આજે દુબઇમાં ટી20 વિશ્વ કપની ફાઇનલ મેચ (T20 World Cup Final ) રમાનારી છે. આ સાથે જ ઝડપી ક્રિકેટનો વિશ્વ ચેમ્પિયન પણ મળી જશે. ઓસ્ટ્રેલિયા (Australia) અને ન્યુઝીલેન્ડ (New Zealand) માં વિશ્વકપ ટ્રોફી જીતવાની આશા વર્તાઇ રહી છે. જોકે આ મેચનુ મહત્વ તે બંને દેશો જ નહી પરંતુ IPL ની ફેન્ચાઇઝીઓ માટે પણ ખૂબ છે. આ માટે આઇપીએલ સ્કાઉટસ (IPL Scouts) પહેલા થી જ દુબઇ પહોંચી ગયા છે. જેઓ ફાઇનલમાં કાંગારુ અને કિવી ખેલાડીઓના પ્રદર્શન પર ચૂપચાપ નજર રાખશે.
આગામી ટૂંક સમયમાં જ ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL) નુ મેગા ઓક્શન યોજાનારુ છે. જે 10 ટીમો માટે ઓક્શન થનારુ છે. આમ આ વખતે ખેલાડીઓ પર બોલીની ટક્કર પણ જબરદસ્ત રહેવાની આશા છે. આમ T20 વિશ્વકપ આઇપીએલ ટીમો માટે ખેલાડીઓના પ્રદર્શનને અંદાજવા માટે મહત્વની ઇવેન્ટ છે. જેને લઇને આઇપીએલ સ્કાઉટ્સ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પર બાજ નજર રાખશે. આ બંને દેશના ખેલાડીઓ સ્વાભાવિક જ ઝડપી ક્રિકેટના પાવર હાઉસ માનવામાં આવે છે.
મીડિયા રિપોર્ટસ મુજબ એક આઇપીએલ સ્કાઉટસે બતાવ્યુ છે કે, પ્રતિભાઓને ઉજાગર કરવા માટે ટી20 વિશ્વકપ એક મોટો અવસર છે. ફાઇનલ તેનો મોટો હિસ્સો છે. નિશ્વિત રીતે તમામ આઇપીએલ સ્કાઉટસ હાજર રહેશે. આઇપીએલમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને ખૂબ જ મહત્વપૂર્ણ ક્રિકેટ દેશ છે, તમામની નજરો તેની પર રહેશે.
આગળ કહ્યુ કે, નિશ્વત રુપે આ અમારે માટે વ્યસ્ત મહિનો છે. અમારુ ધ્યાન અલગ અલગ છે. મુશ્તાક અલી ટ્રોફી પણ અમને યુવા પ્રતિભાઓના અંગે જાણવાનો મોકો આપે છે. અમે તેમાં ખેલાડીઓને ઓળખવાનુ કામ કરી રહ્યા છે. તે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. અનેક તબક્કે ટી20 વિશ્વકપ મહત્વપૂર્ણ છે. આકરી ટકકર ભરી મેચ તમને એક ખેલાડીને ચરિત્રને દર્શાવે છે. વિશ્વના બે સર્વશ્રેષ્ઠ ટી20 ટીમોની સાથે નિશ્વિત રુપથી અમારા માટે એક મહત્વપૂર્ણ મેચ હશે.
આઇપીએલ ની આગામી સિઝનમાં 8 ને બદલે 10 ટીમો હિસ્સો લઇ રહી છે. જેને લઇને ખેલાડીઓને માંગ પણ વધી ચુકી છે. એક આઇપીએલ ટીમમાં 8 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થઇ શકતો હતો. 10 ટીમોના આઇપીએલમાં વધુમાં વધુમાં 16 વિદેશી ખેલાડીઓ જોવા મળી શકે છે. આ માટે હવે આઇપીએલ સ્કાઉટસ વિદેશોમાં નજર દોડાવી રહ્યા છે. જેમાં PSL 2021, ધ હંડ્રેડ અને CPL 2021માં પણ સ્કાઉટ્સની નજર રહી હતી.
આઇપીએલ માં બંને દેશોના 31 ખેલાડીઓ આઇપીએલ 2021માં હિસ્સો હતા. જે સંખ્યા આગામી સિઝન આઇપીએલ 2022 માં વધી જઇ શકે છે. આ દરમ્યાન આ ખેલાડીઓના પ્રદર્શન પર ફ્રેન્ચાઇઝીઓનુ ધ્યાન હોવુ સ્વાભાવિક છે. ડેવિડ વોર્નર અને કેન વિલિયમસન પર પણ સ્કાઉટ્સની નજર વધારે રહેશે. લુધીયાણાના ઇશ સોઢી પર પણ નજર રહેશે. તેણે ન્યુઝીલેન્ડની ટીમ વતી જબરદસ્ત પ્રદર્શન કર્યુ છે. ઉપરાંત તે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સામે મુશ્કેલ બોલર રહ્યો છે.