IPL 2023 Points Table: પ્લેઓફની રેસ જબરદસ્ત બની, મુંબઈ ઈન્ડિયન્સને પંજાબને હરાવીને થયો ફાયદો, ગુજરાત નંબર-1

|

May 04, 2023 | 11:25 AM

IPL 2023 Points Table in Gujarati: મોહાલીમાં પંજાબ કિંગ્સે 214 રનનુ લક્ષ્ય 3 વિકેટના નુક્શાન પર રાખ્યુ હતુ, જોકે મુંબઈએ ઈશાન અને સૂર્યાની અડધી સદી વડે વિશાળ ટાર્ગેટ 19મી ઓવરમાં પાર કરી લીધુ હતુ.

IPL 2023 Points Table: પ્લેઓફની રેસ જબરદસ્ત બની, મુંબઈ ઈન્ડિયન્સને પંજાબને હરાવીને થયો ફાયદો, ગુજરાત નંબર-1
IPL 2023 Points Table in Gujarati

Follow us on

IPL 2023 ની સિઝન હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. સિઝનની 50 મેચ સમાપ્ત થવામાં હવે માત્ર 4 મેચ બાકી છે. આમ સિઝન જેમ જેમ અંત તરફ આગળ વધી રહી છે, એમ પ્લેઓફની રેસ વધારે જબરદસ્ત થઈ રહી છે. પોઈન્ટ્સ ટેબલમાં ટીમો પોતાના સ્થાનને સતત ઉપર રાખવા માટે દમ લગાવી રહી છે. જોકે વરસાદ પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. પોઈન્ટ્સ ટેબલના ગણિતને વરસાદ અસર પહોંચાડી રહ્યુ છે. બુધવારે વરસાદને લઈ મેચ રદ થતા ચેન્નાઈ અને લખનૌને એક એક પોઈન્ટ્સ વહેંચવામાં આવ્યો હતો.

પોઈન્ટ્સ ટેબલમાં સૌથી ઉપર ગુજરાત ટાઈટન્સ સિઝનમાં સૌથી વધારે 6 મેચ જીતીને છે. ગુજરાતની ટીમ તેની અંતિમ મેચ રમવા બાદથી સતત સૌથી ઉપરના સ્થાને બની રહી છે. બુધવારે ડબલ હેડર દિવસે એક મેચ વરસાદને લઈ રદ થઈ હતી, જ્યારે બીજી મેચમાં પંજાબ સામે મુંબઈ ઈન્ડિયન્સ સામે મોહાલીમાં જીત થઈ હતી.

મુંબઈને થયો ફાયદો

પ્લેઓફની રેસમાં મુંબઈ હવે મજબૂત બની છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે સિઝનની 9મી મેચ રમતા પાંચમી જીત મેળવી છે. મુંબઈએ અંતિમ બંને મેચ જીતી લઈને પ્લેઓફની રેસમાં પોતાનુ સ્થાન બનાવી રાખ્યુ છે. પ્લેઓફની રેસ ખૂબ જ રસપ્રદ રહી છે. આ દરમિયાન પંજાબને મોહાલીમાં મુંબઈ ઈન્ડિયન્સે હરાવીને પોઈન્ટ્સ ટેબલમાં પોતાના સ્થાનમાં સુધારો કર્યો છે. પંજાબને પાછળ છોડીને મુંબઈ હવે છઠ્ઠા ક્રમે પહોંચ્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

પંજાબ કિંગ્સ પણ પાંચ મેચ સિઝનમાં જીત્યુ છે. પંજાબે અત્યાર સુધીમાં સિઝનમાં 10 મેચ રમી છે. સિઝનમાં ગુજરાત ટાઈટન્સ માત્ર એક જ ટીમ 6 મેચ જીતી શક્યુ છે. જ્યારે 6 ટીમો 5-5 મેચ જીતી ચુકી છે. જેમાં લખનૌ સુપર જાયન્ટ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સનો સમાવેશ થાય છે. લખનૌ, ચેન્નાઈ અને પંજાબની 10-10 મેચ સમાપ્ત થઈ ચુકી છે. જ્યારે મુંબઈ, બેંગ્લોર અને ગુજરાત 9-9 મેચ રમ્યા છે.

ચેન્નાઈ અને લખનૌને 1-1 પોઈન્ટ્સ

લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે લખનૌમાં બુધવારે મેચ રમાઈ હતી. જોકે આ મેચ પુરી થઈ શકી નહોતી અને રદ કરી દેવામાં આવી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની બેટિંગ ઈનીંગ ચાલી રહી હતી અને અંતિમ ઓવરમાં વરસાદ વરસતા જ મેચને રોકી દેવામાં આવી હતી. જોકે મેચ ફરી શરુ થઈ શકી જ નહોતી. અંતે મેચ રદ કરી દેવામાં આવી હતી. આમ બંને ટીમોને 1-1 પોઈન્ટ્સ વહેંચવામાં આવ્યા હતા. આ બંને ટીમોના એક-એક પોઈન્ટ્સ પ્લેઓફના ખેલને જબરદસ્ત બનાવશે. બંને નેટ રનરેટના બદલે આ એક પોઈન્ટ્સના ફરકથી રેસમાં આગળ પાછળ થઈ શકે છે.

 

IPL 2023 પોઈન્ટ્સ ટેબલ 
ક્રમ ટીમ મેચ જીત  હાર  NRR PTS
1 GT 9 6 3 0.532 12
2 LSG 10 5 4 0.639 11
3 CSK 10 5 4 0.329 11
4 RR 9 5 4 0.800 10
5 RCB 9 5 4 -0.030 10
6 MI 9 5 4 -0.373 10
7 PBKS 10 5 5 -0.472 10
8 KKR 9 3 6 -0.147 6
9 SRH 8 3 5 -0.577 6
10 DC 9 3 6 -0.768 6

 

આ પણ વાંચોઃ  70 વર્ષના દાદા-દાદીના યોજાયા લગ્ન, પીઠી ચોળી, જાન જોડાઈ અને ફેરા ફર્યા, 50 પૌત્રો-પૌત્રીઓ મન મૂકીને DJ ના તાલે નાચ્યા

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 11:19 am, Thu, 4 May 23

Next Article