે. હસારંગાને IPLમાં રમતા જોઈ શકાય છે.

 

કારણ કે બોલરે દાવો કર્યો છે કે આઈપીએલની બે ફ્રેન્ચાઈઝીઓએ તેનો સંપર્ક કર્યો છે. આ જમણા હાથનો બોલર હાલમાં ICC T20 રેન્કિંગમાં બીજા સ્થાને છે. આ બોલર ભારત સામે તેની સ્પિન બોલીંગ વડે બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા હતા. તેની રમતે સૌ કોઈને પ્રભાવિત કર્યા હતા. શ્રીલંકાએ ભારત સામેની ત્રણ મેચની T20 શ્રેણી 2-1થી જીતી લીધી હતી. હસારંગા આ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

 

હસરંગાએ આ શ્રેણીમાં સાત વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે 130થી વધુના સ્ટ્રાઈક રેટ પર 29 મહત્વના રન બનાવ્યા હતા. આખી સિરીઝ દરમિયાન તેની ઈકોનોમી છથી ઓછી હતી. તે સ્પષ્ટ હતું કે ભારતીય બેટ્સમેનો તેને રમવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા. શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં તેણે ચાર ઓવરમાં 9 રન આપીને 4 વિકેટ લીધી હતી.

 

IPLમાં રમવુ મોટી વાત

શ્રીલંકાના મહાન ફાસ્ટ બોલર લસિથ મલિંગા સાથે સોશિયલ મીડિયા રીપોર્ટ પર વાત કરતા હસારંગાએ આ વાત કહી હતી. તેણે કહ્યું કે આઈપીએલની બે ટીમો દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો છે. તેણે સ્વીકાર્યું છે કે આઈપીએલમાં રમવું તેના માટે મોટી વાત હશે. તેણે કહ્યું કે ભારત સામેની સિરીઝના અંત પછી આઈપીએલની બે ટીમોએ મારો સંપર્ક કર્યો છે. IPLમાં રમવાની તક મળવી એ મોટી વાત છે. આઈપીએલમાં એક દિવસ રમવુ તે મારું સપનું છે.

 

જો કે હજી સુધી કોઈ પુષ્ટિ મળી નથી કે આઈપીએલની કઈ બે ટીમોએ હસારંગાનો સંપર્ક કર્યો છે. આઈપીએલ-14ની બાકી રહેલી સિઝન સંયુક્ત આરબ અમીરાતમાં રમાવાની છે. ત્યાંની પરિસ્થિતિઓને જોતા હસારંગાની માંગ થઈ શકે છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શ્રીલંકાના આ બોલરનો સંપર્ક કર્યો હતો. પરંતુ હજી સુધી આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.

 

 

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020: ગોલ્ડન બોય નિરજ ચોપરા સહિતના ખેલાડીઓનું એરપોર્ટ પર સ્વાગત કરાયું, એરપોર્ટ ઢોલ-નગાડાથી ગુંજી ઉઠ્યું

 

 

આ પણ વાંચોઃ BCCI: ટીમ સિલેકશન કમિટીમાં કરાશે ફેરફાર, જે આગામી વર્ષે રમાનાર વિશ્વકપની ટીમ પસંદ કરશે

Next Article