IPl 2023 ની સફર હવે અડધા તરફ પહોંચવાની નજીક છે. પાંચ-પાંચ મેચ ટીમોએ રમવાનો તબક્કો શરુ થઈ ચૂક્યો છે. શનિવારે ડબલ હેડલ દિવસ હતો, જેમાં બીજી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં પંજાબ કિંગ્સે રોમાંચક રીતે જીતી લઈને સિઝનમાં ત્રીજી મેચ પોતાના નામે કરી હતી. પંજાબ કિંગ્સ અને લખનૌ બંને ટીમોએ પોતાની 5-5 મેચ સિઝનમાં રમી છે. લખનૌ મેચ હારીને પણ પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને જળવાઈ રહ્યુ છે. જ્યારે પંજાબ ફરીથી ટોપ ફાઈવમાં સામેલ થઈ ચુક્યુ છે. લખનૌએ સિઝનમાં બીજી હારનો સામનો કર્યો હતો.
આ મેચમાં પંજાબ કિંગ્સની આગેવાની સંભાળી રહેલા સેમ કરને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ હારીને હોમ ગ્રાઉન્ડ પર 159 રન 8 વિકેટના નુક્શાન પર નોંધાવ્યા હતા. જેની સામે પંજાબ કિંગ્સે 8 વિકેટ ગુમાવીને 3 બોલ બાકી રહેલા લક્ષ્યને પાર કરી લીધુ હતુ. પંજાબ વતી સિકંદર રઝાએ અડધી સદી નોંધાવી હતીય જ્યારે શાહરુખ ખાને 2 છગ્ગા સાથે 10 બોલમાં 22 રન અંતમાં નોંધાવ્યા હતા.
રવિવારે રાજસ્થાન રોયલ્સનો સામનો ગુજરાત ટાઈટન્સ સામે થનારો છે. આ મેચમાં રાજસ્થાનને પોતાની હાર નંબર 1 ના સ્થાનેથી નિચે સરકાવી શકે છે. જ્યારે જીત નંબર 1 પર યથાવત બનાવી રાખી શકે છે. આમ ગુજરાત સામે અમદાવાદમાં રાજસ્થાને દમ દેખાડવો પડશે. રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધીમાં 4 મેચ રમીને 1 મેચમાં હાર મેળવી છે. આમ પોઈન્ટ્સ ટેબલમાં પોતાના ખાતામાં 6 અંક ધરાવે છે. આમ રાજસ્થાન, લખનૌ, ગુજરાત અને પંજાબ પાસે એક સરખા આંક છે, પરંતુ નેટ રનરેટના આધારે રાજસ્થાન ટોપ પર અને લખનૌ બીજા સ્થાને છે. ગુજરાતને ચોથી જીત નંબર 1 બનાવી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સ સિઝનમાં પોતાના પ્રદર્શનને સુધારવા માટે આજે કોલકાતાને પોતાના હોમગ્રાઉન્ડ પર પછાડવા માટે તૈયાર હશે. મુંબઈ સિઝનમાં 3 મેચ રમીને 9માં ક્રમે છે. મુંબઈના ખાતામાં જીત માત્ર એક જ નોંધાયેલી છે. રવિવારે પોતાની ચોથી મેચ રમનાર છે. કોલકાતા ટોપ 5માં સમાવેશ ધરાવતી હોય, તે હવે પોતાનુ સ્થાન જાળવી રાખવા માંગશે. કોલકાતાએ સિઝનમાં 4 મેચ રમીને 2 મેચમાં જીત મેળવી છે.
IPL 2023 પોઈન્ટ્સ ટેબલ | ||||||
ક્રમ | ટીમ | મેચ | જીત | હાર | NRR | PTS |
1 | RR | 4 | 3 | 1 | 1.588 | 6 |
2 | LSG | 5 | 3 | 2 | 0.761 | 6 |
3 | GT | 4 | 3 | 1 | 0.341 | 6 |
4 | PBKS | 5 | 3 | 2 | -0.109 | 6 |
5 | KKR | 4 | 2 | 2 | 0.711 | 4 |
6 | CSK | 4 | 2 | 2 | 0.225 | 4 |
7 | RCB | 4 | 2 | 2 | -0316 | 4 |
8 | SRH | 4 | 2 | 2 | -0.822 | 4 |
9 | MI | 3 | 1 | 2 | -0.879 | 2 |
10 | DC | 5 | 0 | 5 | -1.488 | 0 |
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 9:03 am, Sun, 16 April 23